________________
શ્રી પ્રભાવકચરિત્ર
ગુરુ પરમ્પરામાં શિથિલાચારનો પ્રવેશ હશે એમ જણાય છે.
પાટણમાં મુનિચન્દ્રસૂરિને સુવિહિત હોવાના કારણે ઉતરવાને ઉપાશ્રય નહોતો મલતો અને શાન્તિસૂરિએ કહીને શ્રાવકનું મકાન તેમને ઉતરવાને અપાવ્યું, આ ઉપરથી પણ જણાય છે કે પાટણમાં તે સમયે શિથિલાચારીઓનું સામ્રાજય હતું છતાં સુવિહિતોનો પણ ત્યાં વિહાર થવા માંડ્યો હતો અને ધીરે ધીરે તેમને માટે ઉપાશ્રયોની સગવડ થવા લાગી હતી.
શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન ટીકા ઉપરાન્ત ધનપાલની તિલકમંજરી કથા ઉપર એક સુન્દર ટિપ્પણ પણ લખ્યું છે જે પાટણના ભંડરોમાં આજે પણ વિદ્યમાન છે.
જીવવિચાર પ્રકરણ અને ચૈત્યવન્દન મહાભાષ્ય નામના ગ્રંથો પણ આ જ શાન્તિસૂરિની કૃતિ હોવાનું મનાય છે.
૨ ૧૦ શ્રી મહેન્દ્રસૂરિ
મહેન્દ્રસૂરિના પ્રબન્ધમાં મહેન્દ્રસૂરિ, શોભન, ધનપાલ અને કોલકવિ “ધર્મ આ ચાર વિદ્વાનોનાં વૃત્તાન્તો આવે છે.
મહેન્દ્રસૂરિની હકીકત આમાં ઘણી જ ટૂંકી મળે છે, તેમના જન્મ, જાતિ કે ગુરૂના સંબન્ધમાં કંઈ પણ ઉલ્લેખ નથી. પ્રબન્ધ ઉપરથી માત્ર એટલું જાણી શકાય છે કે તેઓ ચન્દ્ર કુલના આચાર્ય હતા અને તેમણે સર્વદેવ બ્રાહ્મણને તેનું ગુપ્ત નિધાન બતાવીને તેના બદલામાં તેના છોટા પુત્ર શોભનને પોતાનો શિષ્ય બનાવ્યો
હતો.
ધનપાલ અને શોભન એ બંને સગા ભાઈ હતા, એમના પિતાનું નામ સર્વદેવ અને દાદાનું નામ દેવર્ષિ હતું. એમનું મૂલ નિવાસસ્થાન મધ્યદેશમાંનું સાંકાશ્ય હતું, પણ દેવર્ષિના વખતથી જ એ કુટુમ્બ ધારામાં આવ્યું અને રાજયમાં સારી પ્રતિષ્ઠા પામ્યું હતું.
મહેન્દ્રસૂરિ શોભનને એના પિતાની આજ્ઞાથી જૈન દીક્ષા આપીને લઈ ગયા હતા, પણ ધનપાલ એ વાત જાણતાં ઘણો જ વિરૂદ્ધ થયો હતો, એટલું જ નહિ પણ રાજાને સમજાવીને તે પ્રદેશમાં જૈન સાધુઓનું આગમન જ તેણે બબ્ધ કરાવી દીધું હતું.
પ્રબન્ધકાર લખે છે કે ધનપાલના વિરોધનાં પરિણામે ૧૨ વર્ષ પર્યન્ત ધારામાં કોઈ પણ શ્વેતામ્બર મતનો સાધુ આવી શક્યો નહિ પણ જયારે શોભન મુનિને એ વાતની ખબર પડી તો તેઓ કેટલાક સાધુઓને પોતાની સાથે લઈ ધારામાં ગયા અને તે પ્રતિબન્ધ દૂર કરાવ્યો એટલું જ નહિ પણ ખુદ ધનપાલને પણ જૈન બનાવી
લીધો.
જૈન થયા પછી ધનપાલે તિલકમંજરી નામની એક આખ્યાયિકા બનાવી હતી અને ભોજરાજાની પ્રાર્થનાથી