________________
320
શ્રી પ્રભાવક ચરિત્ર (ચારિત્રે) સંચરતા દેખાવા લાગ્યા એટલે રાજાએ તેમને વાહન પર આરોહણ કરવાની અભ્યર્થના કરી પણ ચારિત્રસ્થિત આચાર્યે તેનો નિષેધ કર્યો ત્યારે રાજાએ મનમાં કંઈક દૂભાઈને મિત્રતાથી તેમને કહી દીધું કે‘તમે તો જડ છો.”
જેથી તેમણે પ્રાકૃતમાં ઉત્તર આપ્યો કે હા, અમે નિજડ છીએ.” એટલે રાજા ચમત્કાર પામતાં ચિંતવવા લાગ્યો કે-“એમણે તો અમને સજડ-જડ કહ્યા પણ પોતે તો પોતાના આચારને પાળતા હોવાથી અને સુજ્ઞ હોવાથી અમે નિજડ છીએ, એમ કહેતાં અહો ! આચાર્યની વ્યાખ્યાચારી જણાઈ આવે છે.
પછી ત્રણ દિવસ સૂરિ રાજાને મળ્યા નહિ એટલે તેમને કોપાયમાન સમજીને રાજા શાંત પાડવા માટે ત્યાં ગયો, તે વખતે તંબુમાં બેસીને તેઓ આયંબિલ કરતા હતા. રાજાએ પડદો જરા દૂર કરીને તેમનું લખ્યું ભોજન જોઈ લીધું. તે જોતાં રાજાને વિચાર આવ્યો કે–“અહો આ જિતેંદ્રિય, શુષ્ક ભોજનમાં પાણી મેળવીને ખાય છે. ખરેખર ! એમનું તપ ભારે દુષ્કર છે. આ લોકો ભક્તિના અતિશયથી ભવ્ય લોકો પાસે એમને મિષ્ટાન્નનું ભોજન લેનારા ઓળખાવે છે, તે અજ્ઞાન છે.” એમ ચિંતવીને રાજાએ પ્રગટ જણાવ્યું કે– હે પ્રભો ! અવજ્ઞાથી નહિ, પણ મિત્રતાથી કરેલ મારો એ અપરાધ આપ ક્ષમા કરો. આપની દેહવ્યથાના ઉચ્છેદ માટે મેં એ કર્કશ વચન કહ્યું હતું.'
ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે હે રાજન ! રાગ દ્વેષના સ્વભાવ રહિત એવા અમને રાજા કે દરિદ્રની કર્કશ કે પ્રિયવાણી શું કરવાની હતી? કારણ કે—
“મુંનીદિ વર્થ ઐક્ય, નીf, વાસો વસીરિ..
शयीमहि महीपृष्ठे कुर्वीमहि किमीश्वरैः ॥ १ ॥ અમે ભિક્ષાવૃત્તિથી ભોજન કરીએ છીએ, જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ અને પૃથ્વી પીઠ પર શયન કરીએ છીએ, તો અમારે રાજાઓનું શું પ્રયોજન છે?
પછી રાજાએ તેમનો સત્કાર કરી સિંહપુર (સિહોર) નામે સ્થાન બ્રાહ્મણોને આપીને તે શ્રી શત્રુંજય પર્વત પર ચઢ્યો ત્યાં ભાવથી શ્રીયુગાદિ પ્રભુને નમી, તેમની પૂજા કરીને રાજા ભારે પ્રમોદથી પોતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યો. ત્યાં રાજાએ તીર્થની પૂજા માટે બાર ગામ આપ્યાં. કારણ કે મહાપુરુષો તેવાં કામ અનુમાનથી પણ કરે છે. પછી પર્વત માર્ગે અલ્પ વખતમાં પુણ્યશાળી રાજા રૈવતાચલની નજીકમાં આવી પહોંચ્યો ત્યાં સંકલ ગામની પાસે આવાસ દેવરાવ્યા અને લોચનને અમૃત-રસાયન સમાન શ્રીગિરનાર ગિરિને તેણે જોયો, તે વખતે પર્વતના શિખર પર રહેલ શ્રીનેમિનાથના ચૈત્યનો શ્રીસન મંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલે ધવલપ્રસાદ જોઈને રાજાએ તેને પૂછયું, ત્યારે તીર્થ પ્રભાવનાના હર્ષથી લોચનને વિકસિત કરતાં તેણે જણાવ્યું કે હે દેવ ! યાદવવંશના મુગટ સમાન શ્રી નેમિનાથ ભગવંતનો આ પ્રાસાદ દેખાય છે, તે આપનો જ બનાવેલ છે.’
રાજાએ કહ્યું કે “શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી આ ઉજ્જયંત મહાતીર્થને હું જાણું છું અને અહીં જગન્યૂજય શ્રી નેમિનાથ ભગવંત બિરાજમાન છે, પરંતુ એ મારી કૃતિ છે. એમ જે તું કહે છે, તેમાં મને સંશય