________________
શ્રી પ્રભાવક ચરિત્ર
આગે પ્રબન્ધકાર લખે છે કે હરિભદ્ર ગુરુના ઉપદેશથી ક્રોધનો ત્યાગ કર્યો, પણ એમના મનમાંથી શિષ્યોના વિરહનું દુ:ખ મટતું ન હતું, જેથી અંબાદેવીએ આવીને સાત્ત્વન દીધું અને કહ્યું કે શિષ્ય સંતતિ જોગું તમારું પુણ્ય નથી માટે ગ્રન્થસમૂહ એજ તમારી સંતતિ રહેશે. હરિભદ્રે તેનું વચન સ્વીકાર્યું અને સમરાદિત્ય ચરિત્રપ્રમુખ ૧૪૦૦ ગ્રન્થ પ્રકરણોની રચના કરી અને શિષ્યોના વિરહની સૂચનારૂપે દરેક ગ્રન્થ ‘વિરહ શબ્દથી અંકિત કર્યો.
આ ગ્રન્થરાશિને લખાવીને તેનો ફેલાવો કરવા માટે તેમણે કાર્યાસિક' નામક એક ગૃહસ્થને ધૂર્યાખ્યાન દ્વારા ઉપદેશ દઈને જૈન બનાવ્યો. કાર્યાસિકને હરિભદ્રના કથન પ્રમાણે વ્યાપાર કરતાં લાભ થયો તેથી તેણે તે દ્રવ્યવડે હરિભદ્રના ગ્રન્થો લખાવીને સર્વ સ્થળે પહોંચાડ્યા, અને એક ચોરાશી દેવકુલિકાયુક્ત જૈન મંદિર પણ કરાવ્યું. આ સંબન્ધમાં કથાવલીમાં કંઈક ભિન્નતા છે તેનો સાર આ પ્રમાણે છે. - હરિભદ્રસૂરિએ દશવૈકાલિક, ન્યાયપ્રવેશક આદિ ગ્રન્થોની યાકિનીપુત્ર નામાંકિત વૃત્તિઓ બનાવી અને અનેકાન્ત જયપતાકા સમરાદિત્ય કથા આદિ ભવવિરહાંકિત ગ્રન્થોની રચના કીધી. આ ગ્રન્થનિર્માણ અને લેખનકાર્યમાં આચાર્યને ‘લલ્લિગ’ નામના ગૃહસ્થ ઘણી મદદ કરી. આ લલ્લિગ એમના શિષ્ય જિનભદ્રવીરભદ્રનો કાકો હતો અને ગરીબાઈથી કંટાળીને એણે પણ આચાર્ય પાસે દીક્ષા લેવાનો વિચાર કરેલ પણ આચાર્યે એને દીક્ષા ન આપી અને બજારમાં આવેલ માલની ખરીદી કરવાનો એને સંકેત કર્યો. લલ્લિગે તે પ્રમાણે કર્યું અને તેથી તેને ઘણો લાભ થયો, તેથી તે હરિભદ્રના કાર્યમાં ઘણી સહાયતા કરતો, હરિભદ્રના ઉપાશ્રયમાં એણે એક એવું રત્ન મૂકી દીધું હતું કે તેના પ્રકાશથી રાત્રે પણ આચાર્ય ગ્રન્થનિર્માણ કરતા અને ભીંત પાટિ આદિ ઉપર લખી નાખતા; જે દિવસમાં લહિયાઓ પાસે પુસ્તક રૂપે લખાવી લેવાતું.
હરિભદ્રસૂરિ જ્યારે ભોજન કરવા બેસતા ત્યારે લલ્લિગ શંખ વજડાવતો જે સાંભળીને યાચકો ત્યાં આવતા, અને લલ્લિગ તેમને મનઇચ્છિત ભોજન કરાવતો. ભોજન કર્યા પછી જાચકો હરિભદ્રને નમસ્કાર કરતા અને હરિભદ્ર તેમને ‘ભવવિરહ કરવામાં ઉદ્યમવન્ત થાઓ” આવો આશીર્વાદ આપતા. જે સાંભળીને “ઘણું જીવો ભવવિરહસૂરિ' આમ બોલતા તે પોતાના સ્થાનકે જતા; આ પ્રમાણે હરિભદ્રસૂરિ ‘ભવવિરહસૂરિ' એ નામથી પ્રસિદ્ધ થયા.
એકવાર બનારસથી વ્યાપારાર્થે આવેલ વાસુકી શ્રાવક પાસેથી હરિભદ્રસૂરિને વર્ગકેવલીનું મૂળ પુસ્તક મળ્યું અને સંઘના અગ્રેસરોના કહેવાથી તે ઉપર હરિભદ્ર વિવરણ લખ્યું, પણ પાછળથી તે જ સંઘપ્રધાનોના કહેવાથી તે વિવરણ રદ કરી નાખ્યું હતું.
ભવવિરહસૂરિએ જેટલાં શાસ્ત્રો રચ્યાં છે તેટલાં આજના પંડિતો વાંચવાને પણ સમર્થ નથી. ભગવાન વર્ધમાનસ્વામીના તીર્થને વિષે ભવવિરહ એ છેલ્લા શ્રતધર થયા.
અન્ને પ્રબન્ધકાર હરિભદ્ર મહાનિશીથ સૂત્રનો ઉદ્ધાર કર્યો તેનું સૂચન કરીને પ્રબન્ધની સમાપ્તિ કરે છે.
પ્રબન્ધમાં કે કથાવલીમાં પણ હરિભદ્રસૂરિના સત્તાસમય વિષે કંઈ પણ ઉલ્લેખ નથી તેમ એમના ગચ્છવિષે પણ કશો નિર્દેશ નથી.
કથાવલીમાં હરિભદ્રના ગુરુનું નામ જિનદત્તાચાર્ય લખ્યું છે જ્યારે પ્રસ્તુત પ્રબન્ધમાં એમને ‘જિનભટ’