________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
એવું યોગશાસ્ત્ર બનાવ્યું. ગુરુએ પોતે રાજાને તેનો અભ્યાસ કરાવતાં તેણે ગુરુ સમક્ષ તે ગ્રંથ વિચારી લીધો. પછી સમ્યક્ત્વવાસિત રાજાએ એવો નિયમ લીધો કે —‘જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, તે રાજમુદ્રાની જેમ મારે વંદનીય છે.'
339
એવામાં એકવાર ચતુરંગ સૈન્યમાં ગજારૂઢ થઈને રાજા રાજમાર્ગે જતો હતો, તેવામાં માથે કેશનું મુંડન કરાવેલ, ઉત્તરીય વસ્ત્રથી આવૃત,પગે કથીરની જડેલી અવાજ કરતી પાદુકા પહેરેલ, હાથમાં નાગવલ્લીના પાનનું બીડું ધારણ કરેલ તથા વેશ્યાના ખભા પર પોતાની ભૂજાને લટકાવેલ એવા એક જૈનર્ષિને રાજાએ વેશ્યાની સાથે એક મકાનમાંથી બહાર નીકળતો જોયો. એટલે હાથીના કુંભસ્થળ પર મસ્તક નમાવતાં રાજાએ તે મુનિને પ્રણામ કર્યા. ત્યારે પાછળના આસન પર બેઠેલ નફૂલ રાજાને હસવું આવ્યું. તે જોઈ વાગ્ભટ અમાત્યે સ્વામીને નિવેદન કર્યું, એટલે ગુરુમહારાજે રાજાની આગળ ધર્મકથા કરતાં જણાવ્યું કે : —
"पासत्थाइ वंदमाणस्स, नेव कित्ती न निज्जरा होइ ।
વ્હાયતેિસં મેવ, ગરૂ તદ્દ
મ્મબંધ વા" ॥
॥
પાસત્યાદિકને વંદન કરતાં કીર્ત્તિ કે નિર્જરા પણ ન થાય, પરંતુ તેમ કરવાથી કાયકલેશ અને કર્મબંધ થાય.'
એટલે રાજાએ વિચાર કર્યો કે — ‘મારો વૃત્તાંત આજે ગુરુને કોઈએ જણાવેલ છે, પણ પૂજય ગુરુની શિક્ષાથી હવે હું તેવા કર્મથી નિવૃત્ત થયો છું.'
હવે અહીં રાજાના નમસ્કારને જોતાં તે મુનિને વિચાર થયો કે — ‘નમસ્કારની મારામાં યોગ્યતા ક્યાં છે ?કારણ કે વીતરાગમાર્ગથી હું પતિત થયો, તજેલ ભોગનો મેં પુનઃ સ્વીકાર કર્યો, પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો અને તેથી હું મુખ જોવા લાયક કે નામ ગ્રહણ કરવા લાયક રહ્યો નથી.’ એમ ચિંતવતા તેણે કામદેવના ધનુષ્ય તુલ્ય વેશ્યાની ભુજાનો ત્યાગ કર્યો, કુબુદ્ધિ ઉપજાવનાર અને વ્રતના કંટકરૂપ એવા પાનના બીડાને તજી દીધું, તેમજ નરકમાર્ગમાં યાન સમાન પાદુકાનો પણ ત્યાગ કર્યો. એમ વિરાગી થઈને તે સ્વલ્પ પરિવાર સહિત પોતાના સ્થાને આવ્યો અને મોટા મનથી ગુરુ પાસે પુનઃ મહાવ્રત ધારણ કરી, સર્વ સંગને તજીને તેણે અનશનનું પ્રત્યાખ્યાન કર્યું. તે વખતે પોતાના પરિવારે તેને વાર્યા છતાં તે દઢતાને લીધે પોતાના આગ્રહથી પાછો ન હટ્યો. કારણ કે મહાસાગરમાં મળેલ નાવનો કોણ ત્યાગ કરે ? પછી ત્યાં અનશનને ઉદ્દેશીને પ્રભાવનાઓ થવા લાગી, કારણ કે કલ્યાણની આંકાક્ષા રાખનાર, તપસ્યા મહિમા કોણ ન કરે ? એવામાં અધિકારી પુરૂષોએ એ હકીકત રાજાને નિવેદન કરી, જેથી પોતાના અંતઃપુર અને પરિવાર સહિત રાજા પ્રમોદપૂર્વક ત્યાં તે તપોનિધાન મુનિને વંદન કરવા આવ્યો, અને જેવામાં તેમનું મુખ જોયું, ત્યાં તરત તેના જાણવામાં આવ્યું કે — ‘આ મુનિ તો તે જ છે કે જેને કુવેશરૂપે પણ વેશ્યાના દ્વાર આગળ મેં નમસ્કાર કર્યા હતા.' એમ ધારી તેના ગુરુ અને મુનિવર્ગને વંદન કર્યા પછી રાજા તે મહાત્માના ચરણે પ્રણામ કરવા ગયો, તેવામાં તેનો હાથ પકડીને નિષેધ કરતાં મુનિએ જણાવ્યું કે — ‘હે મહારાજ ! તું મારો ગુરુ છે, ભવસાગરથી તેં મારો નિસ્તાર કર્યો. જગતને વંદનીય એવા તારા પ્રણામ પણ મારા જેવાને અતિદુર્જર છે. પ્રાણીઓમાં બંને લોકના કષ્ટને હ૨ના૨ તારા જેવા જો પૃથ્વી પર અપૂર્વ સ્વામી ન હોત, તો જિનવચનની વિરાધના કરનાર, ચારિત્રથી