________________
84
શ્રી પ્રભાવક ચરિત્ર
આ વખતે અવસર મળવાથી પોતાને ધન્ય માનનાર ધનગિરિએ, પુત્રના અવલંબથી સંતુષ્ટ થયેલ પત્ની પાસે વ્રત લેવાની અનુમતિ માગી, અને જીર્ણ દોરડીની જેમ પ્રેમબંધનને છેદીને, જાણે તેના પુણ્યયોગે ત્યાં પધાર્યા હોય એવા શ્રીસિંહગિરિની પાસે તે ગયો. ત્યાં લોચપૂર્વક સામાયિક ઉચ્ચરીને તેણે દીક્ષા ધારણ કરી અને નિરંતર દુષ્કર તપ તપતાં પ્રસન્નતાથી તે ધનગિરિમુનિ કાળ નિર્ગમન કરવા લાગ્યા.
હવે અહીં સમય પૂર્ણ થતાં એકવાર સુનંદાએ ઉત્તમ પુત્રરત્નને જન્મ આપ્યો. તેણે પોતાના તેજથી રત્નદીવાઓને પણ ઝાંખા પાડી દીધા. તે વખતે સુનંદાના સંબંધીએ આનંદપૂર્વક પુત્રનો જન્મ–મહોત્સવ કરાવ્યો, કે તે બાળકને જોવાથી દેવતાઓ પોતાના અનિમેષપણાને સાર્થક માનવા લાગ્યા. એવામાં મહોત્સવ વખતે કોઈએ બાળકને ઉદ્દેશીને કહ્યું કે – “હે બાલ! જો તારા પિતાએ દીક્ષા લીધી ન હોત, તો આ મહોત્સવમાં આજે આનંદની છોળો ઉછળી હોત.”
એ પ્રમાણે સાંભળતાં પૂર્વના દેવભવના જ્ઞાનાંશથી તે બાળક સંજ્ઞીની જેમ વિચારવા લાગ્યો કે – “અહો ! મારા પિતાએ ચારિત્ર લીધું, તેથી તે મહાભાગ્યશાળી કહેવાય. વળી મારે પણ સંયમથી જ ભવનો નિખાર થશે.” એમ ધારી સંયમ માટે તેણે બાળપણાને ઉચિત રૂદનરૂપ ઉપાય શોધી કાઢ્યો, અને રોવાનું શરૂ કર્યું, તે અનેક રીતે બોલાવતાં, સ્નાન કે અંગ દાબતાં, અશ્વ કે હાથી બતાવતાં અને બીજા પણ અનેક કૌતુકથી લોભાવતાં પણ છાનો ન રહ્યો. કારણ કે જે કપટનિદ્રાથી જાગતો સુતો હોય, તે કેમ બોલે ? ત્યારે સુનદા કંટાળીને ચિંતવવા લાગી કે – “આ બાળક તો સર્વ રીતે દૃષ્ટિને આનંદ આપે તેવો છે, પરંતુ મોટેથી રુદન કરીને એ જે કંટાળો આપે છે, તેથી મારું મન ભારે દૂભાય છે. એ રીતે છસો વર્ષ તુલ્ય છ મહિના વ્યતીત થઈ ગયા.
એવામાં સિંહગિરિ ગુરુ વિચરતા વિચરતા તે નગરમાં પધાર્યા. ત્યાં ગોચરીને માટે જતા એવા ધનગિરિ મુનિને તેમણે પક્ષીઓના શબ્દજ્ઞાનના નિમિત્તથી જાણીને કહ્યું કે – “હે મુનિ ! આજે સચિત્ત, અચિત્ત કે મિશ્ર જે કાંઈ દ્રવ્ય (વસ્તુ) મળે, તે સર્વ વિચાર કર્યા વિના તમારે લઈ લેવું.”
ગુરુનું એ વચન માન્ય કરીને ધનગિરિ મુનિ આર્યસમિત સહિત, પવિત્ર બુદ્ધિથી પ્રથમ જ સુનંદાના ઘરે ગયા. ત્યાં તેમનો ધર્મલાભ શબ્દ સાંભળતાં કેટલીક સખીઓ આવીને સુનંદાને કહેવા લાગી – “આ ધનગિરિ મુનિને તું પુત્ર આપી દે.’ એટલે તે પ્રથમથી જ ભારે કંટાળી ગઈ હતી, તેથી પુત્રને છાતી પર લઈને સુનંદા કહેવા લાગી—“આ રુદન કરતા તમારા પુત્રે મને આકુળ વ્યાકુળ કરી મૂકી છે, માટે એને લઈને તમે તમારી પાસે રાખો, તેમ કરતાં જો એ સુખી રહેશે, તો તેટલેથી જ હું સંતોષ પામીશ.”
ત્યારે ધનગિરિ મુનિ સ્પષ્ટ રીતે બોલ્યા – “હે ભદ્રે ! હું મારા પુત્રને ગ્રહણ કરીશ, પરંતુ સ્ત્રીનું વચન પંગુની જેમ બરાબર ચાલતું નથી, તેથી ભવિષ્યમાં કોઈ પ્રકારનો વિવાદ થવા ન પામે, તેને માટે આ બાબતમાં સાક્ષીઓ રાખવાની જરૂર છે. બસ, હવે આજથી તારે પુત્રને માટે કાંઈ કહેવું નહિ.”
સુનંદા બહુ કંટાળી ગઈ હતી, તેથી તેણે કહી દીધું કે – “આ બાબતમાં આર્યસમિત મુનિ અને આ મારી સખીઓ સાક્ષી છે. હવે પછી હું કંઈ પણ બોલવાની નથી.' એટલે પાપના બંધરહિત તથા રાગાદિ આંતર શત્રુને દૂર કરનાર એવા ધનગિરિ મુનિ, રુદનથી વિરામ પામેલ અને ભારે સંતુષ્ટ થયેલા તે બાળકને સુનંદાને