________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
305
છે શ્રી હેમચન્દ્રસૂરિ ચરિત્ર
શ્રી હેમચંદ્રસૂરિનું વચનામૃત અપૂર્વ છે કે રાજાની મનોભૂમિમાં રહેલ છતાં સમસ્ત પ્રાણીઓના ધર્મ– જીવનના આધારરૂપ છે. સુવર્ણજળની કાંતિયુક્ત શ્રી હેમચંદ્ર મહારાજની વાણી તે પાતક અને યમરૂપ માતંગના સ્પર્શ—દૂષણથી બચાવવા માટે કનકભૂષણ સમાન છે, અનંત આગમ તથા વિદ્યાને ધારણ કરનાર અજ્ઞાનતામાં દુઃખ પામતા ભવ્યાત્માઓને જીવાડનાર તથા જ્ઞાનાદિ લક્ષ્મીના તિલક સમાન એવા શ્રી હેમચંદ્ર પ્રભુ તમારું રક્ષણ કરો. પંડિતોના સદુવૃત્તરૂપ મોતીની માળામાં મેરુ સમાન એવું શ્રી હેમચંદ્ર મહારાજનું ચરિત્ર સજ્જનોના હૃદયરૂપ ભવનમાં પ્રકાશ કરવાને હું અંતરમાં સ્થાપન કરું છું. ( કલેશના આવેશ રહિત ગુર્જર નામે દેશ છે, પુરુષાર્થત્રયની લક્ષ્મીને માટે સ્વર્ગ પણ જેની સમાનતાને ઇચ્છે છે, ત્યાં સ્નેહીજનોને કામધેનુ સમાન અણહિલપુર નામે નગર છે કે જે પ્રાસાદની પંક્તિઓથી પર્વતની ભૂમિ સમાન શોભે છે, ત્યાં વચનામૃતની વૃષ્ટિથી ચકોર ચતુર જનોને આનંદ પમાડનાર એવો સિદ્ધરાજ નામે રાજા હતો કે જેનો યશ સિદ્ધપુરુષો ગાતા હતા અને સુરાસુર તથા નાગેન્દ્રો અને લોકપાલો પણ જેની ઉપમાને પામી શક્યા ન હતા તે દેશમાં કમળ સમાન ધંધુકા નામે એક શ્રેષ્ઠ નગર કે જે સપૂજા, ભોગ, શૃંગાર અને પ્રભાવની દઢ રંગભૂમિ સમાન છે ત્યાં વિશાલ મોઢ વંશમાં પ્રૌઢ, મહિમાશાળી ધર્મજનોમાં અગ્રેસર, ગર્વરહિત, સત્તારૂપ મંડપમાં ચંદરવા સમાન તથા વિદ્વાનજનોને માન આપનાર એવા ચાચ નામે શેઠ હતો. સાક્ષાત લક્ષ્મી સમાન પાહિની નામે તેની પત્ની હતી કે જે સતીના સતીત્વથી સીતા, સુભદ્રાનું સતીત્વ સિદ્ધ થતું હતું. એકવાર તે સ્ત્રી રન્ને સ્વપ્નમાં ચિંતામણિરત્ન જોયું અને ભક્તિના આવેશથી તે પોતાના ગુરુને આપી દીધું.
હવે ત્યાં ચાંદ્રગચ્છરૂપ સરોવરમાં પદ્મ સમાન અને ગુણોથી મંડિત એવા શ્રીદેવચંદ્રસૂરિ બિરાજમાન હતા કે જે શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. એટલે પ્રભાતે પાહિનીએ તે દિવ્ય સ્વપ્ન ગુરુ પાસે નિવેદન કર્યું. ત્યારે ગુરુએ શાસ્ત્રવિહિત તેનો અર્થ સંભળાવતાં જણાવ્યું કે – “હે ભદ્રે ! જિનશાસનરૂપ મહાસાગરમાં કૌસ્તુભ સમાન તને પુત્ર પ્રાપ્ત થશે કે જેના સુચરિત્રથી આકર્ષાઈને દેવો પણ તેના ગુણગાન કરશે.'
પછી એકવાર પાહિનીને શ્રી વીતરાગના બિબોની પ્રતિષ્ઠા કરવાનો દોહલો ઉત્પન્ન થયો, તે ભારે પુણ્યથી તેના પતિએ પ્રમોદ પૂર્વક પૂરો કર્યો. એવામાં સમય થતાં પવિત્ર દિવસે પોતાની કાંતિથી અગ્નિની પ્રભાને જીતનાર અને મલયાચલના શિખર ચંદનને જન્માવે તેમ પાહિનીએ નંદનને આનંદપૂર્વક જન્મ આપ્યો, એટલે વિવિધ પ્રકારના વાજિંત્રોના આડંબરપૂર્વક વર્યાપન કરતાં બાર દિવસ વ્યતીત થયા ત્યારે સદાચારથી શોભતા ચાચ શ્રેષ્ઠીએ તે બાળકનું નામ પાડવાની ઇચ્છાથી ભક્તિપૂર્વક પોતાના સ્વજનોને બોલાવીને જણાવ્યું કે - “આ બાળક અમારા ઘરે અવતરતાં એની માતાને પ્રતિષ્ઠાનો દોહલો ઉત્પન્ન થયો, એ પ્રતિષ્ઠાને લીધે પૂજા