________________
શ્રી વૃદ્ધવાદીસૂરિ
બંગાલમાં દેવપાલ નામે પાલવંશી રાજા થયો છે; પણ તેનો સમય વિક્રમના દસમા સૈકાના પ્રારંભથી શરૂ થાય છે, અને વિજયવર્માનામક રાજાનો ઈતિહાસમાં પત્તો લાગતો નથી, કદાચ પ્રાયોતિષમાં વર્માન્ત નામના રાજાઓ જૂના સમયમાં રાજ્ય કરતા હતા તેમાં કોઈ વિજયવર્મા નામે પણ રાજકર્તા થયો હોય તો નવાઈ નથી. પણ આ રાજાઓ જો સિદ્ધસેનના સહવાસી હતા એમ માનીએ તો વિક્રમાદિત્યના સમાનકાલીનપણામાં વાંધો આવે છે.
29
બીજી તરફ પરમ્પરાગાથાઓમાં સિદ્ધસેન દિવાકર માટે “પંન્વેસય વરસસ, સિદ્ધમેળો વિવાયરો નાઓ અર્થાત્ ‘વીર નિર્વાણથી ૫૦૦ વર્ષે સિદ્ધસેન દિવાકર થયા.' મહાનિશીથસૂત્રમાં પણ સિદ્ધસેન દિવાકરનો ઉલ્લેખ આવે છે. આ બધું જોતાં એટલું તો નિશ્ચિત છે કે સિદ્ધસેન દિવાકર પ્રસિદ્ધ પાલવંશી રાજા ધર્મપાલના ! દેવપાલના સમકાલીન તો કોઈ રીતે નથી જ.
પુત્ર
સિદ્ધસેન એકવાર ભરૂચમાં આવ્યા ત્યારે ત્યાં બલમિત્રના પુત્ર ધનંજયરાજાનું રાજ્ય હોવાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે અને આ ઉપ૨થી એમના વિક્રમાદિત્યના સમકાલીનપણાને ટેકો મળે છે, પણ આગળ ઉપર જોવાશે કે સિદ્ધસેનના સમયમાં બલમિત્રના પુત્રનું રાજ્ય હોવાનો બિલ્કુલ સંભવ નથી. દેવપાલ રાજાના આગ્રહથી સિદ્ધસેને હાથી અને પાલખીની સવારીનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરથી જણાય છે કે તેઓ વિક્રમના પહેલા સૈકામાં નહિ પણ ચોથા પાંચમા સૈકામાં થયા હોવા જોઈએ; કારણ કે તે સમયમાં જ આવા પ્રકારનો શિથિલાચાર જૈન શ્રમણોમાં ચાલુ થયો હતો. પહેલાં નહિ.
હવે આપણે એમનો વાસ્તવિક સમય કયો તે વિચારીએ. વૃદ્ધવાદી પ્રસિદ્ધ અનુયોગધર આર્યસ્કન્દિલના શિષ્ય હોવાનું પ્રબન્ધકારે લખ્યું છે, અને અનુયોગધર કન્દિલાચાર્યનો યુગપ્રધાનત્વ સમય અમારી ગણના પ્રમાણે વીર સંવત્ ૮૨૭ થી ૮૪૦ (વિક્રમ ૩૫૭ થી ૩૭૦) સુધીમાં આવે છે. એ સમય દરમિયાન વૃદ્ધવાદીની દીક્ષા થઈ માની લઈએ તો એમના શિષ્ય સિદ્ધસેનનો સમય વિક્રમના ચોથા સૈકાના અંતિમ ચરણ અને પાંચમા શતકના પૂર્વાર્ધમાં આવે છે અને આવી પરિસ્થિતિમાં સિદ્ધસેન દિવાકરને પ્રસિદ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ પણ ગુપ્તવંશી રાજા દ્વિતીય ચન્દ્રગુપ્તના સહવાસી માની લઈએ તો હ૨કત જેવું નથી, કેમકે આ રાજા પણ ઘણો પ્રસિદ્ધ અને ‘વિક્રમાદિત્ય’ આવી ઉપાધિધારણ કરનારો હતો.
ગમે તેમ હો, પણ સિદ્ધસેન ચોથી પાંચમી સદી પછીના તો નહિ જ હોય, કેમકે એમના યુગપદુપયોગદ્વયવાદનું જૈન આગમોની પ્રાચીન ચૂર્ણિઓમાં નિરાકરણ કરવામાં આવ્યું છે અને નિશીથચૂર્ણિમાં - કે જે વિક્રમની સાતમી સદીનો ટીકાગ્રન્થ છે. એમનો ૮-૧૦ સ્થળે ‘સિદ્ધસેણ ખમાસમણ' અને ‘સિદ્ધસેણાયરિય’ એ નામથી ઉલ્લેખ થયેલો છે અને તે ઉલ્લેખો ઉપરથી એમ પણ સ્પષ્ટ જણાય છે કે એમણે નિશીથસૂત્ર ઉપર ભાષ્ય અથવા તે જાતના ગાથાબદ્ધ વિવરણ ગ્રન્થની રચના કરી હતી, અને નિશીથ ચૂર્ણિમાં એક સ્થળે તો ‘સિદ્ધસેને’ યોનિપ્રાભૂતના પ્રયોગથી ઘોડા બનાવ્યાનો પણ ઉલ્લેખ મળી આવે છે. આથી એ ચોથી પાંચમી સદીના વ્યક્તિ હોવાનું સહજે સિદ્ધ થાય છે, કારણ કે અન્ય ભાષાકારો પણ લગભગ એ જ સમયમાં થઈ ગયા છે.
સિધ્ધસેને ઘોડા બનાવ્યાની કથા કેટલ પ્રાચીન છે તે નિશીથસૂર્ણિના (ભા. ૨. પૃ. ૨૮૧) ઉલ્લેખ ઉપરથી જણાઈ આવે છે.