________________
338
શ્રી પ્રભાવક ચરિત્ર
સત્કાર કરીશું,' એમ કહી દેવીને પોતાના સ્થાને વિસર્જન કરી અને આચાર્ય પણ ત્યાંથી સ્વસ્થાને આવ્યા. એ પ્રમાણે સમાધાન થવાથી રાત્રે અંબડ મંત્રીને નિદ્રા આવી. પછી તેણે પ્રભાતે શ્રીદેવીને માટે સાહસિક ભોગ ધરાવ્યો. - એ રીતે સેંધવી દેવીથી અંબડને આચાર્ય મહારાજે મુક્ત કરાવ્યો, એટલે તેણે શ્રીમુનિસુવ્રતસ્વામીના ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અઢાર હસ્ત પ્રમાણ, અસાધારણ રચનાયુક્ત તથા અનેક દેવગૃહોથી સુશોભિત એવું તે ચૈત્ય કનકાચલના કૂટ (શિખર) સમાન શોભવા લાગ્યું. ત્યાં મંત્રીશ્વરે ધ્વજારોપણનો મહોત્સવ કરાવ્યો. તે જોતાં અત્યંત સંતુષ્ટ થયેલા આચાર્ય તેને આશિષ આપતાં જણાવ્યું કે –
"किं कृतेन न यत्र त्वं यत्र त्वं तत्र कः कलिः ? ।
कलौ चेद् भवतो जन्म कलिरस्तु कृतेन किम् ? ॥ १ ॥ જ્યાં તું નથી, તેવા કતયુગનું શું પ્રયોજન છે, અને જયાં તું છે, ત્યાં કલિ (કળિકાળ) શું માત્ર છે ? જો કલિમાં તારો જન્મ થયો, તો ભલે કલિયુગ રહ્યો. કૂતયુગની કોઈ જરૂર નથી.
માટે યાવચંદ્રદિવાકરૌ તું તારા વંશજોના મનોરથને પૂર્ણ કરતાં અને આંતર તથા બાહ્ય શત્રુઓને ક્ષીણ કરતાં જયવંત રહે.”
પછી અંબડ મંત્રીની અનુમતિ લઈ ગુરુ મહારાજ સ્વસ્થાને આવ્યા અને પ્રધાનને આયુષ્યદાન આપવાથી રાજાને તેમણે ભારે આનંદિત બનાવી દીધો. આથી રાજ સંતુષ્ટ થઈને મુક્તકંઠે કહેવા લાગ્યો કે –“અહો ! જેના ગુરુની આવી દુસાધ્ય કાર્ય સાધવાની અસાધારણ શક્તિ છે તેથી હું જ ખરેખર ! અત્યંત ભાગ્યશાળી
હવે એક વખતે શ્રી સંઘની સાક્ષીએ ઉપદેશ પામતાં રાજાએ સમ્યક્ત્વ અંગીકાર કર્યું. ત્યારે તે આ પ્રમાણે ગુરુ સમક્ષ ગાથા બોલ્યો. –
"तुम्हाण किंकरो हं तुम्हे नाहा भवोयहिगयस्स ।
સયત્નથUફો મરેં તુમ્હ સમષ્યિો મM” | ૨ | તમારો હું કિંકર-દાસ છું અને આ ભવસાગરમાં એક તમે જ એક મારા નાથ છો. ભલે, ધનાદિક બધું મને પ્રાપ્ત થાય, તથાપિ મેં મારો આત્મા તો તમને જ અર્પણ કર્યો છે.
એ ગાથાના અર્થને સત્ય કરી બતાવતા રાજાએ ગુરુને રાજય અર્પણ કરી દીધું, ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે – “હે રાજન ! અમારે નિઃસંગી અને નિસ્પૃહીને રાજ્યનું શું પ્રયોજન છે ? વમેલા ભોજનને કેમ સ્વીકારીએ? એ તો અનુચિત જ છે.” એ પ્રમાણે દાન ન લેવા સંબંધી રાજા અને ગુરુનો સંવાદ થતાં મંત્રીએ તેમાં આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારે સમાધાન કર્યું કે – “હવે પછી રાજાને કરવા લાયક તમામ કાર્યો હે સ્વામિન્ ! તમને પૂછ્યા વિના અમે કર્યા કરીશું નહીં.” એટલે શ્રાવકવ્રત તથા સદૂધ્યાનને માટે રાજાએ એ વચન માન્ય રાખ્યું.
પછી રાજાને અધ્યાત્મ અને તત્ત્વાર્થનો બોઘ કરાવવા માટે આચાર્ય મહારાજે બધા શાસ્ત્રોમાં મુગટ સમાન