________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
ધાન્ય ખાનાર છતાં પ્રતિદિન કામી બને છે. તેમાં શું કારણ હશે ?
એ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ બોલ્યો કે — ‘સભામાં જે ઉત્તર આપવાને સમર્થ ન હોય અને બોલવા જાય, એ ખરેખર ! પુરુષોનું અતિસાહસ કહેવાય.' એમ રાજાને સન્માન્ય અને સુકૃતાર્થી જનોમાં અગ્રેસર એવા શ્રી હેમસૂરિ સંઘનો ઉદ્ધાર કરવામાં ધુરંધર થઈ પડ્યા.
313
હવે એકવાર મહાવિદ્વાન્ દેવબોધ નામે ભાગવતદર્શની કે જે સરસ્વતીનો અવતાર અને બુદ્ધિનો ભંડાર હતો, તે અણહિલ્લપુરમાં આવી ચડ્યો. એટલે નિયુક્ત પુરુષોએ સિદ્ધરાજને તેના આગમનની વાત નિવેદન કરી. ત્યારે રાજાએ સહોદર સમાન માનેલ શ્રીપાલ કવિરાજને બોલાવીને એકાંતમાં વિચાર ચલાવ્યો કે — ‘એ મહાવિદ્વાન દેવબોધ શી રીતે આપણા જોવામાં આવે ? તે નિઃસ્પૃહ અને તપથી બલિષ્ઠ છે, તેથી રાજસભામાં આવનાર નથી. વળી આપણા દેશમાં આવેલ આવો સમર્થ વિદ્વાન જો સન્માન ન પામે, તો એ આપણી અપકીર્તિ અને લઘુતા કેમ ટળી શકે ?'
એટલે કવીશ્વર કહેવા લાગ્યો કે — ‘જે વિદ્વાન આડંબરી હોય, તે નિઃસ્પૃહ કેમ હોઈ શકે ? અને લક્ષ્મી વિના પરિવારને પણ તે કેમ રાખી શકે ? લક્ષ્મી તો વિદ્વાનોને વલ્લભ આપ જેવા રાજાઓથી જ પામી શકાય. એ લક્ષ્મી મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. પરંતુ ભારતીની ભક્તિને લીધે આપની જો તીવ્ર ઇચ્છા હોય, તો ઇન્દ્રસભા સમાન આપણી રાજસભામાં એને બોલાવો.'
—
ત્યારે રાજાએ ‘ભલે, એમ થાઓ' એ પ્રમાણે કહીને તેણે પોતાના પ્રધાન પુરુષો મોકલ્યા. ત્યાં મદથી ઉદ્ધત બનેલ તેણે તેમને જણાવ્યું કે · ‘તમે રાજાના આદેશથી મને બોલાવવા આવ્યા છો, પણ સ્પૃહારહિત અમારે રાજાઓનું શું કામ છે ? વળી કાશીપતિ અને કાન્યકુબ્જના સ્વામીને જોયા પછી અલ્પ દેશના અધિપતિ ગુર્જરેશ્વરની અમારી પાસે શી ગણના ? તેમ છતાં તમારો સ્વામી મને જોવા ઇચ્છતો હોય, તો પોતે જમીન ૫૨ બેસી મને સિંહાસન પર બેસાડી ને જુએ.' એમ સંભળાવી વિસર્જન કરેલા તે પ્રધાન પુરુષોએ આવીને બધો યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. એટલે તેની વાણીથી ભારે ચમત્કાર પામેલ રાજાએ કવિરાજને કહ્યું કે · ‘શાંત જૈન મુનિઓ વિના કોને અભિમાન નડ્યું નથી ? જ્યાં તરતમતાયુક્ત જ્ઞાન હોય, ત્યાં મદને અવકાશ કેવો ? માટે કૌતુકથી એનું પણ આ ચેષ્ટિત તો જોવું.'
પછી બીજે દિવસે શ્રીપાલસહિત રાજા તેના સ્થાને ગયો. ત્યાં વિદ્વાનોથી સેવિત અને સિંહની જેમ દુર્ઘષ એવો દેવબોધ કવીશ્વર સિંહાસન પર બેઠેલ, રાજાના જોવામાં આવ્યો. ત્યારે દૃઢ ભક્તિ અને વિનયથી વામન બનીને રાજાએ તેને નમસ્કાર કર્યો, કારણ કે ગુણપૂર્ણ સજ્જનોના ચિત્તમાં મદને અવકાશ મળતો નથી. પછી સાક્ષાત્ વિશ્વરૂપ એવા રાજાને ઉત્તમ આશિષથી અભિનંદન આપી, હસ્તસંજ્ઞાથી ભૂમિ બતાવતાં તે બોલ્યો કે — ‘હે રાજન્ ! અહીં બેસો.’ તે સાંભળતાં રાજાએ, શ્રીપાલ કવિએ બનાવેલ કાવ્ય બોલતાં સ્પષ્ટાક્ષરે જણાવ્યું કે ‘સમસ્ત પર્વતોના મુગટ સમાન આ તરફ મેરુપર્વત છે અને આ તરફ પોતાના ભારને સ્થાપન કરી રહેલ સાત સમુદ્રો છે, તેમજ આ તરફ મહીપતિનો દંભ અને આડંબર બતાવતા ધીર પુરુષો બેઠેલા છે, અમારા જેવાને આ ધરણીતલ સ્થાન જ ઉચિત છે.
-
એ પ્રમાણે કહી પ્રતિહારે ધરણીતલ પર આસન બિછાવતાં દોષ–શત્રુનું મંથન કરનાર રાજા ત્યાં બેસી ગયો. એવામાં તે વિદ્વાને હસ્તથી કવિરાજને બતાવતાં કહ્યું કે — ‘સભાને અયોગ્ય આ કોણ છે ?' ત્યારે