________________
શ્રી હેમચન્દ્રસૂરિ
જયારે શનિ રોહિણી અને ચતુર્દશીનો ત્રિક સિદ્ધિયોગ બને છે. રોહિણી અને શનિ દીક્ષામાં વિહિત પણ છે તેથી દીક્ષા પુષ્યમાં નહિ પણ રોહિણીમાં થઈ હતી એ જ માનવું યોગ્ય છે.
અષ્ટમેધિયે' નો અર્થ મારા મત પ્રમાણે ‘આઠમા મુહૂર્તમાં’ એમ કરવો યોગ્ય છે, કારણ કે દીક્ષા માઘ માસના અન્તમાં હોવાથી તે વખતે સૂર્ય કુંભરાશિના પ્રારંભમાં અથવા મકરના અન્તમાં હશે, દીક્ષા વૃષલગ્નમાં થઈ એટલે કે ત્રણ લગ્નો વ્યતીત થયા પછી ચોથા લગ્નમાં દીક્ષા થઈ, કુંભ, મીન અને મેષનો ભુક્તિ કાલ અનુક્રમે ૪૨+૩+ ૩ ઘડી પલનો હોવાથી એકંદર ૧૧ ઘડી અને ૪૬ પલ જેટલો થાય, એ પછી
૧૬ ૬૦ ૬૦ વૃષલગ્નના વૃષનવમાંશમાં દીક્ષા થઈ માની લઈએ કેમ કે એ અંશ વર્ગોત્તમ હોવા ઉપરાન્ત લગ્નના મધ્યભાગમાં હોવાથી વધારે બલવાન હતો, અને આમ કરતાં લગભગ અર્ધ વૃષલગ્નને મુક્ત ગણતાં તેનો કાલ ૨ ઉપર્યુક્ત ભક્તિકાલમાં ગણતાં એકંદર ૧૧ : + ૨ = ૧૩ તેર ઘડી અને ચોપન પલ એટલે કે લગભગ ૧૪ ઘડી દિવસ ચઢ્યા પછી ચંગદેવની દીક્ષા થઈ. એ સમયે દિનનાં ૭ મુહૂર્તો વીતીને ૮ મું વિજય મુહૂર્ત શરૂ થાય છે જે સર્વે શુભકાર્યોમાં સિદ્ધિદાયક ગણાય છે. આ અર્થ પ્રમાણે “અષ્ટમે ધિચ્ચે
નો અર્થ બરોબર બેસે છે. . બીજા શ્લોકાર્ધમાં આગળ “ધર્મસ્થિતે ચન્દ્ર' આ વાક્ય છે અને આનો સીધો અર્થ ‘ચન્દ્રમા ધર્મસ્થાનમાં રહે છત” એ થાય પણ આ અર્થ આ સ્થળે બેસતો નથી, કેમકે દીક્ષાને દિવસે ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં હોવાથી વૃષ રાશિનો છે, લગ્ન પણ વૃષરાશિનું છે એથી ચન્દ્ર ધર્મસ્થાન (નવમા સ્થાન) માં નહિ પણ તનુ સ્થાન (લગ્ન)માં છે. ત્યારે હવે “ધર્મસ્બિતે’ એ વિશેષણનો અન્વયે ચન્દ્રની સાથે નહિ પણ ‘અષ્ટમેધિયે' એની સાથે કરવો ઉચિત લાગે છે, એનો અર્થ “ધર્મ એવા આઠમા મુહૂર્તમાં’ એ થશે. ‘ચન્દ્ર તથા “બૃહસ્પતૌ’ આ બંનેનો સંબન્ધ “વૃષપગે લગ્ન' એની સાથે જોડવો જોઈએ.
'ત્રીજા શ્લોકાર્ધમાં “શત્રુસ્થિતયોઃ સૂર્યભૌમયોઃ” આ ઉલ્લેખ વિચારણીય છે, કારણ કે વૃષલગ્ન હોવાથી શત્રુસ્થાનમાં તુલા રાશિ આવે છે, આ રીતે સૂર્ય અને મંગળ તુલારાશિના હોય તો જ શત્રુસ્થાનમાં હોઈ શકે, પણ માઘ કે ફાગણ માસમાં સૂર્ય તુલા રાશિમાં હોતો નથી પણ મકર અથવા કુંભ રાશિ ઉપર હોય છે, તેથી વષલગ્નમાં મકર કુંભનો સૂર્ય નવમા દશમા સ્થાનમાં હોઈ શકે છઠ્ઠા શત્રુસ્થાનમાં નહિ.
મારા વિચાર પ્રમાણે “શત્રુસ્થિતયોઃ” ને સ્થાને શુદ્ધપાઠ “શૂન્યસ્થિતયો:” એ હોવો જોઈએ. દશમાં સ્થાનનું નામ “આકાશ' છે અને આકાશને માટે શુન્ય શબ્દનો પ્રયોગ પ્રચલિત છે એ સુપ્રસિદ્ધ જ છે.
પ્રબન્ધમાં લગ્ન કુંડલીના ઉપર જણાવેલ સૂર્ય, ચંદ્ર, મંગળ અને ગુરુ આ ચાર ગ્રહોની જ સ્થિતિની ચર્ચા છે, બાકીના બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુના સ્થાન બતાવ્યાં નથી. એ જ દીક્ષા લગ્નનાં સંબન્ધમાં કુમારપાલ ચરિત્ર મહાકાવ્યમાં કૃષ્ણર્ષીય જયસિંહસૂરિ નીચે પ્રમાણે લખે છે :
"अथ श्री वर्धमानस्य प्रासादे सादितांहसि । माघमासस्य धवले पक्षे चातुर्दशेऽहनि ॥ १६१ ॥ रोहिण्यां शनिवारे च रवियोगे त्रयोदशे । સપ્તવત્તાવેજો વૃષત્નને રામે રાવે | ૨૬૨ .”