________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
335
તેમજ ઘોષણાપૂર્વક અમારિપટહ વગડાવ્યો.
હવે પોતાના નગર અને રાજયમાં ભમતાં કુમારપાલ રાજાએ એક એવી સ્ત્રી જોઈ કે જેનો પતિ મરણ પામ્યો હતો અને રાજપુરુષો જેને સતાવી રહ્યા હતા. તેની દયા આવવાથી તે જ વખતે રાજાએ તેનું ધન લેવાનો નિષેધ કર્યો અને પોતે નિયમ લીધો કે–“જો સમસ્ત રાજ્ય મારી પાસે છે, તો અપુત્રીયાના ધનનું મારે કાંઈ પ્રયોજન નથી.' એવામાં કોઈ પ્રસિદ્ધ વ્યવહારી ત્યાં મરણ પામ્યો, તે પુત્ર રહિત હોવાથી અધિકારીઓ તેના ધન સહિત સ્ત્રીને રાજા પાસે લઈ આવ્યા, ત્યારે રાજાએ તેમને પૂછ્યું કે–એ અપુત્રીયાનું ધન કોને મળે ?” એટલે તેઓ બોલ્યા કે—“હે સ્વામિનું ! તેના પુત્રને અથવા રાજાને મળે, એવી રૂઢિ છે.
એમ સાંભળતાં ભૂપાલ હસીને કહેવા લાગ્યો કે-“પૂર્વજ રાજાઓની એ અવિવેકબુદ્ધિ હતી; કારણ કે કુટિલતા રાખ્યા વિના પોતાના ગુરુ (વડીલ)ના પણ દોષ બતાવી દેવા જોઈએ. સર્વને આધીન થનાર ક્ષણિકલક્ષ્મીને ખાતર રાજાઓ ઉત્તમ, મધ્યમ અને અધમ જનોના પુત્રપણાને પામે છે. અર્થાત્ તેમના પુત્ર જેવા બની જાય છે, માટે હું તો જગતના લોકનો પુત્ર થનાર નથી, પણ પતિ અને પુત્રરહિત અબળાના ધનનો ત્યાગ કરતાં જગતને આનંદકારી થઈશ.” એમ કહીને સુજ્ઞ રાજાએ પતિ અને પુત્ર રહિત અબળાના ધનનો ત્યાગ કર્યો, કે જે ધન પૂર્વે નળ, રામ વગેરે રાજાઓ પણ લેતા હતા. આ બનાવથી પોતાના ઉપદેશની સફળતા માનતા શ્રી હેમચંદ્રગુરુ ભારે સંતોષ પામ્યા, અને રાજાની વિકસિત વૃત્તિ તેવા આચરણમાં દઢ કરવા માટે તેમણે આ પ્રમાણે શ્લોક કહી સંભળાવ્યો–
"न यन्मुक्तं पूर्व रघुनधुषनाभागभरत,
મૃત્યુર્વાનાર્થઃ વૃdયુતોત્પત્તિમપિ / विमुंचन् संतोषात्तदपि रुदतीवित्तमधुना,
મારÆાપાન ત્વમસિ મહતાં મસ્તમr:' છે ? | કૃતયુગમાં ઉત્પન્ન થયેલા એવા રઘુ, નઘુષ, નાભાગ અને ભરત વગેરે રાજાઓ પણ જે અબળાધનને મૂકી ન શક્યા, તે સંતોષથી નિરાધાર અબળાના ધનને મૂકતાં હે કુમારપાલ ! મહા પુરુષોમાં તું જ એક મુગટ સમાન છે.
એ પ્રમાણે અંતઃપુરસહિત પ્રત્યાખ્યાનપૂર્વક રાજા, દેવેંદ્રની જેમ નિષ્કટક રાજ્યનું પાલન કરવા લાગ્યો, એવામાં એક વખતે જૈનધર્મમાં તત્પર બનેલ રાજા કુમારપાલને બંને રીતે બલ (બળ તથા સૈન્ય) હીન જાણીને કેટલાક બાતમીદાર સેવકોએ એ વાત કલ્યાણકટકના અધિપતિ રાજાને નિવેદન કરી, જેથી તે મોટું લશ્કર લઈને તેની સામે આવ્યો. એ સમાચાર પોતાના ખાનગી પુરૂષો પાસેથી જાણવામાં આવતાં કુમારપાલને ચિંતા થવાથી તેણે ગુરુ મહારાજને વિનંતિ કરી કે - “હે ભગવન્! હું જૈન છતાં એ રાજાથી જો મારો પરાભવ થાય, તો જિનશાસનની લઘુતા થશે.'
ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે – “હે નરેન્દ્ર ! શાસનદેવી તારું રક્ષણ કરશે, અને તે લગ્ન (મુહૂર્ત) સાતમે દિવસે છે, તે તારા જાણવામાં આવશે.” એમ ચમત્કારી વચન સાંભળીને રાજા પોતાના સ્થાને ગયો. અહીં રાત્રે ગુરુ મહારાજે વિધિપૂર્વક સૂરિમંત્રનો જાપ કર્યો. એટલે તેનો અધિષ્ઠાયક દેવ સાક્ષાત આવ્યો, અને