________________
શ્રી પ્રભાવક ચરિત્ર
‘હે ભદ્ર ! એ ગાથા તું પુનઃ પુનઃ બોલ' એટલે ચારણ તે પ્રમાણે બોલ્યો ત્યારે ગુરુ બોલ્યા કે – ‘ક્ષોભ વિના પુનઃ ત્રણવાર બોલ, પછી ત્યાં સુજ્ઞોએ ચા૨વા૨ બોલવાને માટે આદરથી જણાવ્યું ત્યારે જાણે કૃત્રિમ કોપ ધરાવતો હોય તેમ વિચાર કરતો ચારણ કહેવા લાગ્યો કે —, તમે જો યથેષ્ટ દાતાર હો તો પણ મજૂર દુર્વાહ ભારને જેમ પ્રમાણમાં ઉપાડે તેમ હું મારા અનુમાનથી જ એ દુર્વાહ ભાર ગ્રહણ કરવાનો છું. એ ગાથા ત્રણ વાર બોલતાં મને જે પ્રાપ્ત થયું છે તેટલેથી જ મને સંતોષ છે, તે કરતાં અધિકની મારે ઇચ્છા નથી; કારણ કે હૃદય અને ભુજાને તે ઇષ્ટ નથી, આથી ગુરુ મહારાજે સભ્યો પાસેથી તેને ત્રીશ હજા૨ દ્રવ્ય અપાવ્યું. એટલે તે બોલ્યો કે – ‘આ ધન મને સંપૂર્ણ છે, તે સાત પેઢી સુધી મને ચાલે તેટલું છે. હું પ્રમાણ પૂરતું જ લઉં છું, તે કરતાં અધિક કંઈ પણ લેતો નથી' એમ કહીને તે ચારણ પોતાના ઇષ્ટ સ્થાને ચાલ્યો ગયો.
310
એકત્ર થઈને કહેવા લાગ્યા કે
-
હવે એક વખતે સિદ્ધરાજ રાજાએ ગુરુ મહારાજને પૂછ્યું કે – ‘હે ભગવાન, તમારા પટ્ટને યોગ્ય અધિક ગુણવાન કયો શિષ્ય છે, તે મારા ચિત્તના ઉત્કર્ષ માટે અમને બતાવો, કે જેથી પૂર્વજો પુત્ર (શિષ્ય) રહિત હોવાથી અનુકંપાને યોગ્ય એવા તમારી ચિંતા ન કરે.'
ત્યારે શ્રી હેમચંદ્રસૂરિ કહેવા લાગ્યા કે –‘એવી ચિંતા કરનાર કોઈ નથી. આદ્ય રાજા પણ સત્પાત્રરૂપ સાગરને ચંદ્રમા સમાન હતો. વળી આવી સ્થિતિને ચલાવનાર તથા કલ્પવૃક્ષ સમાન તારા જેવો રાજા હોય ત્યાં મુનિઓને જ્ઞાન, મહિમા અને સ્થિરતા શા માટે ન હોય ? સુશિરોમણિ રામચંદ્ર નામે મારો શિષ્ય છે તે સમસ્ત કળાના નિધાન એવા શ્રી સંઘમાં બહુમાન પામેલ છે.' પછી એક વખતે આચાર્યે રાજાને તે શિષ્ય બતાવ્યો. એટલે શિષ્યે પ્રથમના વિદ્વાનોએ કોઈ વાર ન કહેલ અને હૃદયને ઉલ્લાસ પમાડનાર એવી રાજાની સ્તુતિ કરી કે —
मात्रायाऽप्यधिकं किंचिन्न सहन्ते जिगीषवः ।
इतीव त्वं धरानाथ धारानाथमपाकृथाः " 11 १ ॥
જયશીલ પુરુષો એક માત્રા (અંશ) અધિક પણ સહન કરતા નથી. એટલા માટે જ હે ધરાનાથ ! તેં ધારાનાથને દૂર કર્યો.
એ પ્રમાણે સાંભળતાં મહિમા પામેલા વિદ્વાનોમાં સરલ આચારવાળા એવા શ્રી રામચંદ્ર મુનિ પર રાજાએ શિર ધુણાવતાં દૃષ્ટિ નાખી, અને જણાવ્યું કે હે વત્સ ! તમે જિનશાસનમાં એક દૃષ્ટિરૂપ થાઓ. વળી આચાર્ય પણ મહાપુણ્યશાળી છે કે જેના પદ (પટ્ટ) ના તમે રક્ષક છો' એમ મુનિની પ્રશંસા કરીને રાજા વિરામ પામ્યો. ત્યારે નજર લાગવાથી રામચંદ્રમુનિની એક આંખ બગડી ગઈ. કારણ કે સુકૃત-અતિશય યુક્ત પુરુષોની દૃષ્ટિ દુઃસહ્ય હોય છે.
એવામાં ઉપાશ્રયમાં રહેતા તે મુનિનું દક્ષિણ નેત્ર મહાપીડા પૂર્વક નષ્ટ થયું એટલે કર્મ પ્રમાણનો વિચાર કરતાં મનમાં શાંતતા ધારણ કરી, તપમાં સ્થિર થઈને ત્યાં ચાતુર્માસ રહ્યાં. પછી ચતુર્મુખ નામના જિનાલયમાં શ્રી સંઘની આગળ હેમચંદ્રાચાર્યજી શ્રી નેમિનાથ ચરિત્રનું અદ્ભુત વ્યાખ્યાન કરવા લાગ્યા ત્યારે સુધા સમાન વચનથી આકર્ષાયેલા બધા દર્શનીઓ ત્યાં સાંભળવાની ઇચ્છાથી આવવા લાગ્યા. એક વખતે પાંડવોની દીક્ષાનું