________________
શ્રી હરિભદ્રસૂરિ
31
હરિભદ્ર પોતે પ્રકાર્ડ વિદ્વાન હોવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે જેનું બોલેલું ન સમજું તેનો શિષ્ય થઈ જાઉં” આ પ્રતિજ્ઞાની સાથે ચાલતા તે ચિત્તોડ નગરે આવ્યા હતા. તે અવસરે ચિત્તોડમાં જિનભસૂરિ (કથાવલી, પ્રમાણે જિનદત્તાચાર્ય) નામના જૈન આચાર્ય વસતા હતા, તેમના સંઘાડામાં ‘યાકિની’ નામની મહત્તરા સાથ્વી હતી, એક દિવસ હરિભદ્ર યાકિનીના મુખે “ચકિદુર્ગ હરિપણાં' ઈત્યાદિ ગાથા સાંભળી પણ તે સમજ્યો નહિ, તેણે સાધ્વીને તે ગાથા સમજાવવા કહ્યું તો તેણીએ પોતાના પૂર્વોક્ત ગુરુ પાસે જવા કહ્યું. હરિભદ્ર આચાર્ય જિનભટ પાસે જઈને ગાથાનો અર્થ પૂછ્યો પણ આચાર્યે કહ્યું કે આ સૂત્રોના અર્થો જૈનપ્રવ્રજયા લઈને વિધિપૂર્વક ભણે તેને જ કહેવામાં આવે છે, આ ઉપરથી તેણે જૈનદીક્ષા ધારણ કરી અને તે પછી આચાર્ય યાકિની મહત્તરાનો હરિભદ્રને પરિચય આપ્યો, એ ઉપરથી તેમણે કહ્યું “આ દેવતાસ્વરૂપીણી ધર્મમાતાએ જ મને બોધ આપ્યો છે.”
ઉપરની હકીકત પ્રબન્ધમાં છે, પણ કથાવલીમાં એ પ્રસંગમાં એમ લખ્યું છે કે હરિભદ્ર ‘ચદ્ધિદુર્ગ” એ ગાથાનો અર્થ પૂછ્યો ત્યારે યાકિની તેને લઈને જિનદત્તસૂરિ પાસે ગઈ અને સર્વ હકીકત કહી સંભળાવી તે ઉપરથી આચાર્યે તે ગાથાનો સવિસ્તર અર્થ હરિભદ્રને કહ્યો, તે સાંભળીને હરિભદ્ર પણ પોતાની પ્રતિજ્ઞાની વાત કહી. તેના ઉત્તરમાં આચાર્યે કહ્યું-ભદ્ર ! જો એમ છે તો તું એ મહત્તરાનો “ધર્મપુત્ર થઈ જા' હરિભદ્ર કહ્યું –ભગવન્! ધર્મ કેવો હોય ? એ ઉપરથી આચાર્યે ધર્મનું સ્વરૂપ કહ્યું, તે પછી હરિભદ્રે પૂછ્યું ધર્મનું ફળ શું ? ઉત્તરમાં આચાર્યે કહ્યું-સકામવૃત્તિવાળાઓને ધર્મનું ફળ સ્વર્ગાદિ પ્રાપ્તિ છે જ્યારે નિષ્કામવૃત્તિવાળાઓને માટે ધર્મનું ફલ “ભવવિરહ (સંસારનો અન્ત) છે. આ સાંભળીને હરિભદ્રે કહ્યુંભગવન ! મને ‘ભવવિરહ' જ પ્રિય છે માટે તેમ કરો જેથી ભવવિરહની પ્રાપ્તિ થાય, આચાર્ય કહ્યું જો એવી ઈચ્છા હોય તો સર્વ પાપનિવૃત્તિમય શ્રમણવૃત્તિ ધારણ કર, હરિભદ્ર તેમ કરવા ખુશી બતાવી અને જિનદત્તસૂરિએ તેમને જૈનદીક્ષા આપી. . જૈનશાસ્ત્રોમાં પ્રવીણ થતાં ગુરએ હરિભદ્રને આચાર્યપદ આપીને પોતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા.
એ પછી હરિભદ્રના હંસ પરમહંસ નામના બે શિષ્ય કે જેઓ સંસારપક્ષમાં તેમના ભાણેજ થતા હતા તેમની દીક્ષા, શાસ્ત્રાધ્યયન, બૌદ્ધતર્ક ભણવા માટે બૌદ્ધોના નગરમાં ગમન, ત્યાં તેમની પરીક્ષા, ત્યાંથી ભાગવું, રસ્તામાં બૌદ્ધોની સાથે લડીને હંસનું મરણ, પરમહંસનું સૂરપાલ રાજાને શરણે જવું, બૌદ્ધોનો તેની સાથે વાદ, ત્યાંથી નાશીને ચિત્તોડ જવું અને બનેલ વૃત્તાન્ત કહેતાં કહેતાં પરમહંસનું પણ મરણ, હરિભદ્રનો ક્રોધ અને બૌદ્ધોની સાથે સૂરપાલની સભામાં વાદ, શરત પ્રમાણે બૌદ્ધોનું તખતૈલ કુંડમાં પડવું, જિનભટ દ્વારા હરિભદ્રના ક્રોધની શાન્તિ, નિરાશા અને ગ્રન્થરચના કરવાનો નિશ્ચય ઈત્યાદિ વાતોનું સવિસ્તર વર્ણન આપ્યું છે.
આ વિષયમાં કથાવલીમાં જે વર્ણન છે તેનો સાર આ પ્રમાણે છે-“હરિભદ્રને સર્વ શાસ્ત્રકુશલ જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે ચિત્તોડમાં બૌદ્ધમતનું પ્રાબલ્ય હતું તેથી હરિભદ્રના જ્ઞાન અને કલાની બૌદ્ધો ઘણી ઈર્ષ્યા કરતા હતા, અને એજ સબબથી હરિભદ્રના તે બંને શિષ્યોને બૌદ્ધોએ એકાન્તમાં મારી નાખ્યા, કોઈ પણ રીતે હરિભદ્રને એ વાતની ખબર પડતાં તેમણે ઘણા જ દિલગીર થઈને અનશન કરવાનો નિર્ધાર કર્યો, પણ પ્રવચનના પ્રભાવક જાણીને તેમને તેમ કરતાં રોક્યા, છેવટે હરિભદ્ર ગ્રન્થરાશિને જ પોતાની શિષ્ય સંતતિ માનીને તેની રચનામાં તેઓ વિશેષ ઉદ્યમવાન થયા.'