________________
exશ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ annahotsamannaahamannaamaonao
મહાન મંત્ર અને આરાધવા માટે આપ્યો. પછી ચોમાસું પૂર્ણ થયે, એક સાધુને મારી પાસે મુકીને આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. પછી ગુરૂમહારાજે બતાવેલી વિધિપૂર્વક પદ્માવતી મંત્રનું આરાધન કરવાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને વિસ્તારથી નીચે મુજબ મને વૃત્તાંત કહ્યો:
હરીવંશમાં ઉત્પન્ન થયેલા તથા કાચબાના લાંછનવાળા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં રાવણ નામનો મહાબલવાન પ્રતિવાસુદેવ થયો હતો. એક વખત તેણે પોતાના બનેવી ખરદૂષણ રાજાને કોઈક કાર્યાર્થે શીધ્ર મોકલ્યો હતો. પાતાલલંકાનો અધિપતિ તે ખરદૂષણ રાજા પણ વિમાનમાં બેસીને પક્ષીની જેમ આકાશમાર્ગે પ્રયાણ કરતો ચાલતાં ચાલતાં અનુક્રમે અનેક નગર, દેશ, વનખંડ તથા પર્વતોને ઓળંગીને ભોજનના અવસરે વિંગોલી દેશમાં આવી પહોચ્યો. ભોજનનો અવસર થયો હોવાથી ત્યાં ભૂમિ ઉપર ઉતરીને સ્નાન કરીને પૂજાપાત્ર હાથમાં ધારણ કરીને ખરદૂષણ રાજાએ રસોઈઆને જિનચૈત્ય (પ્રતિમા) લાવવા માટે કહ્યું. સાથે જિનપ્રતિમા લાવવાનું ભૂલી ગયો હોવાથી ભયભીત બનેલા રસોઈઆએ હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિન્ ! ગૃહચૈત્ય (ઘરમંદિર) તો હું પાતાલલંકામાં ભૂલી ગયો છું. આ સાંભળીને તરત જ રાજાએ વાલુ (રેતી) છાણ ભેગાં કરીને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બનાવી. અને નમસ્કાર મહામંત્રથી પ્રતિષ્ઠા કર્યા બાદ પૂજા કરીને આશાતના ન થાય તે માટે પાસેના કૂવામાં મૂર્તિને પધરાવી દીધી. કૂવામાં રહેલા દેવે તે પ્રતિમાને પડતાંની સાથે જ ઝીલી લીધી અને વજ જેવી દૃઢ મજબૂત કરી દીધી. ખરદૂષણ રાજા પણ ભોજન કરીને ત્યાંથી નીકળ્યો અને રાવણનું કાર્ય કરીને લંકા નગરીમાં પહોંચી ગયો. ત્યારપછી ઘણા કાળ સુધી કૂવાના દેવે ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની બહુ ભક્તિપૂર્વક પૂજા કરી.
વરાડ દેશના એલચપુર નામના નગરમાં શ્રીપાલ નામે ચંદ્રવંશી રાજા થયો. માતા-પિતાએ તેનું શ્રીપાત નામ પાડ્યું હતું પણ તા એટલે