________________
318
શ્રી પ્રભાવક ચરિત્ર
અમારા જેવાને યોગ્ય નથી, એ સ્પષ્ટ છે. આવા ગામનો નટ અને ગામડાના લોકો જેવો ભલે તમારો જ અનુકૂલ સંયોગ રહો.”
ત્યારે રાજા શ્રીપાલ કવીશ્વરને કંઈક આશયસહિત વચન બોલ્યો કે—‘તમે કોપગર્ભિત સજ્જનનું વાક્ય સાંભળ્યું કે નહિ?”
એટલે પ્રજ્ઞાવાન શ્રીપાલ કવિ વિચારવા લાગ્યો કે-“આ ભિક્ષ કાર્ય સન્માનથી દંડિત અને ક્રિયાભ્રષ્ટ થાય, તથા તેજોહીન થાય તેમ કરું, એમ ધારીને તે બોલ્યો કે-“હે મહારાજ ! આ મુનિઓ અચિંત્ય શક્તિધારી અને મહા પ્રભાવશાળી છે, માટે સ્વદેશમાંથી એમને મોકલવા ન જોઈએ, કારણ કે વિદ્વાનો દ્રવ્ય કે ખુશામતથી સંતુષ્ટ થતા નથી, પણ તેમનો સ્વભાવ જાણવામાં આવતાં તેઓ કેવળ સધાત્સલ્યથી પ્રસન્ન થાય છે.”
એ પ્રમાણે સત્ય અને શ્રવણીય વચન સાંભળતાં રાજા પોતાનું મસ્તક મુનિના ચરણે લગાડીને વિનય પૂર્વક કહેવા લાગ્યો કે-મુનિઓના વ્રત-માહાભ્યથી જ પૃથ્વીનું પાલન કરતા રાજાઓ ઈંદ્રની જેમ શોભા પામે છે તેમાં બીજું કંઈ કારણ નથી. માટે હે મુનીશ્વર ! તમે ક્રિયાનિષ્ઠ થઈને અમારા દેશમાં જ રહો. કારણ કે મહાત્માઓ અર્થી જનના પ્રણય-સ્નેહનો ભંગ કરતા નથી.' એમ રાજાના વચનથી તે દેવબોધ સંતુષ્ટ થઈને ત્યાં રહ્યો, અને ત્રણ વરસ થતાં તે હળવે હળવે દરિદ્ર થઈ ગયો. કારણ કે ક્રય વિક્રયના વ્યવહારથી તેને ધનની પ્રાપ્તિ થતી નથી. ત્યાં તો માત્ર રાજાનું આપેલ ભોગવવાનું હતું, એટલે તે ન મળતાં ધન વિના તેને દરિદ્રતા આવી ગઈ. એ બધો વૃત્તાંત શ્રી હેમચંદ્રસૂરિ તો જાણતા હતા, છતાં શ્રીપાલ કવિએ એકાંતમાં તેમની પાસે વિચાર ચલાવ્યો કે “એ ભિક્ષુ પોતાના આચારથી ભ્રષ્ટ ક્રિયાહીન, દુશ્ચરિત્રવાનું હોવાથી આચારનિષ્ટ યતિઓને મુખ જોવા લાયક નથી. વળી દરિદ્રતાની રાજધાની હોવાથી તે અત્યારે ઋણથી જર્જરિત બની ગયો છે. તેમજ મદ વડે ઉદ્ધત અને મહાલોલ જીભને વશ થવાથી અત્યારે પરિવાર સહિત તે ભિક્ષાવૃત્તિથી પોતાનો નિર્વાહ ચલાવી રહ્યો છે. એ દર્શની પોતાના લક્ષણોથી દર્શનાચારમાં સ્થાપન થયેલ છે. વળી એના સદ્ગુણોથી. આઠ સિદ્ધિઓમાંથી છ તો ચાલી ગઈ, પણ અણિમા અને લઘિમા એટલે કૃશતા અને લઘુતા એ બે સિદ્ધિઓ એની પુષ્ટ થઈ છે, એ આશ્ચર્ય છે. તેજથી સાક્ષાત્ દેવેંદ્ર સમાન અને વર્ણાશ્રમના ગુરુ એવા શ્રી સિદ્ધરાજને એણે ભૂમિ પર બેસાડ્યો અને પોતે મહેલના શિખર પર રહેલ કાગની જેમ સિંહાસન પર બેઠો. એ અવજ્ઞા રૂપ લતાનું તે નિર્વિવેકીને ફળ મળ્યું. અને વળી મારા સાંભળવા પ્રમાણે તે એવો વિચાર ચલાવે છે કે આપણને રણ-સંગ્રામનો ઉપદ્રવ પ્રાપ્ત થશે. તેથી રાજપૂજ્ય શ્રી હેમચંદ્ર ગુરુ વિના એ પ્રતિઘાત પામે તેમ નથી. માટે જો એ પૂજ્ય ગુરની પાસે આવે, તો પણ અમારે તો તેને માન ન આપવું જોઈએ. કયો સુજ્ઞ એ પતિત-ભ્રષ્ટનું મુખ પણ જુએ ?'
ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે તમે કહો છો, તે સત્ય છે, પણ એના એક ગુણને લીધે બહુમાન કરવાની જરૂર છે કે જે ગુણ બીજામાં નથી. આ સમયે જેમાં બીજા ગુણો સંક્રાત થયેલા છે એવું અસાધારણ સિદ્ધસારસ્વત એના વિના બીજે ક્યાંય નથી. માટે જો નિર્વિષ સર્ષની જેમ પોતાના માનને પ્લાન કરનાર એ ધીમાન આવે, તો એને સત્કાર મળવો જોઈએ.'
એટલે શ્રીપાલ કવિ કહેવા લાગ્યો કે “મહાપુરુષની દૃષ્ટિ તો ગુણને જોવાની જ હોય છે. શ્યામ અને મરણ પામેલ કતરાના ધવલ દાંતને કૃષ્ણ મહારાજે વખાણ્યા હતા. આ સંબંધમાં મેં તો મારો અભિપ્રાય નિવેદન