________________
શ્રી વજસ્વામી ચરિત્ર
બતાવી, પોતાની ઝોળીમાં નાખી, ગૃહાંગણથી બહાર નીકળીને ભારથી ભુજાને વાંકી વાળતા તે ગુર મહારાજની પાસે આવ્યા. એવામાં વાંકા વળીને આવતા તેમને જોઈને ગુરુ તેમની સન્મુખ આવ્યા અને તેમની ભુજામાંની ઝોળી ગુરુએ પોતાના હાથમાં લઈ લીધી, એટલે તેમાં વજન લાગવાથી ગુરુ બોલ્યા – “હે મુનિ ! આ વજ જેવું તમે શું લાવીને મારા હાથમાં મૂક્યું ? મેં તો હાથમાંથી એને મારા આસન પર મૂકી દીધેલ છે.” એમ કહીને ગુરુએ, સાધુઓના મુખરૂપ ચંદ્રકાંત મણિને અમૃતસ્રાવના કારણરૂપ અને ચંદ્રમા સમાન કાંતિવાળા તે બાળકને જોયો. એટલે ગુરુએ તે બાળકનું વજ એવું નામ આપ્યું અને સાધ્વીઓના ઉપાશ્રયમાં તે શ્રાવિકાઓને સોંપ્યો. પછી પોતે ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.
હવે ગુરુભક્તિ અને તે બાળકના ભાગ્ય-સૌભાગ્યથી વશ થયેલ શ્રાવિકાઓ, દુધપાન વિગેરે શુશ્રુષાથી, પોતાના બાળક કરતાં પણ અધિક વાત્સલ્ય લાવીને વજને ઉછેરવા લાગી અને રાત્રે સાધ્વીઓના ઉપાશ્રયમાં વસ્ત્રનું પારણું બાંધીને તેમાં તેને આનંદપૂર્વક ઝુલાવતી હતી. ત્યાં રહેતાં તે વિચક્ષણ બાળક, સાધ્વીઓએ વારંવાર આવૃત્તિ કરેલ અગિયારે અંગ સાંભળીને શીખી ગયો.
પછી તે કંઈક વિશેષ આકારથી સુશોભિત થયેલ બાળકની પરિચર્યા કરવા માટે સુનંદા પણ ત્યાં આવી અને તે બાળકને જોતાં તેના પર તેને મોહ ઉત્પન્ન થયો. એટલે તેણે સાધ્વીઓ પાસે પ્રાર્થના કરી કે – “આ બાળક મને આપો.”
ત્યારે સાધ્વીઓ બોલી – ‘વસ્ત્ર અને પાત્ર સમાન આ ગુરુની થાપણ કહેવાય, તો અમારાથી એ બાળક તને કેમ આપી શકાય ? તારે અહીં આવીને જ એ બાળકનું લાલન પાલન કરવું; પરંતુ ગુરુની અનુમતિ વિના એને તારે પોતાના ઘરે ન લઈ જવો.'
એવામાં એકવાર ગુરુ મહારાજ ત્યાં આવ્યા. એટલે સુનંદાએ ગૃહસ્થની જેમ પતિની પાસે પોતાના બાળકની માંગણી કરી. ત્યારે ધનગિરિ મુનિએ તેને સમજાવતાં કહ્યું કે – “હે ધર્મશે ! રાજાના આદેશની જેમ, સજ્જન પુરુષના વચનની જેમ અને કન્યાના દાનની જેમ મહાજનો એક જ વચની હોય છે; પરંતુ બાળકના વસ્ત્રની જેમ તેઓ વચન સ્વીકારીને મૂકી દેતા નથી, અથવા તો હે ભદ્ર ! તું વિચાર કર કે આ બાબતમાં આપણા સાક્ષીઓ પણ છે.”
એમ મુનિએ સમજાવ્યા છતાં નિર્વિચારપણે તેણે જયારે પોતાનો કદાગ્રહ ન મૂક્યો; ત્યારે સંઘના પ્રધાન પુરુષોએ તેને મધુર વચનથી બહુ બહુ સમજાવી; છતાં તે વચનનો સ્વીકાર ન કરતાં સુનંદા રાજાની પાસે ગઈ, એટલે રાજાએ સંઘ સહિત સાધુઓને બોલાવ્યા. એટલે ત્યાં ન્યાયાધિકારમાં નિયુક્ત અધિકારીઓએ તેમના બંને પક્ષોની હકીકત બરાબર પૂછી લીધી અને તેમનો પરસ્પર કોલકરાર સાંભળતાં તેઓ ન્યાયયુક્ત ચુકાદો આપતાં મુંઝવણમાં પડી ગયા. તેમણે વિચાર કર્યો કે – “એક તરફ જેના ઉપકારનો બદલો કોઈ રીતે વળી ન શકે એવી માતા પોતે પુત્રની માગણી કરે છે અને બીજી બાજુ તીર્થકરોએ પણ માન્ય કરેલ એવો શ્રી સંઘ બાળકને માંગે છે.'
પછી છેવટે રાજાએ પોતે વિચાર કર્યો કે – “આ બાળક પોતાની ઇચ્છાનુસાર જેની પાસે જાય, તે એને લઈ જાય, બીજો વિવાદ કરવાનું અહીં કાંઈ પ્રયોજન નથી.' એમ ધારીને એ બાબતમાં રાજાએ પ્રથમ તે