________________
શ્રી પ્રભાવકચરિત્ર
પણ તેણે માન્યું નહિ અને છેવટે પિતાની આજ્ઞા મેળવીને તેણે દીક્ષા ગ્રહણ કરી. આમ માતાનું તિરસ્કાર વચન એ જ સિદ્ધના વૈરાગ્યનું કારણ થયું.
સિદ્ધર્ષિના ગુરુ ગર્ગષિ નિવૃતિ કુલીન સુરાચાર્યના શિષ્ય હતા એમ પ્રબંધકાર લખે છે. સિદ્ધર્ષિ પોતે પણ ઉપમિતિભવપ્રપંચાની પ્રશસ્તિમાં પ્રથમ નિવૃતિકુલ અને સૂરાચાર્યનો જ ઉલ્લેખ કરે છે; પણ તે પછી દેલ્લમહત્તરનો અને દેલ્લમહત્તર પછી દુર્ગસ્વામીનો નામોલ્લેખ કરીને છેવટે દુર્ગસ્વામીના અને પોતાના દીક્ષાદાયક તરીકે ગર્મર્ષિનો નિર્દેશ કરે છે. આ ઉપરથી એમ જણાય છે કે સૂરાચાર્યના બે શિષ્યો હશે પહેલા દલ્લમહત્તર અને બીજા ગર્ગષિ, દેલ્લમહત્તરના દુર્ગસ્વામી અને ગર્મર્ષિના સિદ્ધર્ષિ શિષ્ય હશે અને આ બંનેની દીક્ષા ગર્મર્ષિના હાથે થઈ હશે.
પ્રબન્ધમાં કુવલયમાલા કથા સિદ્ધર્ષિના ગુરુભાઈ દાક્ષિણ્યચન્દ્ર બનાવ્યાનો ઉલ્લેખ છે તે વિચારવા જેવો છે, કારણ કે “કુવલયમાલાકથાના કર્તાનું નામ “દાક્ષિણ્યચંદ્રનહિં પણ “દાક્ષિણ્યચિહ્ન છે અને તે સિદ્ધર્ષિના ગુરૂભાઈ નહિ પણ ચન્દ્રકુલના આચાર્ય હતા. અને તેમણે વિક્રમ સંવત્ ૮૩૫માં વર્ષમાં કુવલયમાલાની રચના કરી હતી, જયારે સિદ્ધર્ષિએ વિક્રમ સંવત ૯૬૨ માં ઉપમિતિભવપ્રપંચની રચના કરી હતી. આવી રીતે દાક્ષિણ્યચિહ્ન સિદ્ધર્ષિથી ૧૨૭ વર્ષ પૂર્વે થઈ ગયા છે. આ સ્થિતિમાં કુવલયમાલા કથાકાર અને ઉપમિતિભવપ્રપંચા કથાકારને સમકાલીન ગુરૂભાઈ માનવામાં મોટો વિરોધ આવે છે. કદાચ દાક્ષિણ્યચિહ્નથી દાક્ષિણ્યચન્દ્ર નામના ભિન્ન કવિ સિદ્ધર્ષિના ગુરૂભ્રાતા માનવામાં આવે અને તેમણે બીજી કુવલયમાલા કથા બનાવી હશે એમ માનવામાં આવે તો પૂર્વોક્ત વિરોધનો પરિહાર થઈ શકે, પણ આ નવી કલ્પનાને સત્ય ઠરાવનાર પ્રમાણ નથી એટલે એ કલ્પના પણ કેવલ કલ્પના જ રહે છે.
ગુરૂની ઇચ્છા ન હોવા છતાં સિદ્ધર્ષિ બૌદ્ધતર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા જાય છે અને ત્યાં બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરે છે, પણ વચનબદ્ધ હોવાથી તે એકવાર પોતાના મૂલ ગુરૂ પાસે આવે છે અને ગુરૂ તેને આચાર્ય હરિભદ્રની ‘લલિત વિસ્તરા' નામની ચૈત્યવદનસૂત્રની વૃત્તિ વાંચવા આપે છે. જેથી સિદ્ધર્ષિનું મન પાછું જૈન દર્શનમાં સ્થિર થાય છે. આ બધી હકીકત ઐતિહાસિક છે એમાં કંઈ પણ શંકા નથી; કારણ કે સિદ્ધર્ષિએ પોતે ઉપમિતિભવપ્રપંચી કથામાં એ હરિભદ્રની તેવા પ્રકારની પ્રશંસા કરીને આ વાતનું સમર્થન કર્યું છે; ન્યાયાવતારની વૃત્તિ ઉપરથી પણ સિદ્ધર્ષિએ બૌદ્ધતર્કશાસ્ત્રનો સારો અભ્યાસ કર્યાનું સિદ્ધ થાય છે.
સિદ્ધર્ષિ જયાં તર્કશાસ્ત્ર ભણવા ગયા હતા તે નગરનું નામ “મહાબોધ' લખ્યું છે. એ નગર ક્યાં હતું તેનો કંઈ પત્તો લાગતો નથી, પણ “પ્રાન્તર સ્થિત દેશેષ ગમનાયો...નાયિતઃ” આ વર્ણનથી જણાય છે કે તે સ્થાન ‘તક્ષશિલાનું વિશ્વ વિદ્યાલય' અથવા નાલંદા વિશ્વ વિદ્યાલય' આ બેમાંથી એક હોવું જોઈએ. પ્રબન્ધકાર સિદ્ધષિને પ્રસિદ્ધ કવિ માઘના પિતરાઈ ભાઈ લખે છે. તે કહે છે કે “ભીનમાલના રાજા વર્મલાતના મંત્રી સુપ્રભદેવને દત્ત અને શુભંકર નામના બે પુત્રો હતા. તેમાં દત્તનો પુત્ર કવિ “માઘ' અને શુભંકરનો પુત્ર આ ચરિત્રનાયક “સિદ્ધ થયો.”
રાજા વર્મલાતનો સત્તા સમય વસન્તગઢના એક લેખ ઉપરથી વિક્રમની સાતમી સદી સિદ્ધ છે. કવિ માઘ પણ શિશુપાલવધ કાવ્યની પ્રશસ્તિમાં પોતાના દાદા સુપ્રભદેવને વર્મલાતનો સર્વાધિકારી મંત્રી લખે છે એટલે સુપ્રભદેવ નિસંશય સાતમી સદીનો વ્યક્તિ ઠરે છે, અને એના પૌત્ર માઘ કવિને સાતમી સદીના અત્તમાં થયો માનીએ તો કંઈ પણ અઘટિત નથી, જ્યારે સિદ્ધર્ષિનો સત્તા સમય પૂર્વે લખ્યા પ્રમાણે દશમી સદીના મધ્યભાગ