________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
337
લોખંડના ખીલા શિથિલ થવાથી તેના પાટીયા પડવાની તૈયારીમાં હતાં. વળી વધારે વૃષ્ટિ થતાં તેમાંથી પાણી ગળતું તથા ભીંતો બધી જીર્ણ હોવાથી ગભારામાં તેમજ ભગવતની પ્રતિમા પર પાણી પડતું હતું; આથી પ્રથમના પ્રાસાદને ઉખેડી જીર્ણોદ્ધાર શરૂ કરાવતાં તેણે પાયો ખોદાવ્યો તે વખતે પ્રભુને પોતાના સ્થાને પધરાવ્યા. એવામાં તે સ્થળે યોગિનીઓ બત્રીસ લક્ષણને લીધે શ્રીમાનું અંબડને છળવા લાગી. જેથી સર્વાગે તેને વ્યથા થવા લાગી, તેની કાંતિ ક્ષીણ થઈ ગઈ. ક્ષુધા કે તૃષાની અરૂચિ વધતાં તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું આથી તેની પદ્માવતી માતાએ પદ્માવતી દેવીનું આરાધન કર્યું એટલે તેણીએ સ્વપ્નમાં આવીને જણાવ્યું કે – “હે વત્સ ! સત્ય વચન કહું છું, તે સાંભળ – સમસ્ત યોગિનીઓનું એ મહાપીઠ સ્થાન છે, અહીં તે આવીને આનંદ કરે છે. તેઓ જેને નડે છે તેને હેમચંદ્ર ગુરુ વિના અન્ય કોઈ છોડાવી ન શકે.
ત્યારે પ્રભાતે ગુરુને બોલાવવા માટે તેણે પોતાના માણસોને આદેશ કર્યો જેથી તરત તેમણે ગુરુ પાસે જઈને વિનંતી કરી. તે વખતે પદ્માવતી પણ આવીને કહેવા લાગી કે – “છીંક આવે ત્યારે સૂર્યનું જ શરણ લેવાય, અન્ય કોઈનું નહિ. હે નાથ ! પુત્ર સહિત મને જીવિત આપો.” ત્યારે ગુરુ બોલ્યા કે – “ધર્મના પ્રભાવે બધું સારું થશે.' પછી યશશ્ચંદ્ર ગણી સહિત પગે ચાલીને ગુરુ મહારાજ અંબડ મંત્રી પાસે આવ્યા.
ત્યાં ગણિતમાં નિષ્ણાત એવા ગણી મહારાજે તેની બધી ચેષ્ટા જોઈ અને પોતાના ચિત્તમાં ચિંતવીને અલક્ષ્ય • બુદ્ધિ ધરાવનાર તેમણે તેની માતાને શિખામણ આપતાં જણાવ્યું એટલે તેણે અર્ધરાત્રે એક વિશ્વાસપાત્ર પુરુષને તેમની પાસે મોકલ્યો. તે સુગંધિ દ્રવ્ય સહિત બલી-બાકડા લઈને આવ્યો. પછી નગરના મુખ્ય દ્વાર પાસે રાત્રે આચાર્ય મહારાજ બલી અપાવતાં તે ગણી સાથે કિલ્લાની બહાર ચાલ્યા. ત્યાં દ્વાર ઉઘાડીને આગળ ચાલતાં માર્ગમાં એક ચકલાનો સમૂહ તેમના જોવામાં આવ્યો.એટલે ચગચગાટ અવાજ કરતા તેમના મુખમાં બલી નાખ્યો, ત્યાં તરત તે દેખનષ્ટ થઈ ગયા. પછી ત્યાંથી આગળ ચાલતાં કેટલેક દૂર વાંદરાનો સમૂહ જોવામાં આવ્યો, ત્યારે તેમણે ત્યાં પણ તરત અક્ષત નાંખ્યા. જેથી તે પણ બધા અદૃશ્ય થઈ ગયા. ત્યાંથી આગળ ચાલતાં કામરેજનોને ભય પમાડનાર શ્રીસેંધવી દેવીના મંદિર પાસે બિલાડાઓનું એક મંડળ તેમના જોવામાં આવ્યું. તે નિરંતર મહારૌદ્ર શબ્દથી બાળકોને બીવરાવે તેવું હતું. તેમના પર રક્ત પુષ્પો ફેંકતાં તે પણ બધા ભાગી ગયા. પછી મહાદેવીના તોરણ આગળ આચાર્ય આવીને ઉભા રહ્યા. એવામાં ગણી મહારાજ આકુળતા લાવ્યા વિના કહેવા લાગ્યા કે – હે દેવી ! બહુ દૂરથી પગે ચાલી કષ્ટ વેઠીને શ્રી હેમસૂરિ તારે આંગણે આવ્યા છે માટે અભ્યત્થાનાદિક સત્કાર કરવો તારે ઉચિત છે. કારણ કે સર્વ જાલંધરાદિકો યોગિનીપીઠોએ એમની પૂજા કરી છે.” તે એ પ્રમાણે બોલતા હતા, તેવામાં શ્રી સેંધવી દેવી ચંચલ કુંડળથી શોભતી અંજલિ જોડીને સમક્ષ ઉભી રહી ત્યારે ગણી બોલ્યા કે – “હે વિબુધેશ્વરી ! અમો અતિથિઓનું આતિથ્ય કર એટલે કે પોતાના પરિવાર અને બળથી અંબડને મુક્ત કર.” એમ ગુરુનું વાક્ય સાંભળતાં તે કહેવા લાગી કે – ‘તમે બીજું કાંઈ માગો, કારણ કે એ તો યોગિનીઓમાં હજા૨ પ્રકારે વહેંચાયેલ છે.’ ત્યારે ગણી બોલ્યા કે ‘મોટા આક્ષેપથી કહેતા હતા કે તારે એમ કહેવું હો તોપણ ભલે, તથાપિ તારે નિવૃત્ત થઈને પોતાના સ્થાને બેસવાની જરૂર છે અને તેમ કરીને પણ શ્રી હેમચંદ્ર પ્રભુને તું અદૂભુત માન આપ, કે જેથી મંડળમાં બંનેનું રૂપ રહી શકે.” એમ સાંભળતાં ભયથી ભ્રાંત થયેલ દેવીએ એક મોટો શબ્દ કર્યો જેથી બધી દેવીઓ મંત્રીને મૂકીને તરત ત્યાં આવી. પછી દેવીએ જણાવ્યું કે - “તમને કેવું વચન અપાવું ?' એટલે ગણી બોલ્યા કે – “પરમ બ્રહ્મ નિધાન એવા ગુરુ મહારાજને બ્રહ્માદિકના વચન પર આસ્થા કેવી ? પરંતુ પ્રભાતે અમે આપનો કંઈક