________________
શ્રી દેવસૂરિ ચરિત્ર
—
એવામાં રાજાના ચારણે સદા ઔચિત્ય કૃત્યને જાણનાર એવા શ્રીદેવાચાર્યને ઉચ્ચ સ્વરે આશિષ આપતાં જણાવ્યું કે ‘અત્યંત સંતોષ અને નિઃસ્પૃહ વચનથી જેમણે કામ, હિંસાદિથી નિવૃત્ત કરીને દિગંબર વાદીને શમાદિકમાં સ્થાપન કર્યો અને રાજા તરફથી અપમાન પામતાં વાદીને જેણે પુણ્યમાર્ગે વાળ્યો તથા પવિત્ર મતિથી જેને વિભૂષિત કર્યો, એવો શ્રીદેવસૂરિ આનંદ પામો—જયવંત વર્તો.
303
જો
વળી શ્રીસિદ્ધ—હેમ નામના શબ્દાનુશાસનમાં સૂત્રધાર શ્રીમાન્ હેમચંદ્ર પ્રભુએ કહ્યું છે કે દેવસૂરિરૂપ સૂર્યે કુમુદચંદ્રને ન જીત્યા હોત, તો જગતમાં કયો શ્વેતાંબર કિટ પર વસ્ત્ર ધારણ કરત ?’
ત્યાં જાણે સિદ્ધાંતની મૂર્તિ હોય એવા શ્રી ચંદ્રસૂરિએ શાસન-ઉદ્ધારમાં કૂર્મ સમાન એવા શ્રી દેવસૂરિને શાસનની ધુરા સોંપી. એટલે શ્રી દેવસૂરિરૂપ સૂર્ય સિંહાસન પર આરૂઢ થતાં મહાત્માઓના ચરિત્રો પણ તેમની પ્રતિષ્ઠામાં ન આવી શક્યા. તે વખતે ગચ્છમાં રહેલ સમસ્ત શ્રી સંઘને પ્રકાશમાન તે રાત્રિ હર્ષને લીધે નિદ્રા વિના ક્ષણવારમાં વ્યતીત થઈ ગઈ, એવામાં પ્રભાત થતાં સાધુઓએ પડિલેહણ માટે ઉપધિ જોઈ, તો ઉંદરોએ ઉપદ્રવ કરીને તેના કટકેકટકા કરી નાખ્યા હતા, એટલે પ્રવર્તકે ગુરુ મહારાજને તે નિવેદન કરતાં તેમણે જણાવ્યું કે — • ‘દિગંબર મને પણ પોતાની સમાન વેષધારી (નગ્ન) કરવા ઇચ્છે છે, પરંતુ ગુરુના પ્રસાદથી તેનો પ્રતીકાર કરવાની મારામાં શક્તિ છે.' પછી તેમણે એક શિષ્ય પાસે કાંજીથી ભરેલ એક કુંભ મંગાવ્યો. તેનું મુખ લોટના પિંડથી બાંધીને તે અંદર મૂકાવ્યો. તેને મંત્રીને સાહસી એવા તેમણે સર્વત્ર સાધુઓને જણાવી દીધું કે . — ‘તમે કંઈ પણ ખેદ કરશો નહિ. આ તમે એક મોટું કૌતુક જોયા કરો. એમને પોતાના દુર્વિનયનું ફળ મળવાનું છે.
પછી એક પ્રહરના ત્રણ ભાગ વ્યતીત થતાં દિગંબરના શ્રાવકો આવ્યા અને વિનયથી કહેવા લાગ્યા કે ‘અમારા પર પ્રસાદ લાવીને અમારા ગુરુને તમે મૂકી દો.’·
એટલે ગુરુ બોલ્યા — ‘મારા બંધુને શી બાધા થાય છે ? તે અમે કંઈ સમજી શકતા નથી.' ત્યાં અજ્ઞતાનો ડોળ કરી તેમણે સર્વને નિષેધ્યા. એવામાં અર્ધ પહોર સંપૂર્ણ થતાં પ્રશંસાને પ્રગટ કરતો દિગંબરાચાર્ય પોતે આવ્યો. તેને ભેટીને અર્પાસન પર બેસાડતાં દેવસૂરિ કહેવા લાગ્યાં કે —— ‘હે બંધો ! તને શી પીડા છે, મારાથી તો તે બધું અજ્ઞાત છે.
ત્યારે તેણે જણાવ્યું કે
‘મને તમે મારો નહિ અને આટલો બધો રોષ ન લાવો. મારો નિરોધ મૂકાવી દો, જો તે નિરોધ રહેશે, તો અવશ્ય મારું મરણ થશે.’
www.
એ પ્રમાણે તેનું દીન વચન સાંભળતાં આચાર્ય બોલ્યા કે ‘તમે પરિવાર સહિત મારી વસતિથી બહાર નીકળી જાઓ.'
-
હવે તેમના આદેશથી ત્યાં દ્વાર આગળ મોટી તબક રાખવામાં આવી હતી. એટલે આચાર્યે સાધુ પાસે તે કુંભ મંગાવીને તે તબકોના મુખ પર તેમાંની કાંજી છાંટી જેથી અવાજ થયો કે • ‘નિરોધ હોય કે અનિરોધ હોય, છતાં તારે અહીં રહેવું લજ્જાસ્પદ છે.’ એવામાં કુંભમાંથી નીકળતા નરમૂત્રના પ્રવાહથી બધા લોકો આશ્ચર્ય પામ્યા. પછી સત્કાર પામ્યા છતાં તે પરાભવને લીધે શોકથી ભારે તપ્ત થયેલ કુમુદચંદ્ર ક્યાંક ચાલ્યો ગયો.
પછી રાજાએ આચાર્યને તુષ્ટિદાન આપતાં તેમણે તે લીધું નહિ. ત્યાં રાજા અને મંત્રી બગીચામાં જતાં