________________
શ્રી જીવદેવસૂરિ
25
જીવદેવસૂરિએ પોતાનું મરણ નિકટ જાણીને વાયડમાં આવી પોતાના ગચ્છની વ્યવસ્થા કરીને તે પછી અનશન કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું.
કહે છે કે એમના સ્વર્ગવાસના સમયમાં તે સિદ્ધ જોગી-કે જેને પૂર્વે જીવદેવે પરાજિત કર્યો હતો - તે વાયડમાં આવ્યો અને મૃતક જીવદેવનું મુખ દેખવા માટે આગ્રહ કર્યો આનું પ્રયોજન એ હતું કે જીવદેવનું કપાલ એક ખંડનું હોઈ યોગીને લેવું હતું, પણ આચાર્યે પ્રથમ આપેલ સલાહ પ્રમાણે ગણાવચ્છેદકે તેને ફોડી નાખ્યું હતું તેથી યોગીની મુરાદ પૂરી ન થઈ, આથી તેણે નિરાશા પ્રકટ કરતાં કહ્યું “રાજા વિક્રમાદિત્યને અને આ મારા મિત્ર આચાર્યને એક ખંડ કપાલ હતું જે પુણ્યવાન પુરુષનું લક્ષણ કહેવાય છે.” આ પછી યોગીએ અગર અને ચન્દનના કાષ્ઠો લાવીને આચાર્યના અગ્નિસંસ્કારમાં ભાગ લીધો.
પ્રબન્ધની સમાપ્તિ કરતાં ચરિત્રકાર કહે છે કે આજે પણ તેમના વંશમાં અમરના જેવા તેજસ્વી પ્રભાવક આચાર્યો થાય છે. અત્રે વાપરેલ ‘અમર' શબ્દથી તેમણે એ વાયડ ગચ્છના આચાર્ય જિનદત્તસૂરિના શિષ્ય બાલભારત, કાવ્ય કલ્પલતા પ્રભૂતિ ગ્રન્થોના પ્રણેતા પ્રસિદ્ધ કવિ અમરચન્દ્રસૂરિની સૂચના કરી છે, આથી જણાય છે કે સં. ૧૩૩૪ સુધી અમરચન્દ્ર કવિ વિદ્યમાન હશે.
- વાયડ ગચ્છ અને વાયડજ્ઞાતિ જે સ્થાનના નામથી આજ પર્યન્ત પ્રસિદ્ધ છે તે વાયડ સ્થાન આજે પણ ડીસા (જીલ્લા પાલનપુર)ની પાસે એજ વાયડ' નામથી પ્રસિદ્ધ છે. પૂર્વે એ મહાસ્થાનોમાં ગણાતું પણ હમણાં ગામડાના રૂપમાં વર્તમાન છે. વાયડ જ્ઞાતિ તો આજે પણ ગુજરાતમાં વર્તમાન છે; પણ વાયડ ગચ્છના સાધુ કે આચાર્ય વર્તમાન સમયમાં ક્યાંય જોવાતા નથી. આ ગચ્છના પટ્ટધર આચાર્યોનાં નામ ઘણેભાગે જિનદત્તસૂરિ, રાશિલસૂરિ અને જીવદેવસૂરિ જ હતાં અને આ ગચ્છની પરમ્પરા વિક્રમના તેરમા શતક સુધી વર્તમાન હતી. વસ્તુપાલના સમયમાં એ ગચ્છના જિનદત્તસૂરિ અને તેમના શિષ્ય અમરચન્દ્ર વિદ્યમાન હતા. એ જ જિનદત્તસૂરિએ વિવેકવિલાસ અને શકુનશાસ્ત્રની રચના કરી છે. એ પછી આ ગચ્છની પરમ્પરા ક્યાં સુધી ચાલી તે નિશ્ચિત નથી.
વિક્રમાદિત્યના મંત્રી લિંબાએ વાયડના મહાવીરના ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યાનો અને વિક્રમ સંવત્ ૭માં જીવદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવ્યાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી જીવદેવસૂરિ વિક્રમાદિત્યના સમકાલીન હતા એમ માનવાને કારણ મળે છે. પણ વાસ્તવમાં એ આચાર્ય એટલા બધા પ્રાચીન ન હતા એમ પ્રબન્ધની કેટલીક વાતો ઉપરથી સિદ્ધ થાય છે. પહેલી વાત તો એજ છે કે જીવદેવ પ્રથમ શ્રુતકીર્તિના શિષ્ય સુવર્ણકીર્તિ નામે દિગમ્બર મુનિ હતા એમ પ્રબન્ધકારે જણાવ્યું છે. શ્રુતકીર્તિ ક્યારે થયા તે આપણે જાણતા નથી; છતાં બંને સંપ્રદાયોના લેખ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે વિક્રમની બીજી શતાબ્દીમાં દિગમ્બર અને શ્વેતામ્બરોની પરમ્પરાઓ જુદી પડી હતી. આ સ્થિતિમાં જીવદેવને પ્રથમાવસ્થામાં દિગમ્બર માનીને તેમને વિક્રમાદિત્યના સમકાલીન માનવા એ યુક્તિસંગત નથી.
કાન્યકુબ્ધના રાજાની પુત્રીના ગુજરાતમાં આવનાર પ્લેચ્છોના ભયથી કૂવામાં પડીને મરવા સંબધી હકીકતો પણ આ વૃત્તાન્તની પ્રાચીનતામાં શંકા ઉત્પન્ન કરે તેવી છે.
જીવદેવસૂરિની પરમ્પરામાં નવો આચાર્ય માટે બેસે ત્યારે તેને સુવર્ણનું યજ્ઞોપવીત પહેરાવવા અને બ્રહ્માના