________________
શ્રી પ્રભાવકચરિત્ર
સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
એકવાર દેવસૂરિ મારવાડ તરફ વિહાર કરતા આબુ આવ્યા અને મંત્રી અમ્બાપ્રસાદની સાથે ઉપર ચઢ્યા. કર્મયોગે ત્યાં અમ્બાપ્રસાદને સર્પદંશ થયો પણ પોતાના ચરણોદકથી તેમણે મંત્રીને નિર્વિષ કર્યો. તે અવસરે દેવસૂરિને અમ્બાદેવીએ કહ્યું કે “હે આચાર્ય ! આ વખતે તમે સપાદલક્ષ દેશ (સાંભર તરફનો પ્રદેશ) તરફ વિહાર ન કરો, કારણ કે હવે તમારા ગુરનું આયુષ્ય કેવલ ૮ મહીનાનું શેષ છે, માટે તમે પાછા પાટણ તરફ ચાલ્યા જાઓ” આથી આચાર્ય પાછા ગુજરાત તરફ વિહાર કરી પોતાના ગુરુ પાસે આવ્યા. આ વખતે દેવબોધ નામક ભાગવત વિદ્વાન્ પાટણમાં આવ્યો અને તેણે પાટણના વિદ્વાનોને ઉદેશીને એક શ્લોક લખ્યો અને એનો અર્થ કરવા ચેલેંજ કરી, તે શ્લોક નીચે પ્રમાણે હતો. –
“દિત્રિવતુપ-પvખેમને ર વ:
દેવવોથે મયદ્ધ પામેનાના: " છ મહીના સુધી કોઈ વિદ્વાને આનો અર્થ ન ઉકેલ્યો ત્યારે અમ્બાપ્રસાદ મંત્રીએ એ કાર્ય માટે રાજાને દેવસૂરિનું નામ સૂચવ્યું, અને રાજાના આમત્રણથી સૂરિએ ત્યાં જઈને પૂર્વોક્ત શ્લોકની સ્પષ્ટાર્થ વ્યાખ્યા કરી સંભળાવી.
પાટણના શ્રાવક બાહડે પોતાના દ્રવ્યનો સદુપયોગ કઈ રીતે થાય તે માટે દેવસૂરિની સલાહ પૂછી, આથી તેમણે જિનમંદિરનો ઉપદેશ કર્યો જે ઉપરથી બાહડે ત્યાં મોટું જિનચૈત્ય કરાવ્યું અને વર્ધમાનજિનની પ્રતિમા તૈયાર કરાવી.
સં. ૧૧૭૮ માં મુનિચન્દ્રસૂરિએ આરાધનાપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું અને સં. ૧૧૭૯ માં પૂર્વોક્ત બાહડે કરાવેલ જનચૈત્ય અને પ્રતિમાની દેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
તે પછી દેવસૂરિએ મારવાડમાં વિહાર કર્યો, નાગોરમાં આલ્હાદન રાજા દેવસૂરિની મુલાકાતે આવ્યો અને તે જ સમયે પૂર્વોક્ત દેવબોધ પણ દેવસૂરિ પાસે આવ્યો અને તેમની પ્રશંસા કરી, આ ઉપરથી આલ્હાદન રાજાને દેવસૂરિના ગુણનો પરિચય થયો અને તેણે ભક્તિપૂર્વક આચાર્યને પોતાના નગરમાં રાખ્યા, એ દરમિયાન ગુર્જરેશ સિદ્ધરાજ આલ્હાદન ઉપર ચઢાઈ કરીને આવ્યો અને નગરને ઘેરો ઘાલ્યો પણ જ્યારે તેના સાંભળવામાં આવ્યું કે દેવસૂરિ નગરમાં છે તો તેણે ઘેરો ઉઠાવી લીધો અને સેના સાથે પાછો પાટણ ચાલ્યો ગયો અને તે પછી દેવસૂરિને પણ પાટણ બોલાવી લીધા, અને તે પછી ફરી આલ્હાદન ઉપર તેણે ચઢાઈ કરીને કિલ્લો ગ્રહણ કર્યો.
એક વાર દેવસૂરિ કર્ણાવતીમાં ત્યાંના સંઘના આગ્રહથી વર્ષાચોમાસું રહ્યા, તે જ ચોમાસું દિગમ્બર ભટ્ટારક કુમુદચન્દ્ર કે જે કર્ણાટકના રાજા જ્યકેશિનો ગુરુ હતો તે પણ કર્ણાવતીમાં રહ્યો હતો, તેણે દેવસૂરિની અનેક પ્રકારે છેડછાડ કરી પણ તેમણે સમતા રાખીને બધું સહન કર્યું, પણ જ્યારે તેણે મર્યાદા મૂકીને ધોળે દહાડે દેવસૂરિના ગચ્છની વૃદ્ધસાધ્વીને હેરાન કરી ત્યારથી તેમણે તેની સાથે પાટણમાં સિદ્ધરાજની સભામાં વાદ કરવાનો નિશ્ચય કર્યો, અને આ કાર્ય સંબન્ધી પાટણના સંઘને વિજ્ઞાપન પત્ર લખીને ખબર આપી, ત્રણ પહોરમાં પત્રવાહક પાટણ પહોંચ્યો, દેવસૂરિનો પત્ર વાંચીને સંધે દેવસૂરિની ઇચ્છાનું અનુમોદન કર્યું અને તેને અંગે