________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
એ પ્રમાણે મંત્રીના મધુર વાક્યોથી અંતરમાં પ્રસન્નતા પામતાં તે પ્રમોદપૂર્વક ચિંતવવા લાગ્યો કે—‘અહો ! મને દરિદ્રને પણ એણે સભા સમક્ષ આટલું બધું માન આપ્યું.' એવામાં તીર્થોદ્વારના કામમાં નિયુક્ત કરેલા વ્યવહારીયા શ્રાવકો તીર્થોદ્વા૨ માટે દ્રવ્ય ઉઘરાવવા વહી લઈને ત્યાં આવ્યા. તેમાં તેમણે પ્રથમ મંત્રી અને પછી જ્યેષ્ઠાનુક્રમથી નામો લખ્યા હતા, તે નામો જોતાં પેલો દરિદ્ર વણિક વિચારવા લાગ્યો કે—‘જો મારા સાત દ્રમ્સ આ કાર્યમાં વપરાય, તો મારા જેવો બીજો ભાગ્યાશાળી કોણ ?' ત્યારે મંત્રીએ તેને જણાવ્યું કે— ‘શું તારે કંઈ બોલવાની ઈચ્છા છે ?’
333
એટલે વણિક બોલ્યો—‘આ સાત મ્મ લઈને હે પ્રભો ! મારા મનને સંતુષ્ટ કરો.’ એમ તેના સદાચારથી અમાત્ય પરમ આનંદ પામીને કહેવા લાગ્યો ‘હે ભ્રાત ! તું મારો ધર્મમિત્ર છે, માટે સત્વર એ દ્રમ્પ અર્પણ કર. શ્રીતીર્થોદ્વા૨ની મારી આશા આજે સફળ થઈ.’ વળી ‘પોતાના જીવિતની માફક કલેશ વિના તે તમામ પુંજીનો વ્યય કર્યો.’ એમ કહી તેનું નામ મંત્રીએ વહીની આદિમાં લખાવ્યું, તે પછી પોતાનું નામ અને તેની નીચે બીજા ધનવંતોના નામ રાખ્યાં. પછી તેણે વિચાર કર્યો કે—આપણે તો ખરકર્મથી કોટિ દ્રવ્ય ઉપાર્જન કરેલ છે અને તેમાંથી આ આપવાનું છે છતાં પ્રમાદી છીએ એમ ધારી તેણે પોતાના ખજાનામાંથી ત્રણ રેશમી વસ્ત્ર અને પાંચસો દ્રમ્મ મંગાવીને મંત્રીએ તેને જણાવ્યું કે—‘હે ધર્મબંધુ ! આનો સ્વીકાર કર.’ ત્યારે વણિક જરા હસીને કહેવા લાગ્યો કે—‘હે સ્વામિન્ ! અસ્થિર ધનલેશથી હું પુણ્યનો વિક્રય કરનાર નથી. તમે પોતે પૂર્વ પુણ્યથી વિભવ પામ્યા છો, તો મારા જેવાને છેતરતાં શરમાતા કેમ નથી ?’ એમ સાંભળતાં રોમાંચિત થતો મંત્રી બોલ્યો કે—‘તું મારા કરતાં પણ અધિક ધન્ય છે, કે જેનું મન આવું નિઃસ્પૃહ છે.’ એમ કહીને તેણે કપૂરથી વાસિત પાનનું બીડું તે સાધર્મી વણિકને આપ્યું, તે લઈ, સન્માન પામ્યા છતાં કડવા સ્વભાવની દુર્મુખી પોતાની ગૃહિણીથી ભય પામતો તે પોતાના ઘરે આવ્યો, એવામાં ઘરે આવતાં અકસ્માત્ સ્ત્રીએ મીઠાં વચનોથી તેને સંતોષ પમાડ્યો. એટલે પૂર્વે કોઈવાર અદષ્ટ તેણીનું આચરણ જોતાં તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે બધો યથાસ્થિત વૃત્તાંત સ્ત્રીને કહી સંભળાવ્યો. જે સાંભળતાં તે કહેવા લાગી કે—તમે મંત્રી પાસેથી જે પારિતોષિક ન લીધું, તેથી મારું મન બહુ જ સંતુષ્ટ થયું છે, જો તમે મંત્રી પાસેથી લોખંડનો અર્ધ ટકો પણ લીધો હોત, તો હું અવશ્ય તમારા ઘરમાં હોત નહિ. હવે ગાયને બાંધવાનો ખીલો બરાબર મજબુત કરો.' એમ પોતાની સ્ત્રીના કહેવાથી તે કોદાળી માગીને ત્યાં ભૂમિ ખોદવા લાગ્યો. જમીનને કંઈક ખોદતાં કોદાળી ખટકી, એટલે તેણે પોતાની ગૃહિણીને બોલાવીને તે વાત કહી. ત્યારે તેણી બોલી કે—રાત્રે એકાંતમાં કંઈક કરવા જેવું છે, અત્યારે ખોદવાનું મૂકી દો.' પછી રાત્રે ખોદવા જતાં તેમાંથી ચાર હજાર સોનામહોર નીકળી, તે જોતાં વણિક ભારે પ્રમોદ પામીને ચિંતવવા લાગ્યો કે—‘અહો ! જિનેશ્વરની અલ્પ પૂજાનું પણ આટલું બધું ફળ ? આ ધન તો હું વાગ્ભટ મંત્રીને અર્પણ કરીશ. કારણ કે આવા તીર્થમાં એનો વ્યય થતાં, તે કોટિગણું થવાનું.’ આ તેના વિચારને પત્નીએ અનુમોદન આપતાં પ્રભાતે તે પર્વત પર મંત્રી પાસે જઈ, તે દ્રવ્ય બતાવીને કહેવા લાગ્યો કે—આ ધન તમે ગ્રહણ કરો.'
ખરું
એ પ્રમાણે સાંભળતાં મંત્રીશ્વર બોલ્યો કે—‘હે બંધુ ! મારું એક વચન સાંભળ -તારા સત્ત્વથી આપેલા સાત દ્રમ્મથી જ મારો મનોરથ પૂર્ણ થયો છે માટે તે ઉપરાંત તમારું દ્રવ્ય લેવાને હું સમર્થ નથી, કારણ કે આટલા દ્રવ્યથી તો સમસ્ત પર્વત સુવર્ણનો થઈ શકે, તેમ ક૨વાની મારી પ્રતિજ્ઞા નથી. તો તું તારું દ્રવ્ય યથારુચિ