________________
શ્રી વીરગણિ
બનાવથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને વીરસૂરિ પાસે જઈ તેણે દીક્ષા ગ્રહણ કરી, એ જ રૂદ્ર દીક્ષિત થઈ વીરસૂરિના પટ્ટધર શિષ્ય શ્રી ચન્દ્રસૂરિ થયા.
55
સં. ૯૩૮માં વીરગણિનો જન્મ થયો. સં. ૯૮૦માં દીક્ષા લીધી અને સં. ૯૯૧માં વર્ષમાં સ્વર્ગવાસ થયો. વીરગણિનો સમય શિથિલાચાર પ્રધાન હતો છતાં વીર જેવા ગર્ભશ્રીમન્તોએ ક્રોડોની સંપત્તિનો ત્યાગ કરીને જે ઉગ્ર ત્યાગમાર્ગનો દાખલો બેસાડ્યો હતો તે જણાવતો હતો કે આ સમયે પણ ખરા ત્યાગીઓનો અભાવ ન હતો.
વીરના દીક્ષાગુરૂ વિમલગણિ કયા ગચ્છના હતા તે જણાયું નથી, અને તેમને સૂરિપદ આપનાર વર્ધમાનસૂરિ કયા તે પણ કહેવું મુશ્કેલ છે. વિક્રમની અગ્યારમી સદીના મધ્યમાં થયેલ ચંદ્રકુલીન વર્ધમાનસૂરિને જો એમના આચાર્યપદદાતા માનીએ તો વીરગણિના સમય સાથે તેમનો સમય મળતો નથી. વીરે સં. ૯૮૦માં દીક્ષા લીધી હતી, જ્યારે ઉક્ત વર્ઝમાનસૂરિ વિ. સં. ૧૦૮૪માં વિદ્યમાન હતા.
વી૨ના સમયમાં ભીનમાલમાં ધૂમરાજ વંશી ‘દેવરાજ' નામનો રાજા હોવાનું પ્રબન્ધમાં લખેલ છે. ધૂમરાજ એ પ૨મા૨ોનો આદિ પ્રસિદ્ધ પુરૂષ હતો. વિક્રમની અગ્યારમી સદીમાં જાલોરમાં પણ દેવરાજ નામનો પરમાર રાજા રાજય કરતો હતો. અને તે વખતે ભીનમાલ જાલોરને તાબે પણ હતું; છતાં આ દેવરાજ અને ભીનમાલનો દેવરાજ એક હતો કે ભિન્ન તે કહી શકાય તેમ નથી; કારણ કે આ બંનેનો સમય કંઈક ભિન્ન છે. વીરગણિના સમયમાં પાટણમાં ચામુણ્ડરાજ રાજ્ય કરતો હતો. અને તેને વલ્લભરાજ આદિ પુત્રો હતા એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે. મેરૂતુંગની સ્થવિરાવલી ટીકાના લેખ પ્રમાણે પાટણમાં ચાવડા વંશી ચામુણ્ડરાજ નામનો રાજા દશમી સદીમાં થઈ ગયો છે જેનો રાજ્ય સમય સં. ૯૪૪ થી ૯૭૦ સુધી હતો. પણ પ્રબન્ધના લેખ પ્રમાણે વીરગણિએ સં. ૯૮૦માં દીક્ષા લીધી હોવાથી તેની સાથે આ સમયનો મેળ મળતો નથી. પ્રાચીન રાજ્ય પદ્માવલિઓના લેખ પ્રમાણે મૂલરાજનો ઉત્તરાધિકારી ચામુણ્ડરાજ હતો અને તેને વલ્લભરાજ આદિ પુત્રો પણ હતા, પણ આ ચામુંડનો સમય પણ વીરગણિના સમય સાથે મેલ ખાતો નથી, વીરગણિનો શ્રમણત્વકાલ ૯૮૦ થી ૯૯૧ સુધીનો છે જ્યારે આ ચામુણ્ડરાજનો રાજત્વકાલ ૧૦૫૩ થી ૧૦૬૬ સુધીમાં હતો. વળી ચામુણ્ડનો મંત્રી વીર હોવાનું પ્રબન્ધકાર જણાવે છે. વીરમંત્રી પ્રસિદ્ધ મંત્રી વિમલશાહના પિતા હતા અને વિમલનો સમય વિક્રમની અગ્યારમી સદીનો ઉત્તર ભાગ હતો. કેમકે સં. ૧૦૮૮ માં વર્ષમાં વિમલે આબુના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. આથી વિમલના પિતા વીરનો સમય પણ અગ્યારમી સદીનો પૂર્વ ભાગ જ માની શકાય દશમી સદીનો ઉત્તરભાગ નહિ.
ઉપરની બધી વાતોનો વિચાર કરતાં પ્રબંધમાં જણાવેલ વીરગણિનો અસ્તિત્વ સમય નિર્દોષ હોવો મુશ્કેલ લાગે છે, અને જો તેને સત્ય જ માનીએ તો પ્રથમ તો ધૂમરાજ વંશ્ય દેવરાજનું તે સમયના ભીનમાલના રાજા તરીકેનું અસ્તિત્વ સાબિત કરવું જોઈએ. બીજું વીરમંત્રી અને ચામુણ્ડને વલ્લભરાજ પુત્ર હોવા સંબન્ધી હકીકત અસત્ય માનવી પડશે. પણ હું ધારૂં છું ત્યાં સુધી એ વાતો ખોટી નહિ પણ વીરનો અસ્તિત્વ સમય જ આમાં ગલત બતાવેલ છે. ખરી રીતે વીરગણિ અગ્યારમી સદીના પૂર્વાર્ધમાં થયેલ વ્યક્તિ હોવા જોઈએ, તે સમયમાં જાલોરના પ૨મા૨ રાજા ચન્દનના પુત્ર દેવરાજનું ભીનમાલમાં રાજ્ય હતું. પાટણમાં મૂલરાજપુત્ર ચામુણ્ડનું રાજ્ય હતું. એ બધી વાતોનો સમન્વય થવા સાથે વર્ધમાનસૂરિનું સમકાલીનપણું પણ સહજે મળી રહે છે.