________________
શ્રી મહેન્દ્રસૂરિ
59
તે કવિએ રાજાને વાંચી સંભળાવી હતી. રાજાએ કથાને પસંદ તો કીધી પણ તેના ખાસ ખાસ પ્રસંગોમાં નામ બદલી નાખીને કથાની કાયા પલટી નાખવાની તેણે સૂચના કરી, પણ ધનપાલે તે મંજૂર રાખી નહિ અને રાજાને એવો જડબાતોડ ઉત્તર આપ્યો કે જે સાંભળી રાજાએ ગુસ્સે થઈને કથાનું પુસ્તક આગમાં નાખી દીધું, આથી કવિ ધનપાલનું દિલ ખાટું થઈ ગયું, જો કે કથા તો તેણે પોતાની પુત્રીની યાદદાસ્ત ઉપરથી પાછી લખી નાખી, પણ તે પછી તેણે ધારાનો સદાને માટે ત્યાગ કર્યો અને મારવાડના સાચોર તીર્થમાં જઈ ભગવાન મહાવીરની પૂજા આરાધનામાં પોતાનું શેષ જીવન વીતાવવાનો નિશ્ચય કરીને ત્યાં રહ્યો.
રાજા ભોજે થોડા વખત સુધી તો ધનપાલની દરકાર ન કરી પણ કૌલકવિધર્મે આવીને જયારે તેની સભાનો પરાજય કર્યો ત્યારે તેને ધનપાલની હાજરીની આવશ્યકતા સમજવામાં આવી, તપાસ કરાવતાં તેને ધનપાલનો પત્તો લાગ્યો અને ધારામાં આવવા માટે ધનપાલને બહુમાન પૂર્વક આમંત્રણ મોકલ્યું પણ દૂહવાયેલ કવિએ તેનો સ્વીકાર ન કર્યો, ભોજે બીજીવાર આમંત્રણ મોકલીને કહેવરાવ્યું કે “તું મુંજનો મોટો પુત્ર છે અને હું છોટો, આ અવન્તિ દેશ તારો છે, આ દેશની રાજસભાની જીત તે તારી જીત, અને એની હાર તે તારી હાર છે, મારા માટે નહિ પણ તારા દેશની લાજની ખાતર તારે આવવું હોય તો આવ. ચાહે ન આવ. મારે આ વિષે વધારે કહેવા જેવું નથી.'
રાજાનાં આ વચનો સાંભળીને ધનપાલ ધારાનગરીએ આવ્યો અને કૌલકવિધર્મનો પરાજય કર્યો. - કૌલકવિધર્મ ભરૂચ નિવાસી સૂરદેવ બ્રાહ્મણનો પુત્ર હતો, એ બાળપણમાં તો અભણ અને મૂર્ખપ્રાય હતો, પણ પાછળથી કોઈ એક યોગિનીના વરદાનથી એને કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ હતી અને ત્યારથી જ એ કવિ બનીને ઘર છોડીને ચાલી નિકળ્યો હતો. ધનપાલ તેમજ શાન્તિસૂરિ નામના જૈન આચાર્ય આ ધર્મ કવિને વાદમાં જીત્યો હતો.
ભોજના રાજદ્વાર ઉપર ધર્મ કવિએ પોતાનું સૂચના પત્ર ચોટાડ્યું તેમાં તેણે અનેક વિદ્વાનોને જીત્યાની ડીંગ હાંકી હતી, તેણે લખ્યું હતું કે – જેણે ગૌડ ભૂમિમાં “શંભુ” નામના પંડિતને ધારાનગરીમાં ‘કિંજ' નામથી. પ્રસિદ્ધ વિદ્વાનને ભક્ટિ મંડલમાં ‘વિષ્ણુ” પંડિતને અને કાન્યકુબ્ધનો “પશુપતિ’ નામના વિદ્વાનને જીત્યો છે તે કવિ “ધર્મ” આ સ્વયં ઉપસ્થિત થયો છે.
આ કવિ ધર્મ અને એણે જીતેલા વિદ્વાનોના વિષયમાં ઇતિહાસ સંશોધક વિદ્વાનોએ વિશેષ અનુસંધાન કરવું જોઇએ. આચાર્ય મહેન્દ્રસૂરિનો સમય શિથિલાચાર પ્રધાન હતો છતાં એ પોતે સુવિહિત ક્રિયાપાત્ર સાધુ હતા એમ જણાય છે.
આચાર્ય મહેન્દ્રસૂરિએ કોઈ ગ્રન્થ પ્રકરણની રચના કર્યાનો લેખ જણાતો નથી પણ એમના શિષ્ય શોભન મુનિએ-કે જેઓ બહુ જીવ્યા ન હતા–“ચતુર્વિશતિ જિનસ્તુતિની રચના કરી હતી જે હજી પણ ઉપલબ્ધ થાય છે. આ ચતુર્વિશતિ નામના ગ્રન્થ ઉપર પંડિત ધનપાલે “અવચૂરિ' લખેલ છે.
અવચૂરિ ઉપરાન્ત તિલકમંજરી કથા, પાઇપલચ્છીનામમાલા, સ્તુતિ ઋષભ પંચાશિકા, આટલાં ધનપાલે રચેલા ગ્રન્થો આજે ઉપલબ્ધ થાય છે.
મહેન્દ્રસૂરિ, ધનપાલ, શોભન, કવિ ધર્મ, રાજા ભોજ, અને શાન્તિસૂરિ પ્રબન્ધમાં ઉલ્લેખાયેલ આ બધા