________________
પ્રશસ્તિ
343
પ્રશસ્તિ
સુપાત્રોથી દેદીપ્યમાન, કવિ, મુનિ અને પંડિતોથી શોભાયમાન, રાજાઓને, સેવનીય, સર્વ ઇષ્ટાર્થ આપનાર ગુરુરૂપ કલ્પવૃક્ષથી વિરાજિત, જિનશાસનરૂપ ભવ્ય ભૂમિને શોભાવનાર અને અનેક સિદ્ધિરૂપ ભદ્રશાળાને શિર (શિખર) પર ધારણ કરનાર એવો ચાંદ્ર નામે ગચ્છ કે જે મેરુપર્વતની તુલનાને ધારણ કરે છે. તેમાં પૂર્વે શ્રી પ્રદ્યુમ્ન નામે આચાર્ય થયા કે જે કલ્પવૃક્ષની એક મોટી શાખા સમાન હતા. વળી જેમના સમાગમરૂપ અમૃતરસથી પુષ્ટ બનેલા અનેક સુજ્ઞ મુનિઓ આચાર્યપદથી વિભૂષિત થઈ પંડિતોમાં અધિક માનનીય બન્યા છે. વળી અલ્લુરાજાની સભામાં દિગંબરનો પરાજ્ય થતાં તેનો પક્ષ પોતાના આચાર્યને એક પટ (વસ) આપવા માટે લઈ આવ્યો. એટલે સુજ્ઞ જનોમાં અગ્રેસર એવા જે પ્રદ્યુમ્નસૂરિએ બધાના દેખાતાં તેને પોતાનો સેવક બનાવ્યો. તેમના શિષ્ય શ્રીઅભયદેવસૂરિ થયા કે જે ભવ્યાત્માઓના મનોવાંછિત પૂરતાં ભાસ્કરની જેમ પોતાના વચનરૂપ કિરણોથી જગતના અંધકારને દૂર કરતા હતા. વળી પ્રૌઢ પ્રમાણરૂપ તરંગોયુક્ત, જેમણે બનાવેલ વાદમહાર્ણવ ગ્રંથ સાંયાત્રિક (સંસારી જીવો) ને જિનશાસનરૂપ પ્રવહણ (વહાણ) આપે છે. ખરેખર ! એ મહા આશ્ચર્ય છે. તેમની પાટે શ્રીધનેશ્વરસૂરિ થયા કે જેઓ ત્રિભુવનગિરિનો સ્વામી શ્રીમાન્ કર્દમરાજા જેમનો શિષ્ય હતો, અને ત્યારથી તે ગચ્છ રાજગચ્છ એવા નામથી જગતમાં પ્રખ્યાત અને પ્રશંસનીય થયો. તેમના પદરૂપ કમળને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન અને ભવ્ય કમળોને શોભા પમાડનાર એવા શ્રીઅજિતસિંહસૂરિ થયા કે જેમની દિવ્ય અને દેદીપ્યમાન વચનરચનાને મિથ્યાત્વીઓ સહન કરવાને સમર્થ નથી. ત્યાર પછી કર્ક (અર્ક) સમાન અત્યંત તેજસ્વી, જિનમત તથા શ્રીસંઘના આધારરૂપ અને સમસ્ત જનોના લગ્નદોષ (લાગેલાદોષ)ને હરનાર એવા શ્રી વર્ધમાનસૂરિ થયા. તેમના પદે શ્રીશીલભદ્ર આવ્યા કે જે તેમના પટ્ટરૂપ વૃક્ષને પોષણ આપવામાં વર્ષાઋતુ સમાન હતા. તથા જેમના ધર્મોપદેશરૂપ જળ પ્રવાહથી જગતમાં કીર્તિરૂપ લતા વિસ્તાર પામી. તેમના ચરણરૂપ સરોવરને વિષે હંસ સમાન એવા શ્રી ચંદ્રસૂરિ થયા કે જે તેમની પવિત્ર વાણીના વિવેચક અર્થ પ્રકાશક અને શાસ્રરૂપ ચક્ષુ માટે અમૃત-અંજન હતા. તેમની મતિ ચંદનના રસથી લેપાયેલી હતી. તેમજ નૈયાયિક જનોમાં અગ્રેસર એવા શ્રીભરતેશ્વરસૂરિ, નામસ્મરણથી પાતકને હ૨ના૨ શ્રીધર્મઘોષસૂરિ તથા કલ્યાણરૂપ કંદને પ્રગટ કરવામાં મેઘ સમાન એવાં શ્રીસર્વદેવસૂરિ એ ચાર શ્રીશીલભદ્રસૂરિના શિષ્યો કે જે રાજપૂજિત હતા. શ્રીસંઘરૂપ સાગરને ઉલ્લાસ પમાડવામાં ચંદ્રમા સમાન અને જ્ઞાનલક્ષ્મીના પાત્ર એવા જિનેશ્વરસૂરિ, વિકાસિત વિદ્યાથી દેદીપ્યમાન અને મહાબુદ્ધિશાળી એવા શ્રીજિનદત્તસૂરિ તેમજ ચારિત્રરૂપ કનકાચલને વિષે નંદનવન સમાન એવા શ્રીપદ્મદેવસૂરિ એ ત્રણ શ્રીચંદ્રસૂરિના જયંવત શિષ્યો હતા. એમના પદે શ્રીસંઘરૂપ રોહણાચલમાં રત્ન સમાન એવા શ્રીપૂર્ણભદ્રસૂરિ થયા કે જેમના સમાગમમાં આવતા ભવ્યજનો સત્યવસ્તુસ્વરૂપને જાણી શકતા હતા. તેમના પટ્ટરૂપ ઉદાયચલને વિષે ચંદ્રમાં સમાન અને ભવ્ય—ચકોર સમૂહને આનંદ પમાડનાર શ્રીચંદ્રપ્રભસૂરિ થયા કે જે અદ્ભુત મતિરૂપ જ્યોત્સ્યાના નિધાન હતા. વળી આશ્ચર્ય તો એ છે કે જે કલંકના સ્થાન ન હતા તથા અજ્ઞાન (રાજુ) ને ગ્રાહ્ય ન હતા; તેમજ જ્ઞાનસાગરને વિકાસ પમાડનાર છતાં જે દોષાકર (દોષના સ્થાન) ન હતા. તેમના ચરણ— કમળને વિષે ભ્રમર સમાન એવા શ્રીપ્રભાચંદ્ર આચાર્ય થયા કે જે સદા પંડિત (સુમન-પુષ્પમાં રહેવા) છતાં