________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
ત્યારે તે સેવકો કહેવા લાગ્યા કે—અમે આ બધુ જાતે નજરે જોઈને કહીએ છીએ, પણ જોયા વિના નહિ; તેમ છતાં તમે જેને આદેશ કરો, તેને અમે પ્રતિજ્ઞાપૂર્વક તે બતાવીએ.
317
એટલે શ્રીપાલે કહ્યું કે—‘આજે અર્ધરાત્રે શ્રીજયસિંહ રાજા ત્યાં આવે, તેને તમે બતાવો.’ તેમણે એ વચન કબૂલ કરી રાજા પાસે જઈને સિદ્ધસારસ્વત કવિની બધી હકીકત યથાર્થ રીતે કહી સંભળાવી. જે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે—જો એ વાત સત્ય હોય, તો મને નજરે બતાવો. કારણ કે એ સાક્ષાત્ પ્રગટ રીતે નજરે જોયા છતાં માનવામાં ન આવે તેવી વાત છે.’
પછી અર્ધરાત્રે રાજા બતાવેલ માર્ગે ચાલીને કાયરજનોને દુષ્પ્રાપ્ય એવા સરસ્વતીના કિનારે આવ્યો, ત્યાં વૃક્ષ-લતાઓની નિબિડ ઘટામાં તેણે દૃષ્ટિ કરી, તો મદોન્મત અનુચરોથી આશ્રિત, ઇચ્છાનુસાર ગુણગાન થવાથી અવ્યક્ત ધ્વનિયુક્ત તથા મદ્યપાત્રથી નીકળતા મઘવડે મલિન મુખ સહિત તે દેવબોધ રાજાના જોવામાં આવ્યો, એટલે આ અનુચિત જોઈને સિદ્ધરાજને પણ ખાત્રી થઈ અને મનમાં સૂગ થતાં તેણે પોતાની નાસિકા મરડી, વળી તેને વિચાર આવ્યો કે—‘અહો સંસારની કેવી વિચિત્રતા છે ? કે દર્શનના આધારરૂપ આવા વિદ્વાનો પણ આમ પોતાની મર્યાદા લોપીને કુત્સિત કર્મ કરે છે. અત્યારે જો હું એને સાક્ષાત્ ન બોલાવું, તો પ્રભાતે શું એ પોતાનું આ દુશ્ચરિત્ર માનવાનો છે ?’ એમ રાજા વિચાર કરે છે, તેવામાં અતિક્રીડાથી જાણે કોટિરસને પામી હોય, તેમ તેના પ્રગટ વચન રાજાના સાંભળવામાં આવ્યા. ત્યાં પોતાની પાસે આવેલ રાજાને જોઈ તેના તેજ પ્રસારથી ઉજવળ બની શોભતી ચંદ્રિકા જાણે પાછળ પાછળ આવતી હોય એમ ભાસતું હતું. તે વખતે દેવબોધ પોતાના પરિવારને કહેવા લાગ્યો કે—‘આ પ્રસન્ન-સ્વચ્છ મદિરાનો એક એક ઘુંટડો લઈ પોતાના સ્થાને જઈને હવે આરામ કરીએ.' એ સાંભળી રાજા બોલ્યો અમારો પણ આ (મદિરાપાન)માં ભાગ કરો. ‘સ્વાદિષ્ટ સંવિભાગમાં કોણ વિમુખ હોય ?
એવામાં ક્ષણવાર વિચારીને તાત્કાલિક મતિ ઉત્પન્ન થતાં દેવબોધ બોલી ઉઠ્યો કે—‘હે રાજન્ ! તમે અચાનક દૈવયોગે જોવામાં આવ્યા. એટલે અમે તમને વધાવીએ છીએ; એમ કહી તેણે એક સુવર્ણપાત્ર મદ્યથી ભરીને રાજાને આપ્યું. તે જોતાં રાજાને ક્ષીરપૂર્ણ જોવામાં આવ્યું. એટલે અમૃત સમાન તેનું રાજાએ પાન કર્યું અને ક્ષણભર તેને વિચાર થઈ આવ્યો કે—‘આ દુધ કે મઘ ? એણે પોતાની શક્તિથી તેનો રસ ફેરવી નાખ્યો હશે અને જો ૨સ-પરાવર્તન કર્યું હોય, તો એની શક્તિ અને પ્રતિભા અદ્ભુત છે.’ પછી તે કવિરાજે રાજાને તે વખતે ‘આ અવસર ઠીક છે.' એમ ધારી વિસર્જન કર્યો. પ્રભાતે રાજસભામાં આવીને તેણે નિવેદન કર્યું કે—‘હે મહારાજ ! અમારે તીર્થાટન કરવું છે, માટે આપની અનુજ્ઞા લઈએ છીએ.’
ત્યારે રાજાએ જણાવ્યું કે—તમારા જેવા મુનીશ્વરો તો દેશની શાંતિ માટે નીર સમાન છે. તો કયો સુજ્ઞ તમને જવાની અનુમતિ આપે ?’
એટલે તેણે કહ્યું કે—‘હે રાજન્ ! આ વખતે અર્થવાદનું પ્રયોજન નથી. જ્યાં પંડિત ખલ-ભાષાથી પરાભવ પામે અથવા ઓળખાય, ત્યાં સ્થિતિ કરવી યોગ્ય નથી. કુળ, વિદ્યા, વય, જ્ઞાન કે શક્તિ જો પુરુષને નિંદનીય કર્મોથી ન અટકાવે, તો નગરમાં રહેવાથી શું ? દેવ, દેવીઓ, મહામંત્રો, અનેક વિદ્યાઓ અને અષ્ટ સિદ્ધિઓ જેમને વશ હોય, છતાં તેમનું વચન માન્ય ન થાય, તો તેવા લોકોથી પણ શું ? માટે હે રાજા ! તારી સભા