________________
316
શ્રી પ્રભાવક ચરિત્ર
આથી ત્યાં મહાસભાના પંડિત સભાસદોને અવહીલનાપૂર્વક જોઈને પોતાના જ્ઞાનથી ગર્વરહિત એવા આચાર્ય બોલ્યા કેदुर्वारस्मरघस्मरोरगविषव्यासंगमूढो
કનઃ शेषः कामविडंबितो न विषयान् भोक्तुं न मोक्तुं क्षमः" ॥१॥ દુર્વાર કામરૂપ વિકટ ઉરગના વિષયના વ્યાસંગથી મૂઢ બનેલ અને કામથી વિડંબના પામેલ શેષજનો વિષયોને ભોગવી શકતા નથી કે મૂકી શકવાને પણ સમર્થ નથી.
પછી ભદ્રાસને બિરાજમાન આચાર્યે પોતાની શક્તિ પ્રગટ કરવા માટે રાજાને જણાવ્યું કે– કોઈ પામર, પુરુષને અહીં લાવો.' એટલે રાજાના આદેશથી પ્રતિહાર તરત જ શ્રી સિદ્ધરાજના તળાવ પરથી કોઈ જળવાહક મજુરને લઈ આવ્યો ત્યારે ગુરુમહારાજે તેને પૂછયું કે “અક્ષરમાં તારો પરિચય છે ?
ત્યારે તે પોતાની પ્રજ્ઞાનુસારે બોલ્યો-“હે સ્વામિનું ! કંઈક પરિચય છે. જન્મથી થા અને જા એ બે અક્ષર વિના હું કંઈ શીખ્યો નથી. તે સિવાય તો પાડા પર ગુસ્સો લાવીને હું તેના પુંછને મરડવાનો અભ્યાસ કરું છું.”
એટલે સુજ્ઞશિરોમણી દેવબોધ તેના મસ્તક પર પોતાનો હાથ રાખીને બોલ્યો કે હે સભ્યો ! તમે એની વાણી સાંભળો–આથી સભ્યો બધા સાવધાન થઈ ગયા. એવામાં કાવ્યના અભ્યાસીની જેમ તે મતિમાન સ્થિર અને ધીર વચનથી કહેવા લાગ્યો કે
तं नौमि यत्करस्पर्शाद् व्यामोहमलिने हदि ।
सद्यः सम्पद्यते गद्य-पद्यबन्धविदग्धता" ॥ १ ॥ જેના કરસ્પર્શથી વ્યામોહથી મલિન બનેલ હૃદયમાં ગદ્ય-પદ્ય રચવાની કુશળતા સત્વર પ્રગટ થાય છે, તેને હું નમસ્કાર કરું છું.
એ પ્રમાણે ભારે ચમત્કારથી બધા વિદ્વાનો ચકિત થઈ ગયા. તે વખતે સિદ્ધરાજે એ કવીશ્વરને લક્ષ દ્રવ્યદાન આપ્યું. જે શ્રીપાલ કવિથી સહન ન થઈ શકવાથી અને તેના આચારમાં શંકા પડવાથી તે દેવબોધનું ચરિત્ર પોતાના ખાત્રીદાર માણસો મારફતે તપાસાવવા લાગ્યો. એવામાં તે ભાગવતનું અદ્ભુત ચરિત્ર, મહાનિંદનીય અને અવજ્ઞા કરવા લાયક તેમના જોવામાં આવ્યું, જે તેમણે સૌ સમક્ષ નિવેદન કરતાં જણાવ્યું કે “જે વચન અશ્રદ્ધેય છતાં અમારી પ્રતીતિથી શ્રદ્ધા કરવા લાયક છે. કારણ કે જે અમે સાક્ષાતુ નજરે જોયા છતાં અમારું મન સંદિગ્ધ રહે છે, કે ગંગાજળથી ભાગવત વ્રતને ધારણ કરનાર, વેદજ્ઞ અને સોમરસને પીનાર એવા તેણે યજ્ઞોપવીતને દગ્ધ કરીને મદિરાનું પાન કર્યું. સંન્યસ્તાશ્રમના આચારનો આડંબર રાખનાર એ અર્ધરાત્રે પોતાના પરિવાર સહિત સરસ્વતીના તટ પર મદિરાપાન કરે છે. વળી રાજા (ચંદ્ર) બુધ, કવિ, શૂર, ગુરુ અને વક્ર શનૈશ્ચર એ બધા વારુણી (મદ્ય અથવા પશ્ચિમ દિશા)ના સંગથી અસ્ત પામે છે, અને આ ઉદયમાન છે, એ જ મોટું આશ્ચર્ય છે.”
એવામાં એકદમ સંભ્રાંત લોચન કરતાં શ્રીપાલ કવિ બોલ્યા કે—એ કેમ સંભવે? એ તો નજરે જોયા છતાં પણ સત્ય ન માની શકાય તેવું છે. ચોથા સંન્યસ્ત આશ્રમમાં વર્તનાર અને વ્યાવહારિક ભોગોની સાથે પણ કંઈ પ્રયોજન નથી. તેના દર્શનાચારથી વિરુદ્ધ ભોગાદિક તો તે કેમ એવી શકે ?