________________
શ્રી બપ્પભટ્ટિસૂરિ
એકવાર બપ્પભટ્ટિની કવિતામાં કંઈક શૃંગારનું પોષણ જોઈ રાજાએ તેમના ઉપરથી મન ખેંચી લીધું, આચાર્યે રાજાનો મનોભેદ જાણ્યો એટલે બીજે જ દિવસે ત્યાંથી છાની રીતે ચાલી નીકળ્યા, આમે બીજે દિવસે આચાર્યની બાબતમાં પૂછ્યું, પણ આચાર્ય સંબન્ધી કોઈએ કંઈ પણ નિશ્ચિત સમાચાર આપ્યા નહિં, તે પછી નગરદ્વારના કમાડો ઉપર બપ્પભષ્ટિએ લખેલ એક અન્યોક્તિક કાવ્ય વાંચ્યું, જે ઉપરથી તેણે જાણ્યું કે આચાર્ય બીજે ક્યાંય ચાલ્યા ગયા છે. - બપ્પભટ્ટસૂરિએ પણ કનોજથી સીધો ગૌડદેશ (મધ્ય બંગાલ) તરફ વિહાર કર્યો અને કેટલાક દિવસે તે દેશની રાજધાની લક્ષણાવતી આવી પહોંચ્યા.
અહીં ધર્મરાજાનો સભાપડિત વાકપતિરાજ નામનો વિદ્વાન રહેતો હતો, તે બપ્પભટ્ટસૂરિને મળ્યો. અને તે પછી રાજા પાસે જઈ તેમનો પરિચય આપ્યો. રાજાધર્મ, બપ્પભટ્ટના નામથી પરિચિત હતો અને આવા * વિદ્વાનનો પરિચય કરવા માટે તે આતુર પણ હતો. છતાં એક કારણથી તે બપ્પભટ્ટિને વિષે સશક હતો,
અને તે કારણ એટલું જ કે બપ્પભક્ટિ આમરાજાના માનીતા મિત્ર હતા અને પોતાને અને આમને આપસમાં વિરોધ ચાલતો હતો. આથી જો આ જ પોતે બપ્પભટ્ટિને રાખે અને પાછળથી આમના બોલાવ્યાથી એ ચાલ્યા જાય તો પોતાનું અપમાન થાય. આ કારણથી તેણે વાપતિરાજને કહ્યું કે તમો બપ્પભષ્ટિને પૂછી લ્યો કે “જો આમ રાજા પોતે અત્રે આવીને તમને વિનંતિ કરે તો જ તમારે જવું અન્યથા નહિ' આ શરત થઈ શકે તેમ છે ? વાક્પતિરાજે રાજાનો વિચાર બપ્પભટ્ટિસૂરિને જણાવ્યો. એ ઉપરથી તેમણે કબૂલ કર્યું કે ‘જયાં સુધી આમ રાજા પોતે અત્રે આવીને અમને નહીં બોલાવે ત્યાં સુધી અમે કનોજ નહિ જઈએ.'
આમના પાસેથી બપ્પભદિને ગયાને કેટલોક સમય નીકળી ગયો છતાં આમને તેઓ ક્યાં ગયા છે તે જાણવામાં ન આવ્યું. પણ કેટલાક સમય પછી તેને બપ્પભટ્ટિના ખરા સમાચાર મળ્યા. તે ઉપરથી તેણે પોતાના પ્રધાનો આચાર્યને બોલાવી લાવવા મોકલ્યા; પણ આચાર્યે તેમને સાફ કહી દીધું કે જયાં સુધી આમ રાજા પોતે અત્રે નહિ આવે ત્યાં સુધી અમો પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી આવી શકીએ નહિ.
આ હકીકત સાંભળીને આમ રાજા પોતાના પ્રધાનોની સાથે ગુપ્ત રૂપમાં લક્ષણાવતી ગયો અને ધર્મરાજાની સભામાં આચાર્ય પાસે જઈ અનેક પ્રકારે જ્ઞાનગોષ્ઠી કરી. એ વિષે ધર્મરાજાને આચાર્યું એટલે સુધી શ્લેષોક્તિમાં કહી દીધું કે “આ તારો શત્રુ બીજો રાજા છે.’ પણ સરલ પ્રકૃતિના ધર્મને આમાં કંઈ ખબર પડી નહિ. જયારે આમ ત્યાંથી ચાલ્યો ગયો. અને આચાર્યે ધર્મને વિહાર માટે પૂછયું ત્યારે જ તેને ખબર પડી કે આમ અત્ર આવ્યો હતો, રાજા ધર્મે નિરૂપાયે બપ્પભટ્ટિને વિહાર કરવાની આજ્ઞા આપી અને બપ્પભટ્ટિ સંકેતિત સ્થાને આમરાજાને જઈને મળ્યા અને ત્યાંથી બધા ઉંટણિયો ઉપર સવારી કરીને કનોજ જઈ પહોંચ્યા.
આ વખતે સિદ્ધસેનસૂરિ અતિ વૃદ્ધ થઈ જવાથી પોતાનો એક સાધુ બપ્પભટ્ટિને બોલાવવા મોકલ્યો. જેથી બપ્પભટ્ટ મોઢેરા ગયા, સિદ્ધસેને ગચ્છની વ્યવસ્થા બપ્પભટ્ટિને ભળાવીને અનશન ધારણ કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કરીને સ્વર્ગવાસી થયા.
થોડા સમય પછી બપ્પભટ્ટિએ પોતાના મોટા ગુરૂભાઈ ગોવિન્દસૂરિ તથા નગ્નસૂરિને ગચ્છ ભળાવીને આમના પ્રધાનો સાથે કનોજ તરફ વિહાર કર્યો અને આમને મળીને પહેલાની જ માફક વિદ્ગોષ્ઠીમાં તત્પર થયા.