________________
શ્રી દેવસૂરિ
સૂર્યના કિરણોને અગમ્ય' હોવાનું પ્રબન્ધકાર લખે છે, જે વર્ણન મંડારને નહિ પણ “મદુઆને જ લાગુ પડે છે, મંડારના પશ્ચિમ ભાગમાં માત્ર એક સાધારણ ટેકરી આવેલી છે, એથી એ સ્થાન અન્ધકારનો કિલ્લો અને સૂર્યના કિરણોને અગમ્ય બનતું નથી. પણ એ જ વર્ણન આબુની દક્ષિણ ઉપત્યકામાં આવેલ વૈષ્ણવોના તીર્થ મદુઆજીને બરાબર લાગુ પડે છે. | દેવસૂરિ જાતના પોરવાલ વણિક હતા. એમના પિતાનું નામ “વીરનાગ’ હતું અને માતાનું “જિનદેવી.” દેવસૂરિનું ગૃહસ્થાવસ્થાનું નામ ‘પૂર્ણચન્દ્ર' હતું. વીરનાગ મહામારીના કારણે પોતાના ગામનો ત્યાગ કરી દક્ષિણ ગુજરાતના પાટનગર ભરૂચમાં ચાલ્યો ગયો હતો. જયાં એના ગુરુ મુનિચન્દ્રસૂરિ પણ વિહાર કરતા ગયા અને તેમની સૂચનાથી ત્યાંના શ્રાવકોએ વીરનાગને ત્યાં રાખ્યો. આ વખતે પૂર્ણચન્દ્ર ૮ વર્ષનો હતો અને તે સુખડીયાનો ધંધો કરતો હતો. તેનું ભાગ્ય એવું પ્રબલ હતું કે તે સેકેલા ચણા આપીને ધનવાનોને ત્યાંથી દ્રાક્ષા મેળવતો હતો. મુનિચન્દ્રસૂરિએ આ ભાગ્યવાનું બાળકને પોતાનો શિષ્ય કરવાનો વિચાર કરીને વીરનાગ પાસે એની માંગણી કરી, પૂર્ણચન્દ્ર માતાપિતાનો એક જ પુત્ર હતો છતાં વીરનાગ પોતાના ગુરુની પ્રાર્થનાનો ભંગ કરી ન શક્યો અને તે બોલ્યો – પૂજ્ય? “મારે એ વૃદ્ધાવસ્થાનો એક આધાર છે, પણ આપના આગ્રહને હું લોપી શકતો નથી, જો આપની એવી જ ઇચ્છા હોય તો આ બાળક આપનો જ છે, મારે કંઈ પણ વિચાર કરવાનો નથી.' આના ઉત્તરમાં આચાર્ય મુનિચન્દ્ર કહ્યું – “મહાભાગ ! મારા ગચ્છમાં ૫૦૦ સાધુઓ છે તે બધા આ તારા પુત્રના પુત્રો જેવા હો.”
એ પછી મુનિચન્દ્ર સં. ૧૧૫૨ માં પૂર્ણચન્દ્રને ૯ વર્ષની વયમાં દીક્ષા આપીને તેનું ‘રામચન્દ્ર નામ પાડ્યું.” પૂર્ણચન્દ્રની દીક્ષા પછી એનાં માતાપિતાની જીવનપર્યન્ત સારસંભાલ ભરૂચના શ્રાવકગણે કરી.
આચાર્ય મુનિચન્દ્ર વાદિવેતાલ શાન્તિસૂરિ પાસેથી જે પ્રમાણશાસ્ત્રનો વિશાલ બોધ પ્રાપ્ત કર્યો હતો તેનો સંપૂર્ણ ખજાનો પોતાના શિષ્ય રામચન્દ્રને અર્પણ કર્યો, મુનિ રામચન્દ્ર દિલ ખોલીને તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને તેનું સંપૂર્ણ રહસ્ય તેઓ પી ગયા અને એનું પરિણામ પણ અનુરૂપ જ આવ્યું, આચાર્યપદની પ્રાપ્તિ પૂર્વે તેમણે અનેક ઉભટ વાદીઓનો મુકાબલો કર્યો ને વિજય મેળવ્યો. પ્રબન્ધકારે આપેલ યાદી પ્રમાણે એમણે ધોળકામાં બન્ધ નામના દૈતવાદી શૈવવાદીને જીત્યો, કાશ્મીરસાગર અને સાચોરમાં વાદ કરીને જીત મેળવી, નાગોરમાં ગુણચન્દ્ર દિગમ્બરને, ચિત્તોડમાં ભાગવત શિવભૂતિને, ગવાલિયરમાં ગંગાધરને, ધારામાં ધરણીધરને, પોકરણમાં પદ્માકરને અને ભરૂચમાં કૃષ્ણનામક વિદ્વાનને જીત્યો, આમ રામચન્દ્ર અનેક વાદીઓનો પરાજ્ય કરીને ચારેતરફ પોતાની ખ્યાતિ જમાવી દીધી.
વિમલચન્દ્ર, હરિશ્ચન્દ્ર, સોમચન્દ્ર, પાર્શ્વચન્દ્ર, કુલભૂષણ, શાન્તિ અને અશોકચન્દ્ર એ સાત રામચન્દ્રના વિદ્વાન્ મિત્રો હતા.
રામચન્દ્રની યોગ્યતા જોઈ ગુરૂએ તેમને સં. ૧૧૭૪ માં આચાર્ય પદ આપ્યું અને તે સમયે તેમનું ‘દેવસૂરિ' એ નામ સ્થાપન કર્યું અને એ જ અવસરે વીરનાગની બહેન જે પૂર્વે સાધ્વી થયેલ હતી તેણીને મહત્તરાપદ આપીને “ચન્દનબાલા” નામ આપ્યું.
વાદિ દેવસૂરિએ ધોલકામાં ત્યાંના રહેવાસી ઉદયશ્રાવકે કરાવેલ ‘ઉદાવસહિ' નામક ચૈત્યમાં સીમન્વર,