________________
શ્રી દેવસૂરિ ચરિત્ર
301
પૂર્વક ત્યાં આવી પહોંચ્યા. તેમાં થાહડે આચાર્ય મહારાજને વિનંતિ કરી કે - “હે ભગવનું ! દ્રવ્યથી સભ્યોને ભેદ પમાડવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, માટે અવશ્ય દ્વિગુણ દ્રવ્ય આપીશ, કે જેથી સ્વશાસનની પ્રભાવના થાય, તો આ દાસને આદેશ કરો.” ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે – “હે ભદ્ર ! તારે દ્રવ્યનો વ્યય ન કરવો. કારણ કે આજે શ્રી મુનિચંદ્ર સૂરિ મહારાજે મને સ્વપ્નમાં જણાવ્યું કે- હે વત્સ ! તારે સ્ત્રીનિર્વાણનો પ્રયોગ કહેવો, અને તે પણ શ્રી શાંતિ સૂરિએ ઉત્તરાધ્યયન ગ્રંથની ટીકા બનાવી છે, તેના અનુસારે તારે બોલવું તેથી શત્રુ અવશ્ય પરાજય પામશે.' એમ કહીને સ્વદર્શનને ઉચિત, આનંદના કારણરૂપ તથા વાદીઓને કેતુવિઘ્નરૂપ એવો આશીર્વાદ તેમણે આ પ્રમાણે રાજાને કહી સંભળાવ્યો-“શ્વેતાંબર, ઉલ્લાસમાન કીર્તિના વિકાસથી મનોહર તથા નયમાર્ગના વિસ્તારની રચનાના સ્થાનરૂપ એવા સ્ત્રીનિર્વાણને સ્થાપન કરે છે, જ્યાં કેવલી રૂપ હસ્તીઓ સદા પરવાદીના અભિમાનને જીતનારા છે. હે ચૌલુક્યવંશી રાજન! તે શ્રીજિનશાસન અને તમારું રાજય ચિરકાળ જય પામો.'
એવામાં અનેક રાજાઓના વિદ્વાનોના વિજયથી શોભા પામનાર એવા કુમુદચંદ્ર વાદીએ સિદ્ધરાજને આશિષ આપતાં જણાવ્યું કે – “સૂર્ય ખદ્યોત જેવો લાગે છે. ચંદ્રમા જીર્ણ ઉન સમાન ભાસે છે અને પર્વતો મચ્છર જેવા બની ગયા છે –એ પ્રમાણે વર્ણન કરતાં તે ભૂપાલ ! તમારો યશ સ્મૃતિગોચર થયો કે જ્યાં આકાશ ભ્રમર સમાન ભાસે છે, તેથી વાણી બધી મુદ્રિત થઈ જાય છે.'
તે વખતે મહર્ષિ ઉત્સાહ, કલાનિધાન, સાગર અને પ્રજ્ઞાશાળી રામ એ રાજાના સભાસદ હતા. તે કહેવા લાગ્યા કે – “વાણી મુદ્રિત થઈ ગઈ, એમ જે દિગંબરનું કથન છે, તે અયુક્ત છે માટે જ્યાં સ્ત્રીનિર્વાણજ્ઞાનીનિર્વાણ છે, ત્યાં અવશ્ય જય છે.”
વલી ભાભુ અને મહાકવિ શ્રીપાલ શ્રીદેવસૂરિના પક્ષમાં તેમજ દિગંબરના પક્ષમાં ત્રણ કેશવ માન્ય હતા. એટલે દિગંબરના પક્ષથી કંઈક હાસ્ય ગર્ભિત વચન સાંભળતાં મદ અને ઉત્સાહ યુક્ત ઉત્સાહ ત્યાં સ્પષ્ટાક્ષરમાં બોલ્યો કે – “વસ્ત્રાવૃત અને દુષણ રહિત સાધન બતાવતાં સંભામાં આ કેશલોચના કેવળ ત્રણ કેશવ સભાસદ છે.' પછી દેવસૂરિએ દિગંબરને વિનંતિ કરી કે – “કંઈ પ્રયોગ બોલો,’ એમ કૌતુકથી સમ્યક પ્રકારે આદેશ કર્યો.
* એટલે તે દિગંબર કહેવા લાગ્યો કે- “સ્ત્રીભવમાં રહેલા જીવને તુચ્છ સત્ત્વને લીધે નિર્વાણ નથી, કારણ કે જયાં તુચ્છ સત્ત્વ છે ત્યાં મુક્તિ નથી. આ સંબંધમાં બાળક, તુચ્છ પુરુષ અને અબલાવતાર–એ ઉદાહરણરૂપ છે, કારણ કે ત્યાં તુચ્છ સત્ત્વ છે માટે ત્યાં નિર્વાણ નથી.
ત્યારે શ્રીદેવસૂરિ તેના વચનને અસિદ્ધ કરતા બોલ્યા કે – “મરુદેવા સ્ત્રીભવે મુક્તિ પામ્યા, એ વાત આગમમાં માન્ય છે. જો એ વાત તારા જાણવામાં ન આવી હોય, તો આગમનો અભ્યાસ કર. તે સિદ્ધાંતના માર્ગનું ઉલ્લંઘન કરીને જે નિશ્ચય કરવો, તે અન્યાય છે. વળી અનેકાંતિકપક્ષને લઈને તારો હેતુ પણ દૂષિત છે. કારણ કે મહાસત્વશાળી સ્ત્રીઓ પણ આગમમાં પ્રત્યક્ષ દેખાય છે તે સીતાદિ આગમમાં સિદ્ધ છે, તેમજ મહીપતિની માતા શ્રીમયણલ્લાદેવી સાક્ષાત સત્વ અને ધર્મના એક સ્થાનરૂપ છે. એમ પ્રતિવ્યાપ્તિ પ્રાપ્ત થતાં તારી એ વ્યાપ્તિ અસત્ય ઠરે છે. સ્ત્રીઓ બધી તુચ્છ એવું તું પ્રતિપાદન કરે છે, પણ તેમનામાં સત્વ ઉપલબ્ધ થવાથી એ વચન પણ અસિદ્ધ છે. વળી સ્ત્રીનિર્વાણ પણ તેથી સિદ્ધ થયેલ હોવાથી તારું ઉદાહરણ પણ દૂષિત