________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
329
યોગીની જેમ વિના શબ્દ ચાલ્યો. પછી પર્વતની ઉપરની ભૂમિએ જઈને તેણે વાજિંત્રોનો નાદ વિસ્તાર્યો. તે વખતે વાલ્મટ અમાત્યને તેણે આદેશ કર્યો કે–‘પ્રભાત પહેલાં પાંચસો પાડાઓનું આદ્ર ચામડું લાવો.” એમ રાજાના હુકમ પ્રમાણે તે લાવ્યો, એટલે બખ્તરને ધારણ કરતા કેટલાક પ્રચંડ સુભટો તેની અંદર પડ્યા. તેમજ કેટલાક દાંતે ખડગ ઉપાડીને સત્વર આરોહણ કરવા લાગ્યા. એમ ઉપર ઝડપથી ચડી જઈ તેમણે અંદરખાને પોતાના પરાક્રમથી તે કિલ્લાના કાંગરા ભાંગવા માંડ્યા. ત્યારે કુમારપાલ રાજાએ દબાવેલ શત્રુરાજા અર્ણોરાજ પ્રભાતે મુખ્ય દ્વાર ઉઘાડીને બહાર નીકળી ગયો. આ વખતે તે સંગ્રામમાં તેણે પોતાના જીવિતની પણ આશા મૂકી દીધી હતી. એવામાં બંને પક્ષના રણવાદ્યો વાગતાં પ્રતિધ્વનિથી આકાશ એક શબ્દમય બની ગયું. તે વખતે કાયર પુરુષોના પ્રાણો દેહમાં રહેવાને અસમર્થ થવાથી પાતાલના શરણને ઇચ્છતા તે તરત દેહ છોડીને ચાલતા થયા. પછી બાણ સામે બાણ, ખગ સામે ખગ તથા બાહુયુદ્ધ ચાલ્યું કે જેમાં સુભટોના મુખ દેખાતા ન હતા. સૂર્યના સંક્રાંતિકાળે પત્થરમય પર્વતોની જેમ હાથીઓ અનેક રીતે શરીરે ઘાયલ ને ખંડિત થતા દેખાવા લાગ્યા. પાકેલ કોળાની જેમ ત્યાં અશ્વો ખંડિત થવા લાગ્યા. તેમજ ચોખાના પાપડની જેમ રથો અત્યંત ચૂર્ણ થવા લાગ્યા. વળી પાકેલા કલિંગડાની જેમ ત્યાં પડેલા સુભટોના જઠર માંસ અને આંતરડાથી ઓતપ્રોત દેખાતા હતા. પ્રાણેશના સમાગમ માટે વિમાનમાં રહેલ અપ્સરાઓના દૂતોની જેમ માંસના અભિલાષી ગીધ પક્ષીઓ આકાશમાં સંચરવા લાગ્યા. એ પ્રમાણે વંશ, ખ્યાતિ અને નામના ઉચ્ચારપૂર્વક સંગ્રામ ચાલતાં અને હસ્તીઓના મદજળથી ધૂળ બધી શાંત થતાં; તેમજ ત્યાં પટ્ટહસ્તી બંને એક બીજાની સામે આવી દંતશૂલથી લડવા લાગ્યા ત્યારે રાજાએ ચારૂભટને શત્રનો મહાવત બનેલો જોયો. ત્યાં શ્યામલ મહાવતે હસ્તીને હાક મારવાના ભયને દૂર કરતાં સ્વચ્છ વસ્ત્ર લઈને તેના બે ટુકડા કરી કાન ઢાંક્યા, એવામાં ચારૂભટે ગર્વથી હાથીના દાંત પર પગ મૂક્યો અને મનમાં વિચાર કર્યો કે–આ પ્રતિમાતંગ (સામે આવેલ હસ્તી) શું માત્ર છે ?' તે વખતે કુમારપાલ રાજાએ બંને પક્ષ પર દષ્ટિપાત કર્યો. એટલે બધું સૈન્ય અસ્તવ્યસ્ત જણાયું. ત્યારે રાજાએ શંકિત થઈને કહ્યું કે- હે મિત્ર ! શ્યામલ તું પણ ફૂટી ગયો છે? જેથી હાથીને પાછો વાળે છે.' ત્યારે તે બોલ્યોહે નાથ ! શ્યામલ મહાવત, સ્વામી અને મહામતંગજ એ ત્રણેને ભેદવું સ્વપ્ન પણ શક્ય નથી.” પાછલા પગે ખસતા પ્રતિગજથી નીચે પડતા એવા શત્રુ સૈન્યના સર્વસ્વ જેવા ચારુભટ્ટને પકડી લેવો.’ એમ તે બોલતો હતો, તેવામાં હાથીના બે દાંત છૂટા પડતા પોતાના સ્વામીના તેજની સાથે તરત જ તે બંનેની વચ્ચે પડ્યા, અને તે પણ પડી ગયો. એટલે સુભટોએ પકડીને બાંધી લીધો અને રાજાએ અર્ણોરાજના લલાટમાં ભાલો માર્યો. જેથી ચારુભટ વિના ક્યાંક નાશી જવાને તૈયાર થયેલ તેણે પોતાનો હાથી પાછો વાળ્યો અને તેની સેના પણ પાછી વળી. આથી કુમારપાલરાજાએ પોતાની જીત થયેલ પ્રકાશીને પટ ફેરવ્યો, અને તે પોતાનો એક પરાક્રમી રાજા માનવા લાગ્યો. તે વખતે તરત જ સામંતો બધા તેની પાસે આવ્યા. એટલે રાજાએ તેમને જણાવ્યું કે–“એ રાજાને તમે જ જીત્યા છો.' એમ કહી તેમને પ્રસન્ન કર્યા. પછી તેણે પોતાના યોદ્ધાઓ મારફતે તેનો દેશ, ભંડાર અને તેના લુંટાવી તેમાં જેઓ ક્રૂર, સત્વહીન અને યુદ્ધમાં પુંઠ આપનાર હતા, તેવા બધા સૈનિકો, તેના અગણિત દ્રવ્યના સંગ્રહથી સાત પેઢી સુધી તૃપ્ત થઈ ગયા. પછી પોતાને જયશીલ માનનારા રાજા કલ્પવૃક્ષની જેમ યાચકોને મનમાનતું દાન આપતો તે પોતાના નગરભણી પાછો વળ્યો અને અષ્ટાદશશતી દેશના મુખ્ય એવા પત્તન (પાટણ)માં તે આવી પહોંચ્યો એટલે સિદ્ધરાજ કરતાં પણ તેનું ચરિત્ર ભારે ઉગ્ર ભાસવા લાગ્યું.