________________
344
શ્રી પ્રભાવક ચરિત્ર
ગુરુના ક્રમ (ચરણ)માં અનુરક્ત હતા. શ્રીહેમચંદ્ર મહારાજે બનાવેલ પરિશિષ્ટ પર્વમાંનાં ચરિત્રો પછી શ્રીવજસ્વામી પ્રમુખ આચાર્યોનાં ચરિત્રો કે જે દુષ્પ્રાપ્ય અને છુટાછવાયાં હતાં તેમાંથી કેટલાક ગ્રંથો થકી અને કેટલાક શ્રુતધરોના મુખથી સાંભળીને મારી મતિને નિર્મળ બનાવવા તથા જિજ્ઞાસુઓની ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ નિર્મળ અને ચમત્કારી ચરિત્રો રચવાનો મેં પ્રયાસ કર્યો છે. એ ચરિત્રોમાં સંપ્રદાયના ભેદને લઈને જે કાંઈ સ્ખલના થઈ હોય, તો પંડિતજનો મારા પર પ્રસાદ લાવીને તે સંશોધન કરીને વાંચે. કારણ કે સંયોગવશે જે કાંઈ સાંભળતાં મને પ્રાપ્ત થયું અને મારા જાણવામાં આવ્યું, તે દ્વારા પોતાના શબ્દોમાં આ મેં કથારૂપે કથા રચેલ છે.
આ કથાઓ ગુફાના ધ્રોમાં રહેતા સિદ્ધ અને કિન્નરોને ઓળંગીને અગ્ર શિખરે સ્થિતિ ક૨ના૨, અત્યંત પ્રૌઢ અર્થસંપત્તિને કરનાર એવા આ અક્ષય નિધાન અને અસાધારણ પ્રભાવથી પરજ્યોતિને પરાભવ પમાડી પૂર્ણ પ્રકાશ પમાડનાર, તે શ્રીપૂર્વર્ષિઓના ચાિરૂપ રોહણાચલને વિષે શરદઋતુના ચંદ્રમા સમાન સદા પ્રકાશિત રહે.
ચંદ્રમા સમાન નિર્મળ, સુંદર પગલે પૂર્વ પુરૂષોના યશને પ્રકાશિત કરનાર, જ્ઞાનલક્ષ્મીથી શોભાયમાન એવા શ્રીપ્રદ્યુમ્ન ગુરુનો પવિત્ર બોધ કે જે આ ગ્રંથરૂપે ગુંથાયેલ છે અને સાક્ષરજનોને આદરપાત્ર છે, તે ચિરકાળ જયવંત રહો. વિક્રમ સંવત્ ૧૩૩૪ ના ચૈત્ર માસની શુકલ સપ્તમીએ પુનર્વસુ નક્ષત્ર અને શુક્રવારના દિવસે આ પૂર્વર્ષિચરિત્ર સંપૂર્ણ થયું.
-
પોતાના ગુરુના શિક્ષાપ્રસાદના કારણે પ્રયાસ કરતાં અહીં મને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય, તે વ્યાખ્યાન કરવામાં તત્પર તથા શ્રવણમાં આદર ધરાવનાર ભવ્યાત્માઓને કલ્યાણ સાધવામાં અસાધારણ સહાય કરનાર
થાઓ.
નમ્ ॥