________________
શ્રી દેવસૂરિ
બધું કરવાનું માથે લીધું.
તે પછી દેવસૂરિએ પોતાના સંદેશવાહકની મારફત કુમુદચન્દ્રને કહેવરાવ્યું કે “અમો પાટણમાં રાજસભા સમક્ષ તમારી સાથે વાદ કરશું, માટે પાટણ આવી જવું, અમો પાટણ જઈએ છીએ.” તે પછી દેવસૂરિએ શુભ સમયમાં પાટણ તરફ વિહાર કર્યો અને સમહોત્સવ પાટણ નગરમાં પ્રવેશ કર્યો.
કમુદચન્દ્ર પણ કર્ણાવતીથી પાટણ તરફ વિહાર કર્યો અને તેના પક્ષવાળાઓએ તેનો નગરપ્રવેશ કરાવ્યો.
આ વખતે થાહડ અને નાગદેવ નામના દેવસૂરિના ભક્ત શ્રાવકોએ આ કાર્યને અંગે દ્રવ્યની જરૂર હોય તો ખર્ચ કરવા દેવસૂરિને પોતાની ઇચ્છા જણાવી પણ આચાર્યે આ કામને અંગે દ્રવ્ય ખર્ચ કરવાની જરૂરત નથી એમ જણાવ્યું, જે ઉપર થાહડે કહ્યું કે “કુમુદચન્દ્ર દ્રવ્ય પ્રયોગથી ગાંગિલમંત્રી વિગેરેને પોતાના પક્ષમાં લઈ લીધા છે” પણ દેવસૂરિએ તે ઉપર કંઈપણ ધ્યાન આપ્યું નહિ અને કહ્યું કે “આમાં દ્રવ્ય ખર્ચવાની કશી જરૂરત નથી, દેવગુરુની કૃપાથી બધું સારું થશે.'
કુમુદચન્દ્રના પક્ષમાં “કેશવ’ નામના ત્રણ વિદ્વાનો અને બીજા કેટલાક સાધારણ મનુષ્યો હતા, જ્યારે દેવસૂરિના પક્ષમાં મહાકવિ “શ્રીપાલ’ અને ‘ભાનુ’ આ બે વિદ્વાનો હતા. મહર્ષિ, ઉત્સાહ સાગર અને રામ આ ત્રણ વિદ્વાનો સભાપતિના સલાહકાર સભ્યો હતા.
સં. ૧૧૮૧ના વૈશાખ શુદિ પૂર્ણિમાને દિવસે વાદિપ્રતિવાદિઓને સિદ્ધરાજે વાદશાળામાં બોલાવ્યા. સ્ત્રીનિર્વાણના વિષયમાં શાસ્ત્રાર્થ થયો અને દેવસૂરિની જીત થઈ, જો કે ગાંગિલમંત્રી જેવા મોટા રાજયાધિકારીઓને કુમુદચન્દ્ર પોતાના પક્ષમાં કરી લીધા હતા છતાં સભાપતિ અને સભ્યોએ નિષ્પક્ષપણે દેવસૂરિની જીત કબુલ કરી અને તેમને જયપત્ર અર્પણ કર્યું અને એકરાર પ્રમાણે પરાજિતવાદી કુમુદચન્દ્રને પાટણ છોડી જવાની આજ્ઞા આપી.
દેવસૂરિની આ યાદગાર જીતની હેમચન્દ્રસૂરિ, શ્રી ચન્દ્રસૂરિ, રાજવૈતાલિક આદિ વિદ્વાનોએ સુન્દર પઘોમાં પ્રશંસા કરી હતી.
આ જીતના પારિતોષિક તરીકે રાજાએ એક લાખ રૂપિયા દેવસૂરિને આપવા માંડ્યા હતા પણ તેમણે લીધા નહિ તેથી રાજાની આજ્ઞાથી મંત્રીએ તે દ્રવ્યથી ઋષભદેવનું ચૈત્ય અને પ્રતિમા કરાવી અને સં. ૧૧૮૩ માં ચાર આચાર્યોના હાથે તેની પ્રતિષ્ઠા થઈ. | દેવસૂરિએ કેટલા ગ્રન્થો બનાવ્યા તે ચોક્કસ જણાયું નથી પણ “પ્રમાણનયતત્ત્વાલકાલકાર” અને તેના બૃહત્ વિવરણ રૂપે લખેલ “સ્યાદ્વાદરત્નાકર” નામનો પ્રમાણ શાસ્ત્રનો આકર ગ્રન્થ વિદ્વાનોમાં ઘણો પ્રસિદ્ધ છે, “સ્યાદ્વાદરત્નાકર' ગ્રન્થ અને એની ભાષા ઉપરથી વિદ્વાનોને દેવસૂરિની પ્રૌઢવિદ્વત્તા અને સંસ્કૃત ઉપરના પ્રભુત્વનો પરિચય મળે છે.
વાદિદેવસૂરિએ સંપૂર્ણ ૮૩ વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને પોતાની પાટે ભદ્રેશ્વરસૂરિ નામના આચાર્ય સ્થાપીને સં. ૧૨૨૬ ના શ્રાવણ વદિ ૭ અને ગુરૂવારે દિવસના પાછલા ભાગમાં આયુષ્ય પૂર્ણ કર્યું હતું.
દેવસૂરિના શિષ્યગણમાં ભદ્રેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ અને માણિકય એ અધિક પ્રસિદ્ધ છે. પહેલા બે શિષ્યોએ દેવસૂરિને “સદ્ધાદરત્નાકર' ગ્રન્થ બનાવવામાં સહકાર આપ્યો હતો એમ તે પોતાના ઉક્ત ગ્રન્થમાં