________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
ધન્ય છે કે જ્યાં આવા સુજ્ઞ શિરોમણિ ગુરુ બિરાજમાન છે.’
પછી શ્રીહેમચંદ્રસૂરિએ પણ તે આઠે વ્યાકરણોનું અવલોકન કરીને શ્રી સિદ્ધહેમ નામે નવું અદ્ભુત વ્યાકરણ બનાવ્યું કે જે આઠ અધ્યાયના બત્રીશ પાદથી સંપૂર્ણ, ઉષ્ણાદિ, ધાતુપારાયણ, લિંગાનુશાસન, સૂત્ર, સવૃત્તિ, નામમાલા, અને અનેકાર્થના પાઠથી રમણીય છે, વળી સર્વ વ્યાકરણોમાં જે મુગટ સમાન અને સમસ્ત વિદ્વાનોને આદરપાત્ર છે. પ્રથમના વ્યાકરણો બહુ વિસ્તીર્ણ હતાં, તેથી સમસ્ત આયુષ્યભરમાં પણ શીખી શકાય તેવાં ન હતાં અને તેથી પુરુષાર્થ સાધવામાં સ્ખલના પમાડનાર હતાં, તેમજ કેટલાંક સંક્ષિપ્ત, દુર્બોધ અને દોષના સ્થાનરૂપ હતાં. તેથી આધુનિક વિદ્વાનોએ એ વ્યાકરણને પ્રમાણ કર્યું. તેના દરેક પાદને અંતે એક એક શ્લોક છે, કે જેમાં મૂલરાજ તથા તેના પૂર્વજ રાજાઓનું વર્ણન કરવામાં આવેલ છે અને સર્વ અધ્યાયને અંતે ચાર શ્લોક છે તેમજ પાંત્રીશ શ્લોકમાં તેની પ્રશસ્તિ કરવામાં આવેલ છે. રાજાની આગળ નગરના વિદ્વાનોએ તથા રાજાના પુરોહિતોએ તેનું ત્રણ વર્ષ સુધી વાંચન કર્યું. પછી તે પુસ્તક લખાવવાને માટે રાજાના નિયુક્ત પુરુષોએ સર્વ સ્થાનોથી ત્રણસો લેખકોને બોલાવ્યા. ત્યાં રાજાએ તેમનો સારો સત્કાર કર્યો. વર્ષમાં ત્રણ લાખનો લખાવવાને ખર્ચ કર્યો એટલે પુસ્તકો લખાવી સર્વ દર્શનોના પ્રત્યેક અભ્યાસીને તે આપવામાં આવ્યાં. જેથી અંગ, બંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કોંકણ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, વત્સ, કચ્છ, માલવ, સિંધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુદંડક, ગંગાપાર, હરિદ્વાર, કાશી, ચેદિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુબ્જ, ગૌડ, શ્રીકામરૂપ, સપાદલક્ષ, જાલંધર, ખસ, સિંહલ, મહાબોધ, ચૌડ, માલવ, કૌશિક—ઇત્યાદિ બધા દેશોમાં તે વ્યાકરણ ખુબ વિસ્તાર પામ્યું, વળી રાજાએ ઉપનિબંધ સહિત વીશ પુસ્તકો અત્યાદરપૂર્વક કાશ્મીર દેશમાં મોકલ્યાં ત્યાં તે ભંડારમાં રાખવામાં આવ્યાં કારણ કે સર્વ લોકો પોતાના વચનનો નિર્વાહ કરે છે, તો દેવીની શી વાત કરવી ?
હવે પોતાના કુળને શોભાવનાર એવો કાકલ નામે એક કાયસ્થ હતો કે જે આઠ વ્યાકરણનો અભ્યાસી અને પોતાની પ્રજ્ઞાથી શેષનાગને જીતનાર હતો, તેને જોતાં જ આચાર્યે એ શાસ્ત્રના તત્ત્વાર્થને જાણનાર એવા તેને તરત અધ્યાપક બનાવ્યો. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમીના દિવસે તે પ્રશ્નો પૂછી લેતો અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થયેલા વિદ્યાર્થીઓને રાજા કંકણાદિથી વિભૂષિત કરતો. એમ એ શાસ્ત્રમાં તૈયાર થયેલા જનોને રાજા રેશમી વસ્રો, કનકભૂષણો સુખાસન અને આતપત્રથી અલંકૃત કરતો હતો.
309
એવામાં એકવાર ઇન્દ્રસભા સમાન વિદ્વાનોથી શોભાયમાન રાજસભામાં એક ચારણ આવ્યો. એટલે રત્નો જોતાં જેમ તૃણને કોઈ ન જુએ તેમ અવજ્ઞાથી કોઈએ તેની સન્મુખ પણ જોયું નહિ, ત્યારે જાણે પોતાના પુણ્યનો દોહદ અથવા સરસ્વતીનો પ્રસાદ હોય તેવી એક અપભ્રંશ ભાષામાં તે ગાથા બોલ્યો
हेमसूरि अत्थाणि ते ईसर जे
पंडिया
लच्छि वाणि मुहकाणि सा पई भागी मुह मरउं ॥ १ ॥
-
એ ગાથાના પૂર્વાર્ધમાં સૂરિનું નામ તે ઉચ્ચ સ્વરે બોલ્યો, જેથી સભાસદોની દૃષ્ટિ કોપથી અવજ્ઞાયુક્ત થઈ ગઈ. એટલે તેણે જણાવ્યું કે = ‘તમે કોપાયમાન ન થાઓ.' એથી તેઓ બધા સાવધાન થતાં ચારણે તેના ત્રણ પદ કહી સંભળાવ્યાં. જે સાંભળતાં તે રોમાંચિત થઈ ગયા અને ચિંતવવા લાગ્યા કે-એની વાણી ચમત્કારી અને ઉન્નત છે. જ્યાં પંડિતની સ્થિતિ હોય, ત્યાં જ ગુરુનો મહિમા થવાનો છે. એમ ધારી તે આનંદથી