________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
લગાવી, હાથમાં કમંડળ ધારણ કરી, મસ્તકે જટા રાખીને એવા વેષમાં શિવનું પૂજન કે નમન કરીએ, પણ આ તો આપણને રાજ્યની વિડંબના જ છે. તો અહીં જ કોઈ રીતે જો એ રાજા સધાય તો બધું ઠીક ઠીક થઈ જાય. કારણ કે એ તો લંગડા સસલા સમાન વાડામાં જ અવાજ કરનારો છે, તે પછી ક્ષત્રિય તેજથી અદ્ભુત એવા કોઈ ચૌલુક્યવંશી રાજાને રાજ્ય પર બેસાડી, તેની આજ્ઞા પાળવી જ આપણને ઉચિત છે.
327
ત્યારે પ્રધાનો કહેવા લાગ્યા કે—‘હે સ્વામિન્ ! આપના કુળમાં સ્વામિદ્રોહ કરવો ઉચિત નથી. એ સિદ્ધરાજના પદે આવીને રહેલ છે, માટે આપણને સર્વથા આરાધવા લાયક છે. કારણ કે યુદ્ધમાં જય થાય, તે તો અનિશ્ચિત છે, કિલ્લાને ઘેરો ઘાલવા દ્વારા ખૂબ વિચારીને કામ કરો.'
એવામાં વિક્રમસિંહ બોલ્યો—‘આ રાજાને શી રીતે મારવો ? તમારે કોઈ શિખામણ આપવાની જરૂર નથી. અત્યારે કંઈ ઉપાય બતાવો. કારણ કે સ્વામીના કોઈ પણ કામમાં આપણે જ મુખ્ય બોલનાર છીએ.’
એટલે તેઓ બોલ્યા કે—‘હે નાથ ! તમારી મતિને જે ઉચિત લાગે, તે કરો અને અમને પ્રમાણ છે.’
ત્યારે વિક્રમે જણાવ્યું કે—અત્યારે મારા મહેલમાં એક અગ્નિયંત્ર કરો કે જેથી મારા મહેલમાં એ વિના કલેશે વિનાશ પામશે.' એમ કહી પોતાના આવાસમાં તેમના હાથે પ્રગલ્ભતાથી અગ્નિ સળગાવવાનો તેણે વિચાર કર્યો કે, જે દુષ્ટ બુદ્ધિવાળા તેઓના વિનાશને જ સૂચવનાર હતો. એ પ્રમાણે સાંભળતાં પ્રધાનો વિચારવા લાગ્યા કે—‘આપણે અહીં શું કરીએ ? ભવિતવ્યતા ઓળંગાય તેમ નથી. એના રાજ્યનો ભ્રંશ થવાનો છે અને કુમારપાલનો વિજય થવાનો છે. પૂર્વના પુણ્યોથી જે શ્રીસિદ્ધરાજની ગાદીપર બેઠો, એટલે એના સેવક બનવાની પણ આ યોગ્યતા ધરાવતો નથી.' એમ ચિંતવી લલાટ પર અંજલિ જોડીને તે કહેવા લાગ્યો કે— સ્વામીનો આદેશ અમને પ્રમાણ છે, તેમાં અમારે વિચાર કરવાનો નથી.'
પછી સુતા૨ોને બોલાવીને તેણે મહેલ બંધાવવાની શરૂઆત કરી, કે જેમાં જમીનમાં ભોયરું અને ઉ૫૨ વસ્ત્રના છેડા સમાન ચંચલ વસ્ત્ર સ્તંભ પાટ આદિ ક૨ાવવામાં આવ્યા અને તેના પર તંબૂ નાખીને તેને એક વિશાલ વસ્ત્રથી આચ્છાદિત કર્યો. તેને વિસ્તૃત ચંદ૨વાથી મંડિત કર્યો અને મોતી તેમજ પુષ્પોના ગુચ્છથી તેને શણગારવામાં આવ્યો. તે જો કે બહારથી તો બહુ રમણીય દેખાતો, પરંતુ તેની એવી રચના કરવામાં આવી હતી કે તેની એક ખીલી ખેંચી લેતાં તે ખેરના અંગારાથી ભરેલ ખાડામાં પડે અને તરત ભસ્મીભૂત થઈ જાય. એ પ્રમાણે મહેલ તૈયાર થતાં પ્રધાનોએ આંખમાં આંસુ લાવીને નિવેદન કરતાં તેમનો નાયક બોલ્યો કે—‘મતિ એ કાર્યને સાધે છે.’ પછી તેણે વિચાર કર્યો કે—જ્યારે એ બિચારો આ આશ્ચર્યકારી રચનાઓ જોતો એક તપસ્વીની જેમ આવી વિલાસ શય્યામાં દૃષ્ટિ લગાવીને બેસશે, કે તરત અધઃપતન થવાથી તે મરણ પામશે.' એમ ચિંતવીને તે પ્રભાતે સૈન્યમાંથી આવ્યો અને જમીન સુધી મસ્તક નમાવીને તેણે રાજાના ચરણે નમસ્કાર કર્યા. પછી દંભથી, વિષે ભરેલ અને મુખે અમૃતને ધારણ કરતા ઘટની જેમ સુજ્ઞ એવા તે મંડલેશ્વરે રાજાને વિનંતિ કરી કે—‘હે સ્વામિન્ ! મહેરબાની કરીને મારા મહેલને અલંકૃત કરો. અને આજે ત્યાં જ ભોજનાદિક કરીને આરામ લેજો. આપ આવશો, તે પછી જ અમે અને અમારો પરિવાર ભોજન લેશે.'
ત્યારે રાજાએ કહ્યું કે—‘તારા જેવો હિતકારી અને સ્વામિભક્ત બીજો કોણ છે. પરમાર કુળમાં ઉત્પન્ન થયેલ તારા વિના બીજો કોઈ નિર્ભય નથી, આવા શુભ કાર્યમાં કોણ પ્રતિષેધ કરે ? તારો આવાસ અમારે જોવાલાયક જ છે.'