________________
306
કે
શ્રી પ્રભાવક ચરિત્ર
વડે દેવતાઓ પણ રમણીય થાય છે માટે એનું અન્વયયુક્ત ચંગદેવ એવું નામ ઉચિત છે કારણ કે સમસ્ત વસ્તુઓમાં સત્યતા છે, એ જ તેનો શુભ ઉત્તર કાળ સુચવે છે. પછી તેણે કપૂરયુક્ત પાન સોપારીથી તેમનો સત્કાર કરીને વિસર્જન કર્યા. છે , ' '
હવે મંગલના આધારરૂપ વર્ધમાનની જેમ વૃદ્ધિ પામતો અને અક્ષત દક્ષતાયુક્ત તે ચંગદેવ બાલપણામાં ભારે પ્રતિભાશાળી થયો. એટલે પાંચમે વર્ષે નિર્દોષ એવા તેને એક વૃદ્ધની જેમ સદ્ગુરુની શુશ્રુષા કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ.
એવામાં એક દિવસ મોઢચૈત્યમાં ગુરુ ચૈત્યવંદન કરતા હતા, તે વખતે પુણ્યશાળી પાહિની પુત્ર સહિત ત્યાં આવી, અને પ્રદક્ષિણા દઈને જેટલામાં તેણી ભગવંતની સ્તુતિ કરવા લાગી, તેવામાં ગંગદેવ તરત ગુરુના આસન પર બેસી ગયો તે જોઈને ગુરુ પાહિનીને કહેવા લાગ્યા કે – “હે ભદ્રે ! તે મહાસ્વપ્ન તને યાદ છે? મેં કહ્યું હતું કે એકવાર તેની નિશાની તારા જોવામાં આવશે. હવે અત્યારે તારા પુત્રે જે કર્યું, તે તું જાતે જોઈ લે.
એ પ્રમાણે કહીને ગુરુએ સંઘરૂપ નંદનવનને શોભાવનાર કલ્પવૃક્ષ સમાન તે પુત્રની માતા પાસે માગણી કરી. ત્યારે તેણી બોલી કે – “હે પ્રભુ ! તમે એના પિતા પાસે યાચના કરો, તે યુક્ત છે.” એટલે તેના પિતાની પરવાનગી ન હોવાથી ભય પામતા ગુરુ કંઈ પણ બોલ્યા નહિ. ત્યાં ગુરુની વાણી અલંઘનીય સમજી અને સ્વપ્નને યાદ કરીને આચારને માન આપનારી એવી પાહિનીએ મનમાં દૂભાયા છતાં સ્નેહથી પોતાનો પુત્ર ગુરુ મહારાજને અર્પણ કર્યો. તેને લઈને ગુરુ શ્રી સ્તંભનતીર્થે આવ્યા અને ત્યાં શ્રી પાર્શ્વનાથના મંદિરમાં માઘ મહિનાની શ્વેત ચતુર્દશીના દિવસે બ્રાહ્મ મૂહૂ અને શનિવારે આઠમે વિણ્ય ધર્મસ્થિત અને વૃષની સાથે ચંદ્રમાનો યોગ થતાં બૃહસ્પતિ લગ્નમાં સૂર્ય અને ભૌમ શત્રુસ્થિત રહેતાં શ્રીમાન ઉદયને દીક્ષા મહોત્સવ કરતાં ગુરુ મહારાજે ચંગદેવને દીક્ષા આપી અને તેનું સોમચંદ્ર એવું નામ રાખ્યું. પછી યોગ્ય શિષ્યોને ઉચિત અને આહત આગમમાં બતાવેલ આચારો તેમણે એક ધ્યાનથી તે શિષ્યને કહી સમજાવ્યા.
એવામાં ચાચ શ્રેષ્ઠીના જાણવામાં આવતાં તે તરત ત્યાં ગયો અને ક્રોધાયમાન થઈને કર્કશ વચન બોલવા લાગ્યો. તેને ગુરુ પાસે લઈ જઈને ઉદયને પોતે મધુર વચનથી શાંત પાડ્યો.
હવે શ્રી સોમચંદ્ર મુનિએ પોતાના ચંદ્ર સમાન ઉજ્જવળ પ્રજ્ઞાબળથી સત્વર તર્કશાસ્ત્ર, વ્યાકરણ અને સાહિત્ય વિદ્યાનો અભ્યાસ કરી લીધો. એવામાં એકવાર સોમચંદ્ર મુનિ વિચારવા લાગ્યા કે પૂર્વપુરુષો એકપદથી લક્ષપદનું ચિંતન કરતાં – “અલ્પબુદ્ધિ એવા અમને ધિક્કાર છે, માટે ચકોરપક્ષી જેમ ચંદ્રમાની તેજસ્વી જ્યોત્સનાને આરાધે, તેમ મારે કાશમીરવાસી દેવીનું આરાધન કરવું છે.' એમ નિશ્ચય કરીને સોમચંદ્રમુનિએ ભારે નમ્રતાપૂર્વક ગુરુમહારાજને વિનંતિ કરી, એટલે દેવીનું સન્મુખ આગમન જાણીને તેમણે તે માન્ય રાખ્યું. પછી ગીતાર્થ સાધુઓ સાથે અનેક વિદ્યાઓના નિધાન એવા શ્રી સોમચંદ્રમુનિએ તામ્રલિપ્તિથી કાશમીરદેશ તરફ પ્રયાણ કર્યું. એવામાં શ્રીનેમિનાથના નામથી પ્રસિદ્ધ એવા શ્રીરવતાવતારતીર્થમાં ગીતાર્થોની અનુમતિથી તેમણે એકાગ્ર ધ્યાન કર્યું. એટલે નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ સ્થાપન કરી સાવધાનપણે ધ્યાન કરતાં અર્ધરાત્રે બ્રહ્મ તેજના નિધાનરૂપ સરસ્વતી દેવી તે મુનિને સાક્ષાત્ થઈ, અને કહેવા લાગી કે – “હે નિર્મળમતિ વત્સ ! તું દેશાંતર જઈશ નહિ. તારી ભક્તિથી સંતુષ્ટ થયેલ હું અહીં જ તારી ઇચ્છા પૂર્ણ કરીશ.” એમ કહીને ભારતી