________________
300
શ્રી પ્રભાવક ચરિત્ર
બાહ્ય હોવાથી એક ગ્રામ્યની જેમ અંતર્દષ્ટિ રહિત છે, જેથી ગુણોને દોષ રૂપ કરીને બોલે છે. વળી એ એક તારું મહાભાગ્ય કે તે બ્રહ્મચારીએ વિવાદ કરવા છતાં પણ તને શ્રાપથી ભસ્મીભૂત ન કર્યો. માટે હવે તેનો સત્કાર કરીને બંને વાદીઓના વાદ સમયે જય પરાજયનો સંબંધ લખીને મને અત્યારે જ સમર્પણ કર.'
એ પ્રમાણે રાજાનો આદેશ ગ્રહણ કરીને સ્વામીના સાંત્વન માટે તેણે પોતાના લઘુ બંધુને મોકલ્યો. એટલે તેણે પણ તે કામ બજાવીને તેને બોલાવ્યો. એવામાં રાજાએ વિજયસેન નામના પંડિતને ત્યાં મોકલ્યો, કારણ કે પ્રધાનોએ પોતે જવું ઉચિત ન હતું. પછી તેમણે આ પ્રમાણે લેખ લખીને રાજા પાસે મોકલ્યો કે - “જો દિગંબર જીતાય, તો એક ચોરની માફક તેને પકડીને તિરસ્કાર પૂર્વક નગરથી બહાર કાઢી મૂકવો. અને જો શ્વેતાંબર હારે, તો તેના શાસનનો ઉરચ્છેદ કરીને દિગંબર મતનું સ્થાપન કરવું. કારણ કે પછી તે અહીં શા માટે રહે?”
એ રીતે પક્ષ કરવામાં આવેલ છતાં બલોન્નત એવા તેમણે તે સંબંધ માન્ય રાખ્યો. પછી સિદ્ધરાજે શ્રીપાલ કવીશ્વરને શિખામણ આપીને અત્યંત વાત્સલ્યથી તેને દેવસૂરિ પાસે મોકલ્યો. એટલે તેણે જઈ, પ્રણામ કરીને ગુરુ સમક્ષ રાજાનો સંદેશો સંભળાવતાં જણાવ્યું કે - “સ્વદેશી કે પરદેશી પંડિતો બધા મને મનાનીય છે, છતાં તે બંધો ! વારલીલામાં તમારે એવી રીતે બોલવું કે જેથી મારા સ્થિર શ્રેયને માટે દેશાંતરીને પરાજય થાય. તમે વિદ્યમાન હોવાથી જ મારા ધનની આવી દઢ અવસ્થિતિ છે, માટે આપણી સભાને લજ્જા પામવાનો વખત ન આવે, એવી રીતે તમારે વાદ કરવો .
એટલે શ્રી દેવસરિ પ્રત્યુત્તર આપતા બોલ્યા કે – “હે મહારાજ ! તમારો પ્રતાપ જ પરદેશી પંડિતોને જીતનાર છે, તેમાં અમે તો માત્ર સહાકરી છીએ, છતાં તમે મનમાં ક્ષોભ ન લાવશો. ગુરુએ બતાવેલ પક્ષપ્રમાણોથી હું તે વાદીને અવશ્ય જીતીશ. તમારી જેમ આવા વિદ્વાનોને શાસન પમાડનાર તથા તેના વચનમાં કૌતુક ધરાવનાર કોણ છે? કે સંસારને ન ઇચ્છનાર છતાં હું જેની સાથે વાદ કરવા તત્પર થયો છું.” એ પ્રમાણે દેવસૂરિનાં વચન શ્રીપાલ કવિરાજે રોજાને સંભળાવ્યાં, જે વચનામૃતથી રાજા ભારે પ્રમોદ પામ્યો.
પછી વિક્રમ સંવત ૧૧૮૧ ના વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે વાદી અને પ્રતિવાદીને વાદશાળામાં બોલાવવામાં આવ્યા. એટલે કુમુદચંદ્ર વાદી છત્ર, ચામર યુક્ત સુખાસનમાં બેસીને આડંબર સહિત ત્યાં આવ્યો ત્યારે પ્રતિહાર મૂકેલ પાટ પર બેસતાં તે બોલી ઉઠ્યો કે – શ્વેતાંબર ભયને લીધે કેમ હજી આવ્યો નથી?”
એવામાં શ્રીદેવસૂરિ રાજસભામાં આવી પહોચ્યા. ત્યાં પોતાના બુદ્ધિ બળથી ગર્વિષ્ઠ બનેલ કુમુદચંદ્ર કહેવા લાગ્યો કે – “આ શ્વેતાંબર મારા વાદરૂપ રણાંગણમાં શું બોલવાનો હતો? માટે અત્યારે એને સત્વર પલાયન કરી જવું ઉચિત છે.'
ત્યારે આચાર્ય બોલ્યા કે – “આ મારો બંધુ અસત્ય શું બોલી રહ્યો છે? કારણકે શ્વેતાંબર શ્વાન છે, એટલે રણાંગણમાં તેનું ભસવું બસ છે, પણ રણમાં તેનો અધિકાર નથી. પરંતુ શીધ્ર પલાયન જે એ કહે છે, તે યુક્ત જ છે.' એ પ્રમાણે આ શબ્દખંડનાયુક્ત વચન સાંભળતાં સભાસદો બધા વિસ્મય પામ્યા અને હાસ્ય પૂર્વક તેઓ ચિંતવવા લાગ્યા કે – “અહો ! આ શ્વેતાંબરનો અવશ્ય જય થવાનો છે.'
હવે જિનશાસનના પક્ષપાતી અને એકાગ્રમનવાળા એવા થાહડ અને નાગદેવ તે વખતે બંને સાથે પ્રમોદ