________________
60
શ્રી પ્રભાવકચરિત્ર
વિદ્વાનો અગ્યારમી સદીમાં થયેલ છે.
પ્રબન્ધની સમાપ્તિમાં ગ્રન્થકારે એક વધારાનું પદ્ય આપ્યું છે જેમાં આ ગ્રન્થના સંશોધક પ્રદ્યુમ્નસૂરિના ગુરૂ દેવાનન્દસૂરિએ હૈમ વ્યાકરણથી ઉદ્ધરીને “સિદ્ધ સારસ્વત’ નામનું નવું વ્યાકરણ રચ્યાનો ઉલ્લેખ કરેલ છે.
જે ૧૮. શ્રી સૂરાચાર્ય ની
સૂરાચાર્ય રાજા સંગ્રામસિંહના પુત્ર હતા, ગૃહસ્થાવસ્થામાં એમનું નામ “મહીપાલ’ હતું.
મહીપાલની બાલ્યાવસ્થામાં જ તેના પિતા સંગ્રામસિંહનું મરણ થઈ ગયું હતું તેથી એની માતાએ મહીપાલને દ્રોણાચાર્યની પાસે સંભાળવા અને ભણાવવા માટે રાખ્યો હતો, કારણ કે દ્રોણાચાર્ય એ મહીપાલના કાકા થતા હતા.
દ્રોણાચાર્ય મહીપાલને વ્યાકરણ, ન્યાય, ધર્મશાસ્ત્ર આદિ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને એની માતાને સમજાવીને મહીપાલને જૈન દીક્ષા આપીને સૂરાચાર્ય નામના પોતાના પટ્ટઘર શિષ્ય બનાવ્યા. - દ્રોણાચાર્ય તે સમયના પાટણના રાજા ભીમદેવના મામા થતા હતા. એમના ગુરૂનું નામ ગોવિન્દસૂરિ હોય તેમ જણાય છે, કારણ કે પ્રબન્ધના પ્રારંભમાં તો દ્રોણાચાર્યે સૂરાચાર્યને પોતાના શિષ્ય બનાવ્યાનો ઉલ્લેખ કર્યો છે પણ તે પછી એમને ગોવિન્દસૂરિની પાસે બતાવ્યા છે, આથી માનવાને કારણે મળે છે કે ગોવિન્દસૂરિ એ દ્રોણાચાર્યના ગુરૂ જ હોવા જોઈએ.
સૂરાચાર્ય એક બુદ્ધિશાળી વિદ્વાન હતા, કાવ્ય અને પ્રમાણશાસ્ત્ર ઉપર એમનો સારો કાબુ હતો, પણ સ્વભાવે જરા ગર્વિષ્ઠ અને ક્રોધી હોય એમ જણાય છે. એમનો પોતાના વિદ્યાર્થિઓ ઉપર ઘણો ધાક હતો. એકવાર તો તેમના ક્રૂર સ્વભાવની વિદ્યાર્થિઓને પોતાના મોટા આચાર્ય પાસે શિકાયત પણ કરવી પડી હતી, જે ઉપરથી ગુરૂએ એમને ઉપાલંભ આપતાં કહ્યું કે ‘શિષ્યોને વાદી બનાવવાની તને એટલી ચિન્તા છે તો તું પોતે ભોજની સભાનો પરાજય કરીને આવ્યો છે શું?' 5.1
ગુરૂના આ મર્મ વચનથી સૂરાચાર્યનું લોહી ઉકળી ગયું અને તેમણે પ્રતિજ્ઞા કરી કે “જયાં સુધી ભોજ રાજાની સભાને જીતીને ને આવું ત્યાં સુધી છએ વિગઈનો ત્યાગ છે” તે પછી સૂરાચાર્યને ઘણાય સમજાવ્યા પણ તેમણે પોતાની પ્રતિજ્ઞા છોડી નહિ, છેવટે તેઓ ગુરૂની અને ભીમદેવની આજ્ઞા લઈને માલવામાં ગયા અને ભોજરાજાના વિદ્વાનોને પરાજ્ય આપીને પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની સાથે તેમણે પોતાની બુદ્ધિનો ચમત્કાર પણ બતાવ્યો.
રાજા ભોજે પ્રથમ તો સૂરાચાર્યનો સત્કાર કર્યો હતો પણ અત્તે એમના અભિમાન અને ઉદ્ધતાઇથી તે અતિશય નારાજ થઈ ગયો હતો. જો જૈન કવિ ધનપાલે સમયસૂચકતાથી એમને ન બચાવ્યા હોત તો રાજા ભોજ તરફથી એમને પોતાના ઔદ્ધત્યનો શો પુરસ્કાર મલત તે કલ્પવું મુશ્કેલ છે.