________________
શ્રી બપ્પભટ્ટસૂરિ
એક પ્રસ્તાવે બપ્પભટ્ટિસૂરિએ ખેડાધારમંડળના હસ્તિજયનગરમાં રહેલા પોતાના ગુરૂભાઈ ગોવિન્દસૂરિ અને નન્નસૂરિની વિદ્વત્તાનાં અતિશય વખાણ કર્યા, જે ઉપરથી આમરાજ ગુપ્ત રીતે તેમના દર્શનાર્થે ગયો. ત્યાં છત્ર ચામરાદિ રાજચિન્હો યુક્ત સિંહાસન ઉપર બેઠેલ નન્નસૂરિને જોઈને તેમના આ રાજયશાહી ઠાઠની ટીકા કરીને ચાલ્યો ગયો.
બીજે અવસરે આમ ત્યાં ગયો. તો નગ્નસૂરિને ચૈત્યમાં બેસીને વાત્સ્યાયન શાસ્ત્ર (કામશાસ્ત્ર)નું વ્યાખ્યાન કરતાં જોયાં. આમ મંદિરમાં જઈ જિનમૂર્તિને નમસ્કાર કરીને ચાલ્યો ગયો, કામશાસ્ત્રના વ્યાખ્યાનથી તેને લાગ્યું કે એ આચાર્ય વિદ્વાન છે પણ ચારિત્રવાન નથી. નન્નસૂરિને આથી ઘણો જ ખેદ થયો, જેથી ગોવિન્દસૂરિએ તેમને દિલાસો આપતાં કહ્યું કે તે પુરૂષ બીજો કોઈ નહિ પણ આમરાજા હોવો જોઈએ; માટે કોઈ નવો પ્રબન્ધ બનાવીને નટ દ્વારા આમને દેખાડવો.
આ પછી નન્નસૂરિએ સંબિન્ધ આદિનાથ ચરિત્ર બનાવ્યું, નટ તે શીખીને કનોજ જઈ બપ્પભટ્ટિને મળ્યો અને રાજાને મળીને તે રૂપક નાટકરૂપે ખેલીને બતાવ્યું. તે પછી નટ પાછો ગુજરાતમાં નન્નસૂરિને જઈને મળ્યો અને રૂપકના સંબન્ધમાં ત્યાં જે ચર્ચા અને અસર થઈ હતી તે જણાવી દીધી. આ પછી નન્નસૂરિ અને ગોવિન્દસૂરિ પણ રૂપ બદલીને કનોજ જઈ બપ્પભટ્ટને મળ્યા. અને તે પછી આમની સભામાં રૂપક ભજવવા માંડ્યું તેમાં તેમણે વીરરસનું એવું પોષણ કર્યું કે સભામાં બેઠેલ રાજાને એકદમ શૌર્ય ચઢી જતાં “મારો, મારો' કરતાં તલવાર ખેંચી કાઢી, તેટલામાં અંગરક્ષકોએ તેને ચેતવ્યો કે આ તો યુદ્ધ નથી પણ નાટક છે. એ જ અવસરે ગોવિન્દસૂરિએ પ્રકટ થઈને રાજાને કહ્યું કે રાજન્ ! આ નાટકને તમે સાચો બનાવ માન્યો એ શું તમે યોગ્ય કર્યું છે? જો નહિ તો નન્નસૂરિના વાત્સ્યાયન શાસ્ત્રના વ્યાખ્યાન ઉપરથી તેમના વિષે તમને શંકા કેમ ઉત્પન્ન થઈ? શું સર્વકોઈ શાસ્ત્રમાં લખેલા રસોનો અનુભવ કરે તો જ તેનું વ્યાખ્યાન કરે? ગોવિન્દસૂરિના આ ઉપાલંભથી આમરાજાએ તેમની પાસે માફી માંગી અને પોતાના ગુરૂના ગચ્છની પ્રશંસા કરી.
એકવાર કનોજમાં નીચ જાતિના ગાયકોનું ટોળું આવ્યું, તેમાં એક સુન્દરી ગાનારી હતી. તેણીના રૂપ અને ગાયનરસથી આમ મોહિત થઈ ગયો, અને એ જ કારણે તે રાત્રે પોતે ત્યાં જ રહ્યો. ગુપ્તચરો દ્વારા બપ્પભટ્ટને આ વાતની ખબર મળી અને તરત જ તેને બોધ આપનારાં અન્યોક્તિક કાવ્યો તેની નજરે પડે તેવી રીતે લખાવ્યાં. બીજે દિવસે તે કાવ્યો વાંચતાં જ રાજાને પશ્ચાત્તાપ થયો, તે એટલે સુધી કે રાજા અગ્નિમાં બળીને મરવાને તૈયાર થઈ ગયો; પણ આચાર્યે ઉપદેશ દ્વારા તેના મનનું સમાધાન કરીને શાન્ત કર્યો. પણ વૃદ્ધ કવિ વાક્પતિને આ બનાવથી ઘણું જ ખોટું લાગ્યું, તેથી તેણે કનોજનો ત્યાગ કરીને મથુરામાં જઈને વરાહસ્વામીના મંદિરમાં પોતાનો નિવાસ કર્યો.
એકવાર બપ્પભક્ટ્રિ સૂરિએ આમરાજાને જૈન ધર્મનો સ્વીકાર કરવા માટે કહ્યું, પણ રાજાને આ વાત ગમી નહિ; તેથી તેણે કહ્યું કે સ્ત્રીઓ અને અજ્ઞાનીઓને જૈન ધર્મમાં લ્યો, વાક્પતિ જેવા સંસ્કારી વિદ્વાનોને જૈન બનાવો ત્યારે તમારી શક્તિની પ્રશંસા થાય. રાજાનાં આ વચનોને બપ્પભષ્ટિએ હૃદયમાં કોતરી લીધાં અને તે પછી તરત જ તેમણે મથુરા તરફ વિહાર કર્યો અને વરાહ સ્વામીના મંદિરમાં અન્તિમ સમય વીતાવતા વાપતિરાજને જૈન ધર્મનો ઉપદેશ આપીને જૈન બનાવ્યો. વાપતિને જૈન ધર્મની શ્રદ્ધા થતાં જ તે વરાહ મંદિરથી ઉઠીને ભગવાન પાર્શ્વનાથના રૂપના મંદિરમાં આવ્યો અને ત્યાં આવીને જૈન સાધુનો વેષ ધાર