________________
70
શ્રી પ્રભાવકચરિત્ર
એક સ્થળે કહે છે. દેવસૂરિનું વિહારક્ષેત્ર મારવાડ અને ગુજરાત હતું એ સિવાય અન્યત્ર પણ એમણે વિહાર કર્યો હશે પણ તે બહુ થોડો જ. | દેવસૂરિ પોતે સુવિહિત આચાર્ય હતા, એમનો શિષ્ય પરિવાર પણ વિદ્યાવ્યસની અને ચારિત્રવાન હતો, છતાં એમના શિષ્ય પરિવારના તાબામાં કેટલાંક ચૈત્યો હતો એમ શિલાલેખોથી જણાય છે, જાલોરના સુવર્ણગિરિના કિલ્લા ઉપરનું પરમાત કુમારપાલે કરાવેલ પાર્શ્વનાથ ચૈત્ય આ જ વાદિદેવસૂરિના પરિવારને અર્પણ કરાયાનો ત્યાં લેખ છે.
ફલોદીના પ્રસિદ્ધ તીર્થની પણ આ જ દેવસૂરિના હાથે પ્રતિષ્ઠા થયાનો અન્યત્ર લેખ છે પણ આ પ્રબન્ધમાં તે વિષે કંઈપણ ઉલ્લેખ નથી.
૨૨. શ્રી હેમચન્દ્રસૂરિ ી
હેમચન્દ્રસૂરિનો જન્મ સં. ૧૧૪૫ના કાર્તિક સુદિ ૧૫ની રાતે ગુજરાતમાં આવેલ ધંધુકા નગરમાં થયો હતો એમના પિતાનું નામ ચાચ અને માતાનું નામ પાહિની હતું.
હેમચન્દ્રનું ગૃહસ્થાવસ્થાનું નામ “ચંગદેવ’ હતું, એઓ જાતે મોઢવાણિયા હતા.
કોટિકગણની વજશાખા અને ચાન્દ્રકુલના આચાર્ય દેવચન્દ્રસૂરિએ ખંભાતમાં એની માતાની આજ્ઞાથી ચંગદેવને સં. ૧૧૫૦ ના મહા શુદિ ૧૪ શનિવાર અને રોહિણી નક્ષત્રમાં પાર્શ્વનાથના ચૈત્યમાં દીક્ષા આપીને એનું નામ મુનિ સોમચંદ્ર પાડ્યું હતું.
પ્રબન્ધકારે આ પ્રસંગે મુનિ સોમચંદ્રની દીક્ષાના લગ્ન અને તેમાં પડેલા ગ્રહોનું વર્ણન કર્યું છે જે નીચે . પ્રમાણે છે :
“સિત વતુર્વર, બ્રાદો ઉધઇવે રા િ . રૂર છે. धिष्ण्ये तथाष्टमे धर्मस्थिते चन्द्रेवृषोपगे ।
लग्ने बृहस्पतौ शत्रुस्थितयोः सूर्यभौमयोः ॥ ३३ ॥ આ દોઢ શ્લોકમાંનું પ્રથમ શ્લોકાર્ધ તો સ્પષ્ટ છે, એટલે એનો અર્થ માઘ સુદિ ૧૪ શનિવાર અને રોહિણીનક્ષત્રમાં એવો થાય પણ એ પછીના શ્લોકાર્ધના ધિયે તથાષ્ટમે” આ વાક્યાંશનો અર્થ બરાબર સ્પષ્ટ થતો નથી, નક્ષત્રનો નિર્દેશ ઉપર થઈ ગયો છે એથી અત્રે “આઠમા નક્ષત્રમાં એટલે પુષ્ય નક્ષત્રમાં એ અર્થ થઈ શકે નહિ, કોઈ કોઈ વિદ્વાનું ‘બ્રાહ્મધિયે' આનો અર્થ ‘બ્રાહ્મમુહૂર્તમાં' આવો લઈને “અષ્ટમેધિચ્ચે’ નો અર્થ “પુષ્યનક્ષત્રમાં” આવો કરે છે પણ એ યુક્તિ સંગત નથી, દીક્ષા વૃષલગ્નમાં આપેલ હોવાથી તે સમયમાં બ્રાહ્મ મુહૂર્ત આવતું નથી, વળી દીક્ષામાં પુષ્ય નક્ષત્ર વર્જીત છે અને શનિ પુષ્યનો યોગ પણ સાથે હોતો નથી.