________________
312
શ્રી પ્રભાવક ચરિત્ર
પણ તેમની પ્રતિમાઓ છે. તેમ કેદાર મહાતીર્થમાં પણ છે. તેથી જેને જ્યાં ગમે, ત્યાં શ્રદ્ધા લાવે છે; જ્યાં પ્રગટજ્ઞાન છે, ત્યાં ધર્મ છે. એ સ્મૃતિવાદીઓ અને વેદવિદ્યાના વિશારદોને પણ તમે પૂછો કે ગમે ત્યાં જ્ઞાન છે, કારણ કે ગંગા કોઈના બાપની નથી.”
એમ સાંભળતાં રાજા બોલ્યા કે – “જૈનમુનિ જે કહે છે, તે સત્ય છે, માટે જો તમારા મતમાં હોય, તો તમે આ સંબંધમાં સત્ય ઉત્તર કહો. આ કામમાં તમે એક સત્ય વચન બોલ્યા છો કે રાજાએ દરેક કાર્ય વિચારીને જ કરવું જોઈએ. એટલે આ કાર્યમાં દર્શનોને માટે સમાનતા ધરાવનાર એવો હું પોતે જ દૃષ્ટાંતરૂપ થયો, વળી બધા દેવોના મંદિરો પણ મેં કરાવ્યાં છે. ત્યાં કંઈ પણ ઉત્તર ન આપતાં બ્રાહ્મણો મૌન ધરી રહ્યા, કારણ કે જગતના સ્વભાવમાં કોઈ પણ હેતુ નિરર્થક નથી.
પછી રાજાએ સત્કારપૂર્વક આચાર્ય મહારાજને કહ્યું કે – “પોતાના આગમ પ્રમાણે સત્ય વ્યાખ્યાન કરતાં તમારો લેશ પણ દોષ નથી.' એ પ્રમાણે રાજાથી સત્કાર પામેલ શ્રી હેમચંદ્રપ્રભુ જૈનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન પ્રકાશવા લાગ્યા.
એક વખતે આભિગ નામે રાજાનો પુરોહિત વૃથા રોષને વહન કરતો તે રાજસભામાં બિરાજમાન આચાર્ય મહારાજને કહેવા લાગ્યો કે – ‘તમારો ધર્મ શમ અને કારુણ્યથી શોભિત છે, પણ તેમાં એક ન્યૂનતા છે, કે વ્યાખ્યાનમાં સ્ત્રીઓ સર્વદા શૃંગાર સજીને આવે છે, વળી તે તમારા નિમિત્તે અકૃત અને પ્રાસુક આહાર આપે છે, તે વિકારજનક આહાર હોવાથી તમારું બ્રહ્મચર્ય શી રીતે ટકી શકે ? કારણ કે -
"विश्वामित्रपराशरप्रभृतयो ये चाम्बुपत्राशनास्तेऽपिस्त्रीमुखपंकजं सललितं दृष्टैव मोहं गताः । आहारं सुदृढं (पुनर्बलकरं) पयोदधियुतं ये भुंजते मानवा ।
स्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद् विन्ध्यः प्लवेत् सागरे" ॥ १॥ વિશ્વામિત્ર, પરાશર કે જે માત્ર જળ અને પાંદડાંનું ભોજન કરતા, તેઓ પણ સ્ત્રીના વિલાસયુક્ત મુખને જોતાં જ મોહમૂઢ બની ગયા, તો જે મનુષ્યો વૃત, દુધ, દહીં સહિત બલવર્ધક સ્નિગ્ધ ભોજન કરતા હોય, તેઓ જો ઇન્દ્રિયનિગ્રહ કરી શકતા હોય, તો સમુદ્રમાં વિંધ્યાચલ પુળ્યા જેવું થાય.
ત્યારે આચાર્ય બોલ્યા કે – “પુરોહિતનું એ વચન વિચાર વિનાનું હોવાથી તે વિદ્વાનોને ઉચિત નથી. કારણકે જગતમાં પ્રાણીઓની ચિત્તવૃત્તિઓ વિચિત્ર પ્રકારની હોય છે, જ્યારે પશુઓમાં પણ તેવી ભિન્નતા જોવામાં આવે છે, તો ચૈતન્યયુક્ત મનુષ્યોની શી વાત કરવી ? કારણ કે – "सिंहो
बलीहरिणशूकरमांसभोजी, संवत्सरेण रतिमेति किलैकवारम् । पारापतः
खरशिलाकणभोजनोऽपि कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतुः ? ॥ १ ॥ બલિષ્ઠ સિંહ હરિણ, ડુક્કરનું માંસ ખાનાર છતાં વરસમાં એકવાર રતિસુખ ભોગવે છે અને કબૂતર શુષ્ક