________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
321
એમ સાંભળતા અમાત્ય કહેવા લાગ્યો કે–“હે સ્વામિનું ! બરાબર લક્ષ્યપૂર્વક સાંભળો–આજથી નવ વર્ષ પૂર્વે તમે મને આ પ્રદેશનો અધિકારી બનાવ્યો હતો. તે વખતે પર્વત પર આરોહણ કરતાં જીર્ણ જિનાલય મારા જોવામાં આવ્યું. એટલે આવક દ્રવ્યનો તેમાં વ્યય કરીને એ ચૈત્યનો મેં ઉદ્ધાર કરાવ્યો. હવે જો આપને એ કબુલ અને પ્રમાણ હોય તો ઠીક, નહિ તો આપ સત્યાવીશ લાખ-દ્રમ્મુ-ટકા લઈ લ્યો.'
એ પ્રમાણે સાંભળી હર્ષથી રોમાંચિત થતો રાજા કહેવા લાગ્યો કે-“હે મંત્રિનું ! આવું તુચ્છ વચન તમે કેમ બોલ્યા ? અસ્થિર દ્રવ્યના વ્યયથી તમે મારુ યશોજીવન અત્યંત સ્થિર, પુણ્યમય અને ગરિષ્ઠ બનાવ્યું છે, તેથી આલોક અને પરલોકમાં તારા જેવો મારો અન્ય સ્વજન કોણ છે? માટે હે મિત્ર ! ખેદ ન કર. આપણે હવે આ પર્વત પર આરોહણ કરીએ.” એમ કહેતાંજ રાજાએ પર્વત પર આરોહણ કર્યું. ત્યાં મંડપમાં શુદ્ધ ભૂમિકા પર બેસીને તેણે અષ્ટાંગ જિનેશ્વરને વંદન કર્યું. એવામાં બેસવાને માટે આસન લાવેલ સેવકને અટકાવતાં રાજાએ જણાવ્યું કે “આ તીર્થમાં કોઈએ પણ આસનાદિક પર ન બેસવું, શય્યા પર નિદ્રા ન લેવી, ભોજન કે રસોઈ ન કરવી, સ્ત્રીસંગ ન કરવો, સૂતિકાકર્મ પણ ન કરવું અને દધિમંથન ન કરવું.” ઇત્યાદિ સિદ્ધરાજની મર્યાદા અદ્યાપિ શાશ્વતી વર્તે છે. પછી સુવર્ણ, રત્ન અને શ્રેષ્ઠ પુષ્પોથી ભગવંતને પૂજીને રાજા અંબાદેવીના મંદિરમાં ગયો. ત્યાં દેવીનું પૂજન કરીને તેને પ્રણામ કર્યા, ત્યાંથી કૌતુકી રાજા અવલોકનશિખર પર ગયો, ત્યાં ભક્તિથી શ્રીનેમિનાથને નમીને તે દિશાઓનું અવલોકન કરવા લાગ્યો. એવામાં એક ચારણ બોલ્યો કે
“હું ના સીદ્ધર નં વડિલ જિનારિ |
लइआ च्यारु देस अलयउं जोअइ कर्णऊत्र" ॥ १ ॥ પછી પર્વત પરથી નીચે ઉતરીને રાજા શ્રી હેમચંદ્ર સહિત પ્રભાસ પાટણમાં શિવાલયમાં ગયો. ત્યાં આચાર્યું પરમાત્મસ્વરૂપે શિવની સ્તુતિ કરી અને નમસ્કાર કર્યા કારણ કે અવિરોધ એ જ મુક્તિનું પરમ કારણ છે. આચાર્યે આ પ્રમાણે સ્તુતિ કરી હતી—
“यत्र तत्र समये यथा तथा, योसि सोस्यभिधया यया तया।
वीतदोषकलुषः स चेद् भवा-नेक एव भगवन्नमोस्तु ते" ॥१॥ ગમે તે સમય (શાસ્ત્રોમાં ગમે તે રીતે અને ગમે તે નામથી હો. જો તમે દોષની કલુષતા રહિત હો, તો હે ભગવનું ! તમે એક જ છો માટે તમને નમસ્કાર છે.
પછી ત્યાં મહાદાન આપી, મહિમાથી અદૂભુત પૂજા કરીને રાજા ત્યાંથી પાછો ફરીને અંબિકાથી અધિષ્ઠિત કોટિ (કોડિનાર) નગરમાં આવ્યો, ત્યાં સંતાન ચિંતાથી વ્યાકુળ થયેલ રાજાને જાણીને શ્રી હેમચંદ્રસૂરિએ આદરપૂર્વક અંબિકાદેવીનું આરાધન કરવા માંડ્યું. એટલે ત્રણ દિવસના ઉપવાસને અંતે તેમણે તે શાસનદેવીને બોલાવી ત્યારે તે સાક્ષાત્ આવીને કહેવા લાગી કે– હે મુનિ ! મારું વચન સાંભળો-એ રાજાના ભાગ્યમાં સંતતિ નથી, તેમ આ સમયે તેવો કોઈ પુણ્યશાળી જીવ પણ નથી, એ રાજાના ભ્રાતાનો પુત્ર કુમાર છે, તે પુણ્ય, પ્રતાપ અને મહિમાથી બલિષ્ઠ એવો રાજા થશે. તે અન્ય રાજયોને જીતશે અને ભોગવશે તથા પરમ શ્રાવક થશે.એ પ્રમાણે દેવીનું વચન સાંભળતાં પુત્રના અભાવે અંતરમાં ખેદ પામનાર અને પ્રજાની પીડાથી