________________
શ્રી શાન્તિસૂરિ
57
એકવાર કવિ ધનપાલના મુખથી પ્રશંસા સાંભળીને કૌલ (શક્તિ ઉપાસક) કવિ ધર્મ શાન્તિસૂરિની મુલાકાતે પાટણમાં આવ્યો અને થારાપદ્ર ગચ્છના ઉપાશ્રયમાં તેમની સાથે વાદ કરીને પરાજિત થયો.
એ સિવાય એક દ્રાવિડ વાદીએ પણ શાન્તિસૂરિને હાથે પરાજય મેળવ્યો હતો. આ વાદીનું નામ પ્રબન્ધમાં જણાવ્યું નથી. પ્રબન્ધકાર લખે છે કે થરાદમાં નાગિનીદેવી શાન્તિસૂરિના વ્યાખ્યાનમાં નિયમિત રીતે આવતી હતી, શાન્તિસૂરિનું ૬ માસનું આયુષ્ય શેષ રહ્યું ત્યારે નાગિનીએ તેમને ગચ્છની વ્યવસ્થા કરવાની સૂચના કરી હતી જે ઉપરથી તેમણે પોતાના ૩૨ શિષ્યોમાંથી વીર, શાલિભદ્ર અને સર્વદેવ આ ત્રણને સૂરિપદ અર્પણ કર્યું, આમાં વીરસૂરિની સંતતિ આગળ ચાલી નહિ પણ રાજપુરમાં ‘નેમિનાથ” એ વીરસૂરિનું શાશ્વત સ્મારક રહ્યું, જયારે શાલિભદ્રસૂરિ અને સર્વદેવસૂરિની શિષ્ય સંતતિ હજી (સં. ૧૩૩૪) સુધી પાટણમાં વિદ્યમાન છે.
શાન્તિસૂરિએ પૂર્વોક્ત રીતે ગષ્ણવ્યવસ્થા કરીને શ્રાવક યશના પુત્ર સોઢની સાથે ગિરનાર તરફ પ્રયાણ ' કર્યું અને થોડા જ દિવસોમાં ગિરનાર જઈને અનશન ધારણ કર્યું અને ૨૫ દિવસ સુધી અનશન પાળી સં. ૧૦૯૬ ના જેઠ સુદિ ૯ મંગળવાર અને કૃતિકા નક્ષત્રમાં તે સ્વર્ગવાસ પામ્યા.
શાન્તિસૂરિના ગુરૂ વિજયસિંહસૂરિના વિષે વિશેષ જાણવામાં આવ્યું નથી, એ નામના અનેક આચાર્યોગ્રન્થકર્તા પણ-થઈ ગયા છે; પણ વિશેષ વિવરણ ન મળવાથી એ વિષે કંઈ પણ સ્પષ્ટીકરણ થવું અશક્ય છે. આ આચાર્યનો ગચ્છ જે ‘થારાપદ્ર ગચ્છ” ના નામથી ઓળખાય છે તે જૈન ઇતિહાસમાં ઘણો પ્રસિદ્ધ છે, એમાં અનેક વિદ્વાનું અને ધુરંધર આચાર્યો થઈ ગયા છે. રામસણના એક જૈન લેખ ઉપરથી જણાય છે કે આ ગચ્છના આદિ પુરૂષ ‘વટેશ્વરાયે” હતા કે જે કુવલયમાલાવાળા ‘વડેસર આયરિય” થી અભિન્ન જણાય છે અને એ ઉપરથી આ ગચ્છની ઉત્પત્તિ લગભગ વિક્રમની સાતમી સદીમાં થયાનું અનુમાન કરી શકાય છે. - ડીસા કેમ્પની પશ્ચિમમાં લગભગ ૨૫ કોશ ઉપર આવેલ આજનું “થરાદ' તે જ આ ગચ્છનું ઉત્પત્તિ સ્થાન પ્રાચીન “થારાપદ્ર' છે.
શાન્તિસૂરિનું જન્મગામ પાટણથી પશ્ચિમમાં ‘ઉન્નતાયુ' નામે પ્રબન્ધકારે બતાવ્યું છે તે રાધનપુર પાસેનું આજકાલનું ‘ઉણ' નામનું ગામ સમજવાનું છે.
પાટણમાં ભીમદેવનું રાજ્ય સં. ૧૦૭૮ થી ૧૧૨૦ સુધીમાં હતું. એથી શાન્તિસૂરિએ ૧૮ વર્ષ ભીમદેવનું રાજય જોયું અને એ સમય દરમિયાન તેમણે “કવીન્દ્ર' અને “વાદિ ચક્રવર્તી'ના બિરુદ મેળવ્યાં ગણાય.
ધનપાલ કવિએ વિક્રમ સંવત્ ૧૦૨૯માં પોતાની બહેન માટે “પાઇયલચ્છીનામમાલા' ની રચના કરી તે વખતે તે જૈન થઈ ચૂક્યો હતો. આથી ધનપાલ તે વખતે ૨૦-૨૫ વર્ષની અવસ્થામાં હશે એમ માનીએ તો તેને શાન્તિસરિનો સમવયસ્ક કહી શકાય. ભોજરાજાનો રાજત્વકાલ ૧૦૬૭ થી ૧૧૧૧ સુધીમાં હતો, આથી આ બંને વિદ્વાનોથી ભોજ અવસ્થામાં લઘુ હતો એમ કહી શકાય, મહેન્દ્રસૂરિના પ્રબન્ધ ઉપરથી પણ એ વાતને ટેકો મળે છે કે ધનપાલ થકી ભોજ પોતે અવસ્થામાં છોટો હતો.
શાન્તિસૂરિનો સમય શિથિલાચાર પ્રધાન હતો, શાન્તિસૂરિ પોતે પણ અપ્રતિબદ્ધ વિહારી હોય તેમ ઓછું જણાય છે, એમને ભોજે વિજ્યનું પારિતોષિક આપ્યું અને તે એમણે ધર્મમાર્ગમાં ખર્ચાવ્યું. આ તો એક જુદી વાત છે પણ એમના ગચ્છના ઉપાશ્રયને પ્રબન્ધકારે બે ઠેકાણે “મઠ'ના નામથી ઉલ્લેખ્યો છે. આથી પણ એમની