________________
308
'શ્રી પ્રભાવક ચરિત્ર
પછી એકવાર માલવદેશને જીતીને સિદ્ધરાજ પોતાની રાજધાનીમાં આવ્યો ત્યારે બધા દર્શનીઓએ તેને આશિષ આપી, એટલે અનેક કળાના ભંડાર એવા શ્રી હેમચંદ્રસૂરિ ત્યાં અવ્યગ્રંમતિથી, અત્યંત શ્રવણીય કાવ્યથી આશિષ આપતાં બોલ્યા કે - “હે કામધેનું! તું તારા ગોમય—૨સથી ભૂમિને લપી દે, હે રત્નાકર ! તું મોતીઓથી સ્વસ્તિક પૂરી દે, હે ચંદ્રમા ! તું પૂર્ણકુંભ બની જા, હે દિગ્ગજો ! તમે પોતાના કર - સુંઢ સીધા કરી કલ્પવૃક્ષના પત્રો લઈને તોરણો બનાવો, કારણ કે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવે છે.’ એ પ્રમાણે પોતાના ચારિત્રની જેમ વ્યાખ્યાથી વિભૂષિત તે શ્લોક સાંભળવાથી સંતુષ્ટ થયેલ સિદ્ધરાજ તેમને વારંવાર પોતાના રાજભવનમાં બોલાવવા લાગ્યો.
એકવાર અવંતીના ભંડારમાંથી લાવેલાં પુસ્તકો ત્યાંના નિયુક્ત પુરુષોએ બતાવતાં તેમાં એક લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) રાજાના જોવામાં આવ્યું. એટલે તેણે ગુરને પૂછ્યું કે – “આ શું છે ?' ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે “એ ભોજ વ્યાકરણ શબ્દશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે. વિદ્વાનોમાં શિરોમણિ એ માલવપતિએ શબ્દ શાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, ર, વાસ્તુ-ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વપ્ન તથા સામુદ્રિક શાસ્ત્રો પણ અહીં છે, અને નિમિત્તશાસ્ત્ર, વ્યાખ્યાન અને પ્રશ્નચુડામણિ ગ્રંથો છે, વળી મેઘમાલા અને અર્ધકાંડ પણ છે, અને એ બધા ગ્રંથો તે રાજાએ બનાવેલ છે.”
એ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ બોલ્યો કે – “આપણા ભંડારમાં શું એ શાસ્ત્રો નથી ? સમસ્ત ગુર્જર દેશમાં શું કોઈ વિદ્વાન નથી?' ત્યારે બધા વિદ્વાનો શ્રી હેમચંદ્રસૂરિને જોવા લાગ્યા. એટલે મહાભક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક પ્રભુને વિનંતી કરી કે – “હે ભગવન્! એક વ્યાકરણશાસ્ત્ર બનાવીને તમે અમારા મનોરથ પૂરા કરો. હે મહર્ષિ ! તમારા વિના એ મનોરથ પૂરવાને કોણ સમર્થ છે ? વળી આ સમયમાં પ્રવર્તમાન થયેલ એ વ્યાકરણ સંક્ષિપ્ત છે તેમ તેમાં શબ્દોની નિષ્પત્તિ પણ તેવી નથી, તથા પાણિનિનું વ્યાકરણ છે, તે વેદના અંગરૂપ મનાય છે, તેથી બ્રાહ્મણ ગર્વ લાવીને એ વ્યાકરણ પર ઘમંડ કરે છે. કદાચ વિપ્રો નારાજ થાય, તો તેથી શું? માટે હે મુનીશ્વર ! વિશ્વજનોના ઉપકાર માટે એક નવું વ્યાકરણ બનાવો કે જેથી મને યશ મળે અને તમને કીર્તિ તથા પુણ્ય પ્રાપ્ત થાય.'
એમ સાંભળીને બુદ્ધિનિધાન શ્રીહેમચંદ્રસૂરિ બોલ્યા કે – “કાર્યોમાં મને જે પ્રેરણા કરવી, તે તમારે કેવળ યાદ કરાવવા માટે જ છે, પરંતુ વ્યાકરણના આઠ પુસ્તકો છે, તે શ્રીભારતીદેવીના ભંડારમાં છે, તો તમારા માણસો મોકલીને તે કાશ્મીર દેશથી મંગાવો, કે જેથી વ્યાકરણશાસ્ત્ર સારી રીતે રચી શકાય.”
- ગુરનું એ વચન સાંભળતાં રાજાએ તરત જ પોતાના પ્રધાન પુરુષોને કાશ્મીર દેશમાં મોકલ્યા. તેઓ પ્રવર નામના નગરમાં પહોંચ્યા અને ભારતીદેવીને ચંદનાદિકથી પૂજીને સ્તુતિપાઠ કરવા લાગ્યા. એટલે સંતુષ્ટ થયેલ દેવીએ પોતાના અધિષ્ઠાયકોને આદેશ કર્યો કે – “શ્રીહેમચંદ્ર શ્વેતાંબર મારો પ્રસાદપાત્ર છે, એટલું જ નહિ પણ જાણે મારી બીજી મૂર્તિરૂપે હોય એવા છે, માટે તેમના નિમિત્તે શ્રેષ્યવર્ગને પુસ્તકો આપીને વિદાય કરો.' પછી ભારતીદેવીએ તે પ્રધાન પુરુષોનો સારો સત્કાર કરી, તેમને પુસ્તકો અપાવ્યાં અને સાથે ઉત્સાહ નામના પંડિતને મોકલ્યો. એટલે દેવીના પ્રસાદથી ભારે હર્ષથી રોમાંચિત થતા તે અલ્પ સમયમાં પોતના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં એકનિષ્ઠાવાળા શ્રી હેમચંદ્રપ્રભુ પર ભારતીદેવીનો કેવો આદર અને સંતોષ છે, તે તેમણે રાજાને નિવેદન કર્યો. જે સાંભળતાં ચમત્કાર પામેલ રાજા કહેવા લાગ્યો કે – “અહો ! હું અને મારો દેશ