________________
શ્રી પ્રભાવકચરિત્ર
કહે છે કે એકવાર આમરાજે બપ્પભટ્ટની પરીક્ષા માટે તેમની પાસે રાત્રે ગુપ્ત રીતે એક વેશ્યાને મોકલી અને તેણીએ ત્યાં જઈ અનેક પ્રકારે તેમને વિચલિત કરવાની ચેષ્ટા પણ કરી છતાં બપ્પભટ્ટિનું મન લેશમાત્ર પણ વિકારવશ ન થયું. આ વાત જયારે આમે જાણી ત્યારે તે આચાર્યનો વધારે પ્રશંસક અને ભક્ત બન્યો.
એક વાર ગૌડદેશના રાજા ધર્મે આમના પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે ‘તમો મારી પાસે આવીને છળ વચનોથી છેતરીને ચાલ્યા ગયા એ વાત અમારે માટે ખેદજનક છે, અમોએ આંગણે આવેલ અતિથિનું કોઈ પણ પ્રકારનું આતિથ્ય ન કર્યું એ પશ્ચાત્તાપની વાત થઈ, પણ હજી કંઈ વીત્યું નથી હવે પણ આપણે પોતપોતાના વિદ્વાનોનાં વાગ્યુદ્ધ કરાવીને આપણી હારજીતનો નિર્ણય કરી નાખીએ. આમાં જેનો પંડિત હારે તે રાજાની હાર માનવી ને જીતનારને પોતાનું રાજય સોંપી દેવું. જો આવી શરત મંજુર હોય તો અમો અમારી સભાના પંડિત બૌદ્ધાચાર્ય વર્ધનકુંજરને લઈને દેશની સીમા ઉપર આવીએ, તમારે પણ જે પંડિતો લાવવા હોય તેમને લઈને સરહદ ઉપર આવી જવું.' ધર્મના દૂતના મુખે તેનો સંદેશ સાંભળીને આમરાજે બપ્પભટિના સામું જોયું, બપ્પભકિએ એ માટે પોતાની સમ્મતિ બતાવી અને રાજાએ દૂતને તે જ પ્રકારનો પ્રતિસંદેશ દઈને વિદાય કર્યો.
નિશ્ચિત કરેલ દિવસે બંને રાજાઓએ પોતપોતાની પંડિત મંડળીની સાથે સરહદ ઉપર જઈને પોતાની . કેમ્પો ઉભી કરી.
વાદ સભામાં આમની તરફથી બપ્પભક્ટિ અને ધર્મની તરફથી વર્બનકુંજર વાયુદ્ધશાસ્ત્રાર્થમાં ઉતર્યા, અને વાદ કરતાં લગભગ છ માસ વીતી ગયા; પણ કોઈની હાર-જીત ન થઈ; છેવટે વાપતિની સલાહ પ્રમાણે બપ્પભટ્ટિની જીત થઈ, અને વર્તુનકુંજરની હાર થઈ. આ ઉપરથી આમરાજાએ ધર્મને પોતાના રાજ્ય ઉપરનો હક્ક છોડી દેવા જણાવ્યું; પણ વર્તતાં વાદમાં બપ્પભટ્ટિએ આમને સમજાવીને ધર્મનું રાજય પાછું તેને જ અપાવ્યું. આ શાસ્ત્રાર્થના યુદ્ધ પછી આમરાજ અને ધર્મના આપસના વિરોધનો અન્ન આવ્યો અને તે બંનેએ એકબીજા સાથે સંધિ કરી. બપ્પભક્ટિ અને વર્તનકુંજરે પણ આપસનો વિરોધ છોડી એકબીજા સાથે મૈત્રી બાંધી. એટલું જ નહિ પણ બપ્પભટ્ટિના ઉપદેશથી તેણે જૈન ધર્મમાં પોતાનો વિશ્વાસ પણ જોડ્યો.
આ પ્રમાણે અહિંસક લડાઈથી બંને રાજ્યો વચ્ચે ઘણા કાળથી ચાલ્યા આવતા વૈર-વિરોધનો અન્ન આવ્યો અને બંને રાજાઓ પોતાના વિદ્વાનોની સાથે પોતપોતાના સ્થાને ગયા.
વાપતિરાજ ધર્મરાજાનો ગ્રાસભોગી પંડિત હતો; છતાં પૂર્વોક્ત શાસ્ત્રાર્થમાં તેણે બપ્પભટ્ટને સહાયતા આપી હતી એ વાતની બૌદ્ધાચાર્ય વર્ધનકુંજરે પાછળથી ધર્મરાજાની પાસે શિકાયત કરી, છતાં રાજાએ તે પરમારવંશી ક્ષત્રિય વિદ્વાન્ વાકપતિરાજ ઉપરથી જરા પણ મન ન ખેંચ્યું.
એકવાર રાજા યશોવર્માએ ધર્મ ઉપર ચઢાઈ કરી, અને યુદ્ધમાં તેને મારીને વાપતિરાજને કેદ કરીને પોતાના દેશમાં લઈ ગયો. પાછળથી વાપતિ યશોવર્માની પ્રશંસામાં “ગૌડવધ' કાવ્ય બનાવીને કેદમાંથી છૂટ્યો, અને ત્યાંથી તે કાન્યકુબ્ધ આવીને બપ્પભટ્ટિને મળ્યો; અને તે પછી આમરાજાની સભામાં જઈને તેની પ્રશંસામાં કાવ્ય સંભળાવ્યાં. આમ આથી ઘણો પ્રસન્ન થયો અને આશ્વાસનપૂર્વક લાખ સુવર્ણટંકનો ગ્રાસ બાંધીને પોતાને ત્યાં રાખ્યો.