________________
શ્રી હરિભદ્રસૂરિ
સૂરિના શિષ્ય કહ્યા છે, આ બંને કથન અપેક્ષાકૃત સત્ય છે; કારણ કે હરિભદ્ર પોતે પણ આવશ્યક ટીકાને અન્ત પોતે આ બંને ગુરુઓનો નામનિર્દેશ કરે છે, તે આવશ્યક ટીકાનું વાક્ય નીચે પ્રમાણે છે–
"समाप्ताचेयं शिष्यहिता नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्य जिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनी महत्तरासूनोरल्पमतेराचार्य हरिभद्रस्य" ॥
ઉપરના વાક્યથી સ્પષ્ટ જણાય છે કે હરિભદ્રસૂરિ જિનભસૂરિની આજ્ઞામાં રહેતા હતા અને વિદ્યાધર કુલના આચાર્ય જિનદત્તના પોતે શિષ્ય હતા. સમરાદિત્યકથાના અન્ને પણ હરિભદ્ર જિનદત્તાચાર્યને જ પોતાના ગુરુ જણાવ્યા છે, આથી એમ સમજાય છે કે એમના ગુરુનું નામ તો જિનદત્તાચાર્ય જ હતું, અને જિનભટ એમના વિદ્યાગુરુ અથવા ગચ્છનાયક ગુરુ હોવા જોઈએ.
ઉપર્યુક્ત આવશ્યક ટીકાના ઉધ્ધરણ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે હરિભદ્રસૂરિ પોતે વિદ્યાધર કુલના હતા કેમકે એમના ગુરુ જિનદત્તાચાર્ય વિદ્યાધર કુલના હતા એમ તે જ ટીકાના પાઠમાં લખેલું છે. | પ્રબન્ધકારે હરિભદ્રસૂરિના શિષ્યોનાં નામ હંસ અને પરમહંસ લખ્યાં છે, બીજા પણ અર્વાચીન પ્રબન્ધોમાં એજ નામો જણાવ્યાં છે, પણ કથાવલીમાં એમના શિષ્યો “જિનભદ્ર, વીરભદ્ર' નામના હતા એમ લખ્યું છે અમારા વિચાર પ્રમાણે કથાવલીનું પ્રાચીન લખાણ જ પ્રામાણિક લાગે છે, કારણ કે હંસ અને પરમહંસ જેવા નામો જૈન શ્રમણોમાં પ્રચલિત ન હોવાથી એ નામો યા તો કલ્પિત હોવાં જોઈએ અને નહિ તો ઉપનામ હોઈ શકે, પણ આવાં મૂલ નામો હોવાં સંભવતાં નથી.
એ સિવાય બીજી પણ કથાવલીમાં લખેલી હકીકત વાસ્તવિક જણાય છે, પ્રબન્ધમાં કેટલાક બનાવો અતિશયોક્તિપૂર્ણ અને કલ્પિત જેવા લાગે છે.
હરિભદ્રના સંબન્ધમાં અષ્ટકટીકામાં જણાવ્યા પ્રમાણે એક એવી કિંવદન્તી છે કે તેઓ ભોજન કરતી વેળા શંખવાદનપૂર્વક જાચકોને એકત્ર કરી ભોજન અપાવતા અને પછી પોતે ભોજન કરતા, અને આથી કેટલાક વિદ્વાનો હરિભદ્રને ચૈત્યવાસી હોવાનું પણ અનુમાન કરી બેસે છે પણ વસ્તુતઃ આમ નથી. ભદ્રેશ્વરની કથાવલીમાંથી આ પ્રઘોષનો ખુલાસો મળી રહે છે, અને તે આ કે હરિભદ્ર પોતે એ કાર્ય નહોતા કરતા પણ તેમનો ભક્ત લલ્લિગ શ્રાવક શંખવાદનપૂર્વક યાચકોને બોલાવીને ભોજન કરાવતો હતો. કથાવલી કારના કહેવા મુજબ ખરે જ હરિભદ્રસૂરિ છેલ્લા શ્રુતધર હતા, એમણે એટલા બધા ગ્રન્થોની રચના કરી હતી કે આજે પણ વીસિયોની સંખ્યામાં તેમના વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થો જૈનપુસ્તક ભંડારોમાં જળવાઈ રહ્યા છે; એમના વિદ્યમાન અને જ્ઞાત ગ્રન્થોની નામાવલી અત્રે આપીને વિસ્તાર કરવો ઉચિત નથી, જેમને એ ગ્રન્થોની નામાવલી જોવી હોય તેમણે અમારી લખેલી ધર્મસંગ્રહણીની સંસ્કૃત પ્રસ્તાવને જોવી. હરિભદ્રસૂરિના સત્તાસમય વિષે કેટલાક વખતથી મતભેદ ચાલે છે.
"पंचसए पणसीए विक्कमकाला उज्झत्ति अत्थमिओ ।
મિસૂરિસૂરો, ભવિયાપ વિસ૩ લાઇi '' આ પ્રાચીન પરમ્પરાગત ગાથામાં વિક્રમ સંવતુ ૫૮૫માં હરિભદ્રસૂરિનો સ્વર્ગવાસ બતાવ્યો છે. લગભગ બધી પટ્ટાવલીઓમાં પણ હરિભદ્રસૂરિનો સમય એ જ ગાથામાં જણાવ્યા પ્રમાણે જણાવ્યો છે. પણ હરિભદ્રસૂરિ