________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
319
કર્યો, હવે બહુશ્રુત એવા આપ પૂજ્યને વિચાર કરતાં જે ગૌરવોચિત લાગે, તે પ્રમાણે કરો.”
પછી એક દિવસે મહાકવિ, અભિનવ ગ્રંથની રચનામાં આકુળ હતો, પટ્ટિકા અને પટપર તે પદો લખી રહ્યો હતો. શબ્દ-વ્યુત્પત્તિને માટે તે અન્યોન્ય ઉહાપોહ કરી રહ્યો હતો, પુરાણ કવિઓના દૃષ્ટાંત જોઈને તે વાક્યરચનામાં ઉતારતો હતો, એવામાં બ્રહ્મ ઉલ્લાસના નિવાસરૂપ, બ્રહ્માના મંદિરમાં પંડિતોથી વિભૂષિત શ્રી હેમચંદ્રસૂરિની સભામાં ક્ષુધાતુર અને પોતાના પરિવારથી પ્રેરાયેલ દેવબોધ મધ્યાન્હ પછી પ્રતિહારની પરવાનગીથી ત્યાં આવી ચઢ્યો એટલે મંત્ર-ઔષધિની પ્રભાથી સ્તબ્ધ થયેલ અગ્નિની જેમ ઠંડા પડેલા તેજવાળા તે મહા વિદ્વાનને જોઈ આચાર્ય મહારાજ ઉભા થયા, અને કહેવા લાગ્યા કે “હે સુજ્ઞશિરોમણિ ! તમારું સ્વાગત છે. આજે જોવામાં આવ્યા તેથી આજનો દિવસ ધન્ય છે. તે કલાનિધાન ! આજે આ અમારા અર્ધ આસનને અલંકૃત કરો. તમે સંકટમાં પણ પ્રગલ્કતાથી વિભૂષિત અને કળાઓનો બરાબર નિર્વાહ કરી રહ્યા છો.”
એ પ્રમાણે સાંભળતાં દેવબોધ પણ ચિંતવવા લાગ્યો કે–“મારા મર્મને તો આ જાણે છે. કથનથી કે કથનાતીત કળાથી અમે કાંઈ સમજી શકતા નથી. ગમે તેમ હો, પણ એ મહાવિદ્વાનું અને સૌભાગ્ય-લક્ષ્મીથી અત્યારે વિકાસમાન છે. માટે એ સ્વચ્છ-પવિત્ર પર મત્સર શો ? એનું બહુમાન કરવાથી જ શુભનો ઉદય થાય તેમ છે. આ સમયે પુણ્ય અને વિદ્યામાં એમની તુલનામાં કોણ આવે તેમ છે ? વળી ગુણોમાં પ્રતિકૂળ કોણ થાય ? માટે એ માનનીય છે.” એમ ધારી આચાર્યની અનુમતિથી તે તેમના અર્ધાસન પર બેઠો. વળી તે સુજ્ઞ આચાર્ય મહારાજને પુરુષરૂપે સાક્ષાત્ સરસ્વતી માનતો હતો. પછી શ્રેષ્ઠ સારસ્વતથી ઉજ્જવળ એવો દેવબોધ, સભાસદોના રોમાંકુરને પ્રગટ કરવામાં મેઘ સમાન એવું સવિસ્મય વચન કહેવા લાગ્યો–
पातु वो हेमगोपालः कंबलं दंडमुद्वहन् । . षड्दर्शनिपशुग्रामं चारयन् जैन गोचरे" ॥ १ ॥ દંડ અને કંબળને ધારણ કરતા શ્રી હેમ-ગોપાલ તમારું રક્ષણ કરો કે જે જૈન-ગોચરમાં ષટદર્શનરૂપ પશુઓને ચારી રહ્યા છે.
આ શ્લોક સાંભળતાં શિર ધૂણાવતા સભાસદો, તેમાં સત્યાર્થીની પુષ્ટિ સમજીને હૃદયમાં અતુલ વિસ્મયને ધારણ કરવા લાગ્યા.
પછી આચાર્ય મહારાજે શ્રીપાલને બોલાવીને તેની સાથે મૈત્રી કરાવી. કારણ કે વિરોધ શમાવવો એ વ્રતધારીઓનો પ્રથમ ધર્મ છે. તે વખતે ગુરુએ તેનો વૃત્તાંત સિદ્ધરાજને જણાવી તેને રાજા પાસેથી લક્ષ દ્રવ્ય અપાવ્યું. એવામાં અન્ય દર્શનના સંબંધમાં આવતાં વિદ્વાનોના પ્રણામથી અને ક્ષીણ થતાં પોતાના ભાગ્ય શક્તિ અને આયુસ્થિતિનો વિચાર કરી, મહામતિ દેવબોધે તે દ્રવ્યથી ત્યાં દેવું ચૂકવી ઋણરહિત થઈ ગંગા કિનારે જઈને પરભવનું સાધન કર્યું.
હવે એકવાર પોતાને સંતાન ન હોવાથી ખેદ પામેલ સિદ્ધરાજ ઉપાનહ વિના પગે ચાલીને તીર્થયાત્રા કરવા નીકળ્યો, ત્યાં હેમચંદ્ર પ્રભુને પણ તેણે સાથે લીધા. કારણ કે ચંદ્રમા વિના શું નીલોત્પલ (કમળ) વિકસિત થાય? તે વખતે જીવ રક્ષાને માટે હળવે હળવે ચાલતા અને જાણે સાક્ષાતુ સંયમ હોય એવા ગુરુ દ્વિધા ચરણે