________________
શ્રી વીરગણિ
છે. આમ એકબીજાથી લગભગ અઢીસો વર્ષને આંતરે થયેલ માઘ અને સિદ્ધર્ષિને પિતરાઈ ભાઈ કેવી રીતે માની શકાય તે પ્રબન્ધકાર જ જાણે. અમારા વિચાર પ્રમાણે તો આ હકીક્ત કેવળ દન્તકથા છે અને એમાંથી જો કંઈ પણ સારાંશ કાઢીએ તો એટલો જ નીકળી શકે કે સિદ્ધર્ષિ પ્રસિદ્ધ કવિ માઘના વંશમાં થયા હતા.
સિદ્ધર્ષિનો સમય ચૈત્યવાસિઓના સામ્રાજ્યનો સમય હતો; છતાં સિદ્ધર્ષિ અને એમના ગુરૂ ગુરૂભાઈઓ વિગેરે ત્યાગ-વૈરાગ્યવાનું હતા. જો કે સિદ્ધર્ષિએ પોતે ઉપમિતિભવપ્રપંચી કથાનું વ્યાખ્યાન મંદિરના અગ્રમણ્ડપમાં બેસીને કર્યું હતું છતાં તે સુવિહિત સાધુ હતા, ચૈત્યમાં ધર્મોપદેશ કરનારને ચૈત્યવાસી માની લેવાની કોઈ ભૂલ ન કરે. જિનમંદિરમાં બેસીને ધર્મોપદેશ કરવો, એ પ્રત્યેક સાધુનો શાસ્ત્રવિહિત અધિકાર છે. નૂતન ગચ્છસૃષ્ટિ પહેલાં ચૈત્યવાસી કે સુવિહિત સાધુ દરેક જિનચૈત્યના અગ્રમણ્ડપમાં બેસીને ધર્મકથા કરતા હતા. પણ નૂતનગચ્છ પ્રવર્તકોએ અનેક પ્રવૃત્તિઓની જેમ આ પ્રવૃત્તિને પણ ચૈત્યવાસીઓની પ્રવૃત્તિ માનીને એનો નિષેધ કરવા માંડ્યો. ત્યાર પછી ધીરે ધીરે આ પ્રવૃત્તિ બંધ પડી ગઈ. * સિદ્ધર્ષિના વિહાર સંબન્ધી વિશેષ માહિતી મળતી નથી. પણ એમના ગુરૂઓ અને ગુરૂભાઈઓ ગુજરાતમાં વિચર્યા હતા, એ જોતાં એમનો વિહાર પણ ઘણે ભાગે ગૂર્જરભૂમિમાં અને મારવાડમાં થયો હશે.
સિદ્ધર્ષિ સારા વ્યાખ્યાતા હતાં અને એથી જ એમને “સિદ્ધ વ્યાખ્યાતા” આવું બિરુદ મળ્યું હતું.
સિદ્ધર્ષિએ ‘ઉપદેશમાળા વૃત્તિ’ ‘અને ઉપમિતિ ભવપ્રપંચ કથા’ આ બે ગ્રન્થો રચ્યાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે. પણ ‘ન્યાયાવતારવૃત્તિ’ નામનો એક ન્યાય વિષયનો ગ્રન્થ પણ એમણે બનાવ્યો છે. આ ત્રણે ગ્રન્થ વર્તમાન છે, પણ એ ઉપરાંત કોઈ ગ્રન્થ એમણે બનાવ્યો હતો કે નહિ તે જાણવામાં નથી.
સિદ્ધર્ષિનો જન્મ, દીક્ષા અને સ્વર્ગવાસ સંબન્ધી સમય જાણવામાં આવ્યો નથી. માત્ર તેઓ સં. ૯૬૨ માં વિદ્યમાન હતા એમ ઉપમિતિભવપ્રપંચાથી સિદ્ધ થાય છે.
૧૫. શ્રી વીરગણિ.
વીરગણિ ગૃહસ્થાવસ્થામાં ભીનમાલના રહેવાસી પ્રાગ્રહર શિવનાગ શેઠના પુત્ર હતા, એમની માતાનું નામ પૂર્ણલતા હતું.
વીરે કોટિધ્વજ શેઠના પુત્ર હોઈ ૭ કન્યાઓનું પાણિગ્રહણ કર્યું હતું, છતાં તે ધર્મના સંસ્કારવાળો હતો. પિતાના મરણ પછી તેણે પર્વ દિવસોમાં સાચોરની યાત્રા કરવાનો નિયમ કર્યો હતો. અને પોતાની માતાના મરણ પછી તો વીરનું મન સંસારથી બિલકુલ ઉતરી ગયું હતું. તેણે પોતાના ધનમાંથી એક એક ક્રોડ એક એક સ્ત્રીને આપીને બાકીનું સર્વ ધન સંઘપૂજા અને દેરાસરોમાં ખર્ચે ગૃહસ્થવેશે જ પરિગ્રહનો ત્યાગી થઈ સાચોર જઈને તે ભગવાન મહાવીરની આરાધનામાં લાગ્યો હતો. આઠ આઠ ઉપવાસને પારણે નિર્વિકૃતિક પ્રાસુક ભોજન કરતો અને નગરની બહાર સ્મશાન વિગેરેમાં રહીને કાયોત્સર્ગ ધ્યાન કરી વિવિધ કષ્ટોને સહતો. વીર મહાનું તપસ્વી થઈને સાચોરમાં રહેતો હતો.
એકવાર સાંજના સમયે કાયોત્સર્ગ માટે તે ગામ બહાર ગયો, તેટલામાં મથુરાથી વિચરતા આવેલા