________________
શ્રી અભયદેવસૂરિ
ભોજના કોપનું વિશેષ કારણ એ થયું હતું કે એમણે ભોજકૃત વ્યાકરણ ગ્રન્થમાંથી ભૂલો બતાવીને માલવીય પંડિતોની મશ્કરી કરી હતી, આથી ભોજ તેમના ઉપર ગુસ્સે થયો હતો અને તેમને સભામાં બોલાવી કઠોર દંડ કરવાનો હતો. પણ તે પહેલાં જ કવિ ધનપાલે તેમને ઉપાશ્રયમાંથી ગુપ્ત રીતે પસાર કરીને સંતાડી રાખ્યા અને પાછળથી એમને સકુશળ ગુજરાતમાં પહોંચાડી દીધા હતા. સૂરાચાર્યનો સમય શિથિલાચારનો હતો, એમના દાદાગુરુ ગોવિન્દસૂરિની નિશ્રાનું પાટણમાં એક પ્રસિદ્ધ જિન ચૈત્ય હતું અને તેમાં પર્વ દિવસોમાં નાટક અને નર્તકીનો નાચ થતો હતો. સૂરાચાર્યે પોતે જ્યારે ધારામાં પ્રવેશ કર્યો ત્યારે હાથીની સવારીએ અને પાછા પાટણમાં આવ્યા ત્યારે પણ હાથીની સવારીથી નગરપ્રવેશ કર્યો હતો. જો કે પ્રબન્ધકાર આવી વિહાર સંબન્ધી ક્રિયાઓનું પ્રાયશ્ચિત્ત અપાવે છે, પણ આ પ્રવૃત્તિઓ શિથિલાચારની નિશાનીઓ છે એમાં તો કંઈ પણ સંશય જેવું નથી. - સૂરાચાર્ય ધારામાં જે ચૂડસરસ્વત્યાચાર્યના અતિથિ બને છે તે આચાર્ય પણ ચૈત્યવાસી હોવાનો વિશેષ સંભવ છે.
સૂરાચાર્ય ધારામાં ગયા તે વખતે ત્યાં એક વિશિષ્ટ ઘટના બનવાનું વર્ણન પ્રબન્ધમાં કર્યું છે, જેનો સાર એ છે કે રાજા ભોજે સર્વ દર્શનવાળાઓને એક ઠેકાણે કેદ કર્યા હતા, જેનું કારણ એ હતું કે રાજા બધાને ધર્મના વિષયમાં એકમત કરવા માગતો હતો પણ સૂરાચાર્યે રાજાને સમજાવીને બધાને કેદમુક્ત કરાવ્યા હતા. આ હકીકત એક કલ્પિત ઘટના લાગે છે; રાજા ભોજ જેવો વિદ્વાન રાજા આવી ઘેલછા કરે એ માનવા જેવી વાત નથી, એમ લાગે છે કે અન્ય સંબન્ધની એ કથા આ વૃત્તાન્તની સાથે કવિએ દન્તકથા રૂપે જોડી દીધી છે. સૂરાચાર્યે આદિનાથ અને નેમિનાથના વર્ણનમાં એક દ્વિસન્ધાન કાવ્ય બનાવ્યાનો ઉલ્લેખ છે કદાચ આ કાવ્યનું નામ “નેમિનાભેય દ્વિસંધાન કાવ્ય” હોય.
૧૯. શ્રી અભયદેવસૂરિ
-
છા
અભયદેવની કથાનો પ્રારંભ ભોજરાજાના સમયથી થાય છે. ભોજના રાજત્વ કાળમાં ધારામાં એક શ્રીમન્ત શેઠ વસતો હતો, કે જેનું નામ “લક્ષ્મીપતિ’ હતું. એ જ લક્ષ્મીપતિને ત્યાં રહેલ મધ્યદેશના કૃતબ્રાહ્મણના પુત્ર શ્રીધર અને શ્રીપતિ નામના બે વિદ્વાન જુવાન બ્રાહ્મણોએ આચાર્ય વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેઓ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામથી પ્રસિદ્ધ થયા હતા.
વર્ધમાનસૂરિ પૂર્વે કૂર્યપુર (કૂચેરા) ના ચૈત્યવાસી આચાર્ય હતા ૮૪ જિન મંદિરો એમની નિશ્રામાં હતાં, પણ એમણે ચૈત્યવાસનો ત્યાગ કરી સુવિહિત માર્ગનો સ્વીકાર કર્યો હતો.
આ વખતે પાટણમાં ચૈત્યવાસિઓનું પ્રાબલ્ય હતું, તે એટલા સુધી કે તેમની સંમતિ સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી શકતા નહોતા. આચાર્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને