________________
66
શ્રી પ્રભાવક ચરિત્ર
કદર્થના કરતા પણ વીરાચાર્યે વચમાં પડીને તેને છોડાવ્યો. આ પ્રમાણે વીરાચાર્યે સાંખ્યવાદીને જીતીને ‘વિજયપત્ર” મેળવ્યું.
એકવાર સિદ્ધરાજ માલવા ઉપર ચઢાઈ કરવાને જતો હતો ત્યાં વચમાં વીરાચાર્યનું ચૈત્ય આવ્યું, વીરાચાર્ય બલાનક (અગચોકી) માં બેઠા હતા, તે જોઈ સિદ્ધરાજે સમયોચિત કાવ્ય રચવા કહ્યું, જે ઉપરથી વીરાચાર્ય અવસરોચિત કવિત્વ પૂર્ણ પદ્ય રચીને રાજાને સંભળાવ્યું, જે સાંભળી રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે તમારી આ સિદ્ધ વાણીથી હું વિજ્યપતાકા વરીશ. અને એના સત્યાપનરૂપે રાજાએ તે બલાનક ઉપર પતાકા ચઢાવી, જે ઉપરથી ભાવાચાર્યના ચૈત્યના બલાનક ઉપર પતાકા ચઢાવવાની પ્રવૃત્તિ ચાલી.
એકવાર પાટણમાં સિદ્ધરાજની સભામાં કમલકીર્તિ નામનો દિગમ્બર વાદી આવ્યો જેને વીરાચાર્યે સ્ત્રી મુક્તિના વિષયમાં વાદ કરીને લીલામાત્રમાં જીતી લીધો હતો.
ઉપર જણાવ્યા પ્રમાણે વીરાચાર્ય ભાવડગચ્છના સ્થાપક ભાવદેવસૂરિથી ત્રીજા આચાર્ય હતા, વીરાચાર્યના પટ્ટધર શિષ્યનું નામ જિનદેવસૂરિ હતું, જિનદેવ પછી પાછા ભાવેદેવ, વિજયસિંહ, વીર, અને જિનદેવ નામના આચાર્ય થયા હતા, આ ભાવગચ્છમાં એના એ જ ૪ નામના આચાર્યો થયા હતા.
વીરાચાર્યે જેમને હરાવ્યા હતા તે વાદી વાદિસિંહ અને કમલકીર્તિના વિષયમાં વિશેષ કંઈપણ જાણવામાં આવ્યું નથી તેમજ વીરાચાર્યના વિદ્યાગુરુ ગોવિન્દસૂરિને વિષે પણ કંઈ હકીકત જાણવામાં આવી નથી.
વીરાચાર્યના સમયમાં એક ઉલ્લેખ યોગ્ય રાજકીય ઘટના બની હતી તે આ કે સિદ્ધરાજે માલવા ઉપર ચઢાઈ કરી હતી અને તે માલવાના રાજાને જીતીને આવ્યો હતો.
વીરાચર્યની જાતિ, જન્મસ્થાન, દીક્ષા સમય કે સ્વર્ગવાસના સમયનો ક્યાંય પણ ખુલાસો જોવામાં આવતો નથી, પણ એટલું ચોક્કસ છે કે એ આચાર્ય સિદ્ધરાજના સમકાલીન અને ઉંમરમાં પણ સિદ્ધરાજના બરોબરિયા હતા, સિદ્ધરાજનો રાજત્વકાલ સં. ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી હતો. તેથી વીરાચાર્યનો અસ્તિત્વ સમય પણ એ જ બારમા સૈકાનો ઉત્તરાર્ધ ભાગ હોવો જોઈએ.
છે ૨૧. શ્રી દેવસૂરિ
આ દેવસૂરિ જૈનસંઘમાં “વાદિદેવસૂરિ' ના નામથી જ વિશેષ પ્રસિદ્ધ છે; એમનો જન્મ સં. ૧૧૪૩માં અષ્ટાદશશતી દેશના મધ્રાહત ગામમાં થયો હતો.
આબુની આસપાસનો પ્રદેશ પૂર્વે “અષ્ટાદશશતી' દેશના નામથી ઓળખાતો અને તે ગુજરાત દેશનો એક પ્રાન્ત ગણાતો હતો.
એ પ્રદેશમાં આવેલું આધુનિક મદુઆ સ્થાન તે મારા વિચાર પ્રમાણે દેવસૂરિનું જન્મસ્થાન “મદાઢત' હોવું જોઈએ, જો કે “મદાઢત' શબ્દનું રૂપાન્તર “મંડાર' પણ થઈ શકે પણ મદ્રાહત ‘પર્વતમાલાઓથી દુર્ગમ અને